________________
૩૯
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૩
નન્નત્વ રામબાઈ' ત્યકિ ..... વર્નાયિત્વેત્વર્થઃ | અવ્યતીર્થિકો સાથે આલાપાદિ તથા અશનાદિ આપવાં કલ્પતાં નથી, એ પ્રકારે જે આ નિષેધ છે, તે રાજાભિયોગ ઈત્યાદિથી અન્યત્ર સમજવો. “રાયમિયોને' અહીં તૃતીયા વિભક્તિ પંચમીના અર્થમાં હોવાથી રાજાભિયોગને વર્જીને અન્યતીથિકો સાથે આલાપ-સંલાપ કરવો, અશનાદિ આપવાં મને કલ્પતાં નથી, એ પ્રકારે અર્થ જાણવો.
હવે રાજાભિયોગ ઇત્યાદિનો અર્થ બતાવે છે – રાયો તુ..... સત્ત્વમતિ વળી રાજાભિયોગ રાજાની પરતંત્રતા, “T:"=ગણ=સમુદાય, તેનો સમુઘયનો, અભિયોગ પારવશ્યતા=પરાધીનતા, બલાભિયોગ=રાજા અને ગણથી વ્યતિરિક્ત=અન્ય, એવા બલવાનની પરતંત્રતા, દેવતાભિયોગ–દેવની પરતંત્રતા, "નિદો'=ગુરુનિગ્રહ=માતાપિતાની પરવશતા, અથવા ગુરુ-ચૈત્ય-સાધુઓનો, નિગ્રહ=પ્રત્યની કકૃત ઉપદ્રવ ત્યાં ઉપસ્થિત થયે છતે શત્રુ વડે ચૈત્ય કે સાધુઓને ઉપદ્રવ ઉપસ્થિત થયે છતે, તેમની રક્ષા માટે અન્યમૂર્થિકો સાથે આલાપાદિ કરવો કે અશનાદિ આપવા છતાં પણ સમ્યક્તનો અતિક્રમ થતો નથી.
વિત્તીતાનં ... પ્રવૃત્તિમતિ . વૃત્તિ આજીવિકા, તેનું કાન્તાર=અરય, તેના જેવુંઆજીવિકાનો અભાવ થાય તેવું, અરણ્ય જેવું ક્ષેત્ર કે કાળ તે વૃત્તિકાંતારનિર્વાહનો અભાવ, એ પ્રકારે અર્થ જાણવો. તેનાથી તેવા ક્ષેત્ર કે કાળમાં આજીવિકાના હેતુથી અન્યત્ર દાન-પ્રણામાદિનો નિષેધ છે, એ પ્રકારે પ્રસ્તુતમાં સમજવું.
મૂળ ઉપાસકદશાંગના પાઠમાં પ્રતિગ્રહાદિ' કહ્યા, તેનો અર્થ બતાવે છે –
પડાઈ ત્તિ ..... કાલાતીતિ | પ્રતિગ્રહ=પાત્ર, ‘વીરં ત્તિ' પીઠ=પાટ આદિ, ‘ન ત્તિ ટેકા માટે પાટિયું, સન્ન' ત્તિ ભેષજ પથ્ય, (વગેરે સાધુને વહોરવવા કહ્યું છે એમ અત્રય છે.) ‘મારું =ઉત્તરભૂત અર્થોને ગ્રહણ કરે છે અર્થાત્ આનંદશ્રાવક ભગવાનને પ્રશ્નો પૂછે છે, અને ભગવાન તેનો ઉત્તર આપે છે તે અર્થોને આનંદ શ્રાવક ગ્રહણ કરે છે.
‘તિ’ શબ્દ સપ્તમાંગ આલાપકની વૃત્તિના કથનની સમાપ્તિસૂચક છે. ટીકા :____ अत्रान्यतीर्थिकपरिगृहीतचैत्यनिषेधेऽनिश्रितार्हच्चैत्यवन्दनादिविधिः स्फुट एव न चात्र चैत्यशब्दार्थो 'ज्ञानं मूोक्तं घटतेऽहंदज्ञानस्यान्यतीर्थिकपरिगृहीतत्वानुपपत्तेः, नापि साधुः, श्रुतवत्त्वस्यान्यपरिगृहीतत्वासिद्धेः, सिद्धौ वान्यतीर्थिक एव सोऽन्यागमस्यान्यपरिग्रहेणैव व्यवस्थितत्वात्, ‘नृशंसदुर्बुद्धिपरिग्रहाच्च ब्रूमस्त्वदन्यागममप्रमाणम्" इति वचनात् । ટીકાર્ય :
અન્ન .... દ વ ા અહીંયાંsઉપાસકદશાંગના સાક્ષીપાઠમાં, અન્યતીથિંક દ્વારા પરિગૃહીત ચૈત્યનો નિષેધ કરાયે છતે અનિશ્ચિત અરિહંત ચૈત્યવંદનાદિની વિધિ સ્પષ્ટ જ છે.
અહીં પૂર્વપક્ષી=લુંપાક કહે કે, “ચૈત્ય' શબ્દનો અમે “જ્ઞાન” અર્થ કરીશું, તેથી કહે છે – રાત્ર... અનુરૂપ, મૂર્ખ વડે કહેવાયેલ ચૈત્ય' શબ્દનો અર્થ ‘જ્ઞાન', અહીં પ્રસ્તુત ઉપાસકદશાંગતા