________________
૨૪
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-ર અલ્પ સુખ માટે સંસારી જીવોની સર્વ ભોગાદિની ક્રિયા છે, અને તેના દ્વારા જીવ ઘણા આરંભો કરી કર્મ બાંધે છે, તે બતાવવા અર્થે કહે છે –
પુશ્ચર્થ ..... પર્થિવાત્રમ્ | અહીંયાં=સંસારમાં, સંત્રાસદોષથી કલુષિત એવો રાજા વળી જે પ્રસિધિપ્રયોગો વડે શરીરની પુષ્ટિ માટે ભોજન કરે છે, અને જે નિર્ભય અને પ્રશમસુખમાં રતિવાળો મુનિ ભિક્ષાને વાપરે છે, તે=મુનિનું ભેક્ષ, અત્યંત સ્વાદુતાને પામે છે, પાર્થિવ અન્ન નહિ. • રાજા આયુર્વેદની પ્રક્રિયાથી ધાતુને પુષ્ટ કરે એવા પ્રયોગો દ્વારા શરીરની પુષ્ટિ માટે અન્નને ગ્રહણ કરે છે, અને રાજ્યકાર્યની ચિંતાના વિચારો તેમજ પરરાજ્યોના ભયથી સંત્રાસદોષથી કલુષિત માનસવાળો છે, તેથી શરીર પુષ્ટ થવા છતાં અને ઇન્દ્રિયોને અનુકૂળ આહાર કરવા છતાં, ચિત્ત ચિંતાઓથી કલુષિત હોવાથી વિશેષ પ્રકારનાં ઇન્દ્રિયોનાં સુખોનું વેદન પણ કરી શકતો નથી; કેમ કે ચિત્તનું કાલુષ્ય એ સુખને હન કરે છે. અને મુનિ સર્વથા નિર્ભય હોય છે; કેમ કે મુનિને બાહ્ય કોઈ પદાર્થની અપેક્ષા હોતી નથી, તેથી બાહ્ય કોઈનો ભય હોતો નથી; અને પ્રશમસુખમાં રતિ હોય છે, તેથી જે કાંઈ તુચ્છ અંતપ્રાંત ભિક્ષા મળે છે તેના ભોગકાળમાં પ્રશમસુખના સ્વાદનો અનુભવ કરે છે. મુનિનું ચિત્ત સર્વથા નિર્ભય હોવાથી અને લોલુપતાદિ ભાવોથી રહિત હોવાથી તુચ્છ ભિક્ષાદિ પણ તેમને ઉત્તમ સુખનું વેદન કરાવે છે, જ્યારે રાજાને શ્રેષ્ઠ ભોજન પણ તેવું સુખ આપી શકતું નથી, કેમ કે સંત્રાસથી રાજાનું ભૌતિક સુખ ઉપહત થયેલું હોય છે અને લોલુપતાદિ ભાવોથી આક્રાંત હોય છે. તેથી રાજાનું ભૌતિક સુખ પ્રશમસુખ આગળ અલ્પ માત્રામાં છે.
રાજા આદિનું ચિત્ત સંત્રાસદોષથી કલુષિત કેમ છે ? અને મુનિ જેવું સુખ કેમ રાજાદિ અનુભવતા નથી? તે બતાવે છે –
મૃત્યેષુ ..... સૌષ્યમ્ નોકરો પર, મંત્રીઓ પર, પુત્રો પર કે મધુરૂપી મદને ઝરતી આંખોવાળી મનોરમ એવી સ્ત્રીઓ પર રાજા ક્યારેય વિશ્વાસ રાખી શકતા નથી. સર્વ ઉપર અભિશંકિત મતિવાળાનું સુખ કયું હોય?
પૂર્વમાં આ જ જીવિતના અર્થે જીવ અલ્પ સુખ માટે આરંભાદિ ક્રિયાઓમાં પ્રવર્તે છે, એમ કહ્યું, ત્યાર પછી ‘તથાદિથી તે બતાવ્યું. તે સર્વનું નિગમન કરતાં કહે છે –
તવમનવનુષ્ય .... પ્રવર્તન્ત, આ બધું જાણ્યા વિના, તરુણ કિસલય પલાશના જેવા ચંચળ જીવિત પર રતિવાળા જીવો, જીવિતના=જીવોના, ઉપમદંદિરૂપ કર્માશ્રવોમાં પ્રવર્તે છે.
આચારાંગ સૂત્રના મૂળ પાઠમાં ‘મસ વેવ ની વય પરિવંગમાનપૂર્વાણ' કહ્યું, તેનો અર્થ ટીકામાં બતાવે છે –
તથાસ્થવ ..... વિખ્યામતિ | અને આ જ જીવિતના પરિવંદન, મનન અને પૂજન માટે હિસાદિમાં પ્રવર્તે છે. ત્યાં પરિવંદન=સંતવ=પ્રશંસા, તેના માટે ચેણ=ક્રિયા કરે છે. તે આ પ્રમાણે –
હું મયૂરાદિના માંસના ભક્ષણથી બળવાળો, તેજથી દેદીપ્યમાન દેવકુમાર જેવો લોકોની પ્રશંસાનું સ્થાન થઈશ.