________________
૪૦
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૩
પાઠમાં, ઘટતો નથી; કેમ કે અહમ્ જ્ઞાનની અન્યતીર્થિક-પરિગૃહીતપણાની અનુપપત્તિ છે.
આશય એ છે કે, ચૈત્યનો અર્થ જ્ઞાન કરવામાં આવે તો તે અરિહંતનું જ્ઞાન અન્યતીર્થિકો ગ્રહણ કરી શકે નહિ, પરંતુ જો ચૈત્ય શબ્દનો અર્થ પ્રતિમા કરીએ તો જ અન્યતીર્થિક દ્વારા પરિગૃહીત ચૈત્યનો અર્થ સંગત થાય.
અહીં પૂર્વપક્ષી કહે કે, “ચૈત્ય’ શબ્દનો અર્થ જ્ઞાન” જ છે, પરંતુ જ્ઞાન અને જ્ઞાનવાનનો અભેદ કરીને શ્રુતજ્ઞાનવાળા એવા સાધુને અમે “ચૈત્ય' પદથી ગ્રહણ કરીશું, તેનું નિરાકરણ કરતાં કહે છે –
નારિ સાથે . વરના ‘ચત્ય' શબ્દનો અર્થ ‘સાધુ પણ થઈ શકે નહિ; કેમ કે મુતવત્વના= શ્રતવાળા સાધુના, અત્યપરિગૃહીતપણાની અસિદ્ધિ છે, અથવા તો સિદ્ધિ હોતે છતે= અપરિગૃહીતપણાની સિદ્ધિ હોતે છતે, તે અત્યતીથિંક જ છે; કેમ કે અન્ય આગમનું અચના પરિગ્રહ વડે જ વ્યવસ્થિતપણું છે; કેમ કે નૃશંસ અને દુર્બુદ્ધિના પરિગ્રહથી તમારાથીeતમારા આગમથી, અન્યના આગમને અમે અપ્રમાણ કહીએ છીએ, એ પ્રમાણે વચન છે. ભાવાર્થ :
પૂર્વપક્ષી એવા લુપાકનું એ કહેવું છે કે, આત્માના પરિણામરૂપ જ્ઞાનને અન્યતીર્થિકો ગ્રહણ કરી શકે નહિ, તેથી “ચૈત્ય' શબ્દનો અર્થ “જ્ઞાનવાળા સાધુ અમે કરીશું. તેના નિરાકરણરૂપે ગ્રંથકારશ્રી કહે છે કે, શ્રતવત્ત શ્રુતવાળા સાધુ, અન્યથી પરિગૃહીત થઈ શકે નહિ; કેમ કે શ્રુતવાન હોય તેવા સાધુને શ્રુતનો સમ્યગુ બોધ હોવાને કારણે શ્રુતવાન સાધુઓ સ્વદર્શનથી જ=જૈન દર્શનથી જ, પ્રભાવિત હોય છે. તેથી અન્યદર્શનીઓ ગમે તેટલું પોતાનું દર્શન તેમને સમજાવે, તોપણ અન્યદર્શનવાળાની માન્યતાથી જૈન સાધુ પ્રભાવિત બને નહિ, માટે તે અન્યદર્શનથી પરિગૃહીત બની શકે નહિ. આમ છતાં, કર્મના ઉદયથી કે
ક્વચિત્ મંદબુદ્ધિના કારણે જૈન સાધુ અન્યદર્શનથી પ્રભાવિત થઈને અન્યદર્શનથી પરિગૃહીત થઈ જાય, તેથી કહે છે –
અથવા અન્ય પરિગૃહીતપણાની સિદ્ધિ હોતે છતે તે=જૈન સાધુ, અન્યતીર્થિક જ છે; કેમ કે અન્ય આગમનું અન્ય પરિગૃહીતપણા વડે જ વ્યવસ્થિતપણું છે.
આશય એ છે કે, આ સ્વ આગમ છે અને આ પર આગમ છે એ જાતની વ્યવસ્થા અન્ય પરિગૃહતપણા વડે જ છે. આથી જ જૈન દર્શનનો અભ્યાસ કરનાર સાધુ પણ જ્યારે અન્યતીર્થિકથી પ્રભાવિત થઈને તેનાથી પરિગૃહીત થાય છે, ત્યારે તેનામાં રહેલો જિનાગમનો બોધ પણ અન્ય આગમરૂપ જ કહેવાય છે; કેમ કે અન્ય વ્યક્તિએ ગ્રહણ કરેલું મિથ્યાત્વીએ ગ્રહણ કરેલું, તે આગમ મિથ્યાત્વરૂપ જ છે=અન્ય આગમરૂપ જ છે, અને અન્ય આગમને માનનાર એવો સાધુ અન્યતીર્થિક જ છે.
અન્ય પરિગ્રહ વડે કરીને જ અન્ય આગમનું વ્યવસ્થિતપણું છે, તે જ વાતને દઢ કરવા માટે સાક્ષીપાઠ આપે છે –