________________
૩૮
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૩ વાર સંભાષણ કરવા માટે, કે સંલાપ કરવા માટે=વારંવાર સંભાષણ કરવા માટે, તેમને કલ્પતું નથી;) જે કારણથી આસનાદિ ક્રિયામાં નિયુક્ત એવા તેઓ તખતર અયોગોલક સમાન હોય છે, અને તત્રત્યયઃતેમના સંબંધી, કર્મબંધ થાય છે. અર્થાત્ તેઓને યતનાનો ભાવ ન હોવાથી પ્રત્યેક ક્રિયામાં ઘણા જીવોની વિરાધના કરે છે, તેથી તપ્તતર અયોગોલક સમાન કહ્યા છે અને તે સંબંધી કર્મબંધ પોતાને લાગે છે. તેઓની સાથે આલાપાદિથી પરિચય થવાને કારણે તેને જઆલાપાદિ કરનારને જ, અથવા તેના પરિવારને આલાપાદિ કરનારના પરિવારને, મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. - શ્રાવક તપ્ત અયોગોલક કલ્પ છે એમ શાસ્ત્રમાં કહેલ છે, અને અન્યતીર્થિકો તખતર અયોગોલક કલ્પ છે એમ કહ્યું. તેનો આશય એ છે કે, શ્રાવક જયણાપૂર્વક સંસારની પ્રવૃત્તિ કરે છે, તેથી તેનાથી આરંભ-સમારંભ થવા છતાં યતના પણ રાખે છે; જ્યારે અન્યતીર્થિકો તો તેવા યતનાના પરિણામવાળા હોતા નથી. તેથી તેઓને બેસવા માટે આસનાદિ આપવામાં આવે ત્યારે તેઓ તે આસનાદિ ઉપર બેસવાની ક્રિયા અયતનાપૂર્વક કરે, તેથી ત્રસાદિ જીવોની હિંસા થવાની સંભાવના રહે; કેમ કે શ્રાવકની જેમ યતનાપૂર્વક તેઓને આસનાદિ ઉપર બેસવાની ક્રિયા સંભવે નહિ. તેથી જો તેમની સાથે શ્રાવક સંબંધ રાખે તો અન્યતીર્થિકો તેમને ત્યાં આવે અને અયતનાપૂર્વક બેસે, તત્પત્યય કર્મબંધ શ્રાવકને થાય, અને પરિચય થવાને કારણે શ્રાવકને કે શ્રાવકના સંબંધીઓને અન્યદર્શનના ધર્મ પ્રત્યે રુચિ થાય, તેનાથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય. માટે શ્રાવક તેમનો પરિચય રાખતા નથી.
પ્રથમ ત્રણેન .. વાર્થ પ્રથમ=પૂર્વે, તેણે અન્યતીથિંકે, બોલાવેલ હોય તો સંભ્રમરહિત લોકઅપવાદના ભયથી તું કેમ છો ?” ઈત્યાદિ કહેવું.
શ્રાવક, ધર્મના સ્વીકારના પૂર્વમાં જે અન્યતીર્થિકો સાથે આલાપ કરતો હોય તેવા પ્રથમ આલપ્ત અન્યતીર્થિક સાથે જો ધર્મ સ્વીકાર્યા પછી બોલાવે નહિ તો લોકોને લાગે કે, ધર્મ પામ્યા પછી શ્રાવક અવિવેકવાળો બને છે. તેથી તેવા પ્રકારના લોકઅપવાદના ભયથી પૂર્વપરિચિત તેવા અન્યતીર્થિક સાથે “તું કેમ છો ?” ઇત્યાદિ વચન પ્રયોગને અસંભ્રમપૂર્વક કહે, પરંતુ અતિ નજીકથી તેમની સાથે વ્યવહાર કરે નહિ.
અહીં “અસંભ્રમપૂર્વક કહ્યું, તેનાથી એ કહેવું છે કે, પૂર્વપરિચિત સાથે જે પ્રકારની લાગણીઓની અભિવ્યક્તિ પૂર્વમાં કરતો હતો, તેવી જ લાગણીઓની અભિવ્યક્તિ વગર તેની પૃચ્છારૂપ આલાપમાત્ર
તથા તેપ્ય: ..પુનરિત્યર્થ. તથા તેઓને=અન્યયૂથિકને, અશનાદિ એકવાર આપવા માટે કે વારંવાર આપવા માટે (મને કહ્યું નહિ.)
મયં .. દાપિ અને આ નિષેધ ધર્મબુદ્ધિથી જ અશનાદિ આપવા માટે છે, વળી કરુણા વડે તો આપે પણ ખરો.
અહીં પ્રસ્ન થાય કે, અન્યતીથિકોને ઉપરમાં કહ્યું તે મુજબ નમસ્કારાદિ સર્વથા કલ્પતા નથી? એથી કરીને કહે છે –