________________
૪૪
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૩ અન્યતીથિકનો પરામર્શ યુક્ત છે, એ પ્રકારે મારી ઉભેક્ષાનેeગ્રંથકારશ્રીની ઉદ્મશાને, પ્રામાણિક પુરુષો પ્રમાણ કરો સ્વીકાર કરો. ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે, “તત્’ પદ અવ્યવહિત પૂર્વોક્ત પદાર્થનો પરામર્શક છે. તેમાં જે “અવ્યવહિત પૂર્વોક્તત્વ છે તે, વાસ્તવિક રીતે ઉપાસકદશાંગના વચનરૂપ સર્વજ્ઞના વચનના અનુરોધથી “અવ્યવહિત પ્રાકાલીન શાબ્દબોધાનુકૂળવ્યાપારવિષયત્વ' કહેવું જોઈએ.
આશય એ છે કે, ઉપાસકદશાંગના વચનમાં તેસિં ' એ પદ , તેનાથી અવ્યવહિત પૂર્વકાળમાં ઉચ્ચાર કરાયેલા જે શબ્દો છે, તેનાથી થનારા શાબ્દબોધમાં તે શબ્દો શાબ્દબોધને અનુકૂળ વ્યાપારવાળા છે. શાબ્દબોધને અનુકૂળ વ્યાપાર શ્રોતા કરે છે, તેનો વિષય તે શબ્દો છે. તેથી તે શબ્દોમાં શાબ્દબોધને અનુકૂળ વ્યાપારવિષયત્વ છે. અવ્યવહિત પ્રાકાલીન શાબ્દબોધને અનુકૂળ વ્યાપારવિષયત્વ એ જ અવ્યવહિત પૂર્વોક્તત્વ કહેવું, અને તે રીતે મૌનીન્દ્ર શ્લોકના અનુરોધથી અવ્યવહિત પૂર્વોક્તત્વનો અર્થ અવ્યવહિત પ્રાફકાલીન શાબ્દબોધાનુકૂળ વ્યાપારવિષયત્ન કર્યો તે રીતે, પૂર્વમનાતતેન .....યુ. સુધીનું કથન ટીકામાં કહ્યું, તેમાં તેષામાં ‘ત' પદ વડે પૂર્વોક્ત અન્યતીર્થિકનો પરામર્શ યુક્ત છે, એ પ્રમાણે મારી ઉમ્બેલાને પ્રામાણિક પુરુષો પ્રમાણ કરે, તેમ ગ્રંથકારશ્રીએ કહ્યું. તેનો આશય એ છે કે, ઉપાસકદશાંગના વચનમાં તેલ મસ વી એ કથન અવ્યવહિત પૂર્વમાં ‘પુત્રિ મMIQi' ઇત્યાદિ પાઠ છે, ત્યાં કોની સાથે પૂર્વમાં આલાપ કર્યો નથી, એ જિજ્ઞાસા થાય. તેથી ત્યાં અન્યતીર્થિકને અધ્યાહાર તરીકે સ્વીકારીને શાબ્દબોધ થઈ શકે છે. તેથી તે શાબ્દબોધનો વિષય બન્યતીર્થિક બનશે, તેનો જ ‘તેષાં'માં રહેલ તત્' પદથી પરામર્શ કરવો યુક્ત છે. તેથી અન્યતીર્થિકનો ‘ત' પદથી પરામર્શ કરીને અશનાદિ પદોનું યોજન થઈ શકશે, એ પ્રકારની ગ્રંથકારની વિચારણાને તત્ત્વની વિચારણા કરવામાં પ્રામાણિક પુરુષો પ્રમાણરૂપે સ્વીકારે. ટીકા :
औपपातिकालापको यथा -
अंबडस्स णं णो कप्पइ अण्णउत्थिए वा अण्णउत्थियदेवयाणि वा अण्णउत्थियपरिग्गहिआणि अरिहंतचेझ्याणि वा वंदित्तए वा, णमंसित्तए वा, जाव पज्जुवासित्तए वा, णण्णत्त्थ अरहंते वा अरहंतचेइयाणि व त्ति (सू.४०) एतद्वृत्तिर्यथा-'अण्णउत्थिए वा त्ति अन्ययूथिकाः आर्हत्सङ्घापेक्षयाऽन्ये शाक्यादयः, 'चेइयाई' इति अर्हच्चैत्यानि जिनप्रतिमा इत्यर्थः, 'नण्णत्थ अरिहंते वत्ति न कल्पते इह योऽयं नेति प्रतिषेधः, सोऽन्यत्रार्हद्भ्यः अर्हतो वर्जयित्वेत्यर्थः, स हि किल परिव्राजकवेषधारकोऽतोऽन्ययूथिकदेवतावन्दनादि-निषेधेऽर्हतामपि निषेधो मा भूदिति कृत्वा 'नन्नत्थ' इत्याद्यधीतमिति ।।