________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૩ આલાપકમાં જ અર્હચૈત્યોના વંદન-નમસ્કારનું વિહિતપણું હોવાથી પૂજાદિ પણ અધિકારીને સિદ્ધ છે. એથી કરીને સિદ્ધાંતમાં સ્પષ્ટ અર્હચૈત્યપૂજાનું વિધાન અમે જોતા નથી; કેમ કે સમ્યક્ત્વપરાક્રમ અધ્યયનમાં સ્પષ્ટ ફ્ળનું અનભિધાન છે, એ પ્રમાણે લુંપાકમત નિરસ્ત જાણવો.
૪૬
ઔપપાતિક સૂત્રમાં અંબડના આલાપકમાં=અંબડની ચૈત્યનતિને કહેનાર એવા સમ્યક્ત્વના આલાપકમાં, વંદન-નમસ્કારનું વિધાન હોવાને કારણે અધિકારીને પૂજાદિ સિદ્ધ થાય છે. તેથી સિદ્ધાંતમાં અમે પૂજાદિનું વિધાન જોતા નથી, એ પ્રકારનું લુંપાકનું કથન નિરસ્ત થાય છે; કેમ કે ઔપપાતિકનો આલાપક એ પણ સિદ્ધાંત છે.
હવે લુંપાકનો મત નિરસ્ત છે, તેને જ દૃઢ કરવા માટે હેતુ કહે છે –
न पश्याम કૃતિ । અમે જોતા નથી, એ પ્રકારે આનું=આ કથનનું, સ્વઅપરાધપણું છે=તે લુંપાકનો પોતાનો જ અપરાધ છે; કેમ કે આ સ્થાણુનો અપરાધ નથી કે જે આંધળો તેને જોતો નથી.
‘કૃતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
આંધળો સ્થાણુને જોતો નથી તે સ્થાણુનો અપરાધ નથી, પરંતુ આંધળાનો અપરાધ છે; તેમ લુંપાક સિદ્ધાંતને જોતો નથી, તે તેનો પોતાનો અપરાધ છે; કેમ કે ઔપપાતિકના આલાપરૂપ સિદ્ધાંતમાં અરિહંતની પ્રતિમાને વંદન-નમસ્કારનું વિધાન છે. તેથી અમે સિદ્ધાંતમાં જોતા નથી, એમ કહેવું તે લુંપાકનો પોતાનો અપરાધ છે.
અહીં પ્રશ્ન થાય કે, ઔપપાતિકના આલાપકમાં તો સ્થૂલ દૃષ્ટિથી જોવાથી એટલું જ મળે છે કે અર્હત્ ચૈત્યની નતિનું કથન છે, પરંતુ અરિહંતની પ્રતિમાને પૂજાનું વિધાન નથી, તેથી કહે છે
.....
સવવતાપશે .....
• વર્શનાત્ ।સમ્યક્ત્વવિષયક આલાપકમાં જ સૂક્ષ્મ દૃષ્ટિથી દર્શન છેદેખાય છે. પ્રસ્તુત સમ્યક્ત્વવિષયક જે ઔપપાતિકનો આલાપક છે, તેમાં સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈએ તો પૂજાનું વિધાન પ્રાપ્ત થાય છે, માટે અધિકારીને પૂજા કરવી, એ તેનાથી જ પ્રાપ્ત થાય છે. આથી જ કાયોત્સર્ગમાં વંદણવત્તિયાએ વગેરેમાં પૂજન-સત્કાર-સન્માન આદિનું ગ્રહણ કરેલ છે.
અહીં પ્રશ્ન થાય કે, તો પછી સમ્યક્ત્વ-પરાક્રમ અધ્યયનમાં પૂજાનું વિધાન કેમ કહેલ નથી ? તેથી
કહે છે
—
00000
सम्यक्त्वपराक्रम • પૂના શામિયાનાત્, સમ્યક્ત્વ-પરાક્રમ અધ્યયનમાં પણ ગુરુ અને સાધર્મિકની શુશ્રૂષાના ફળના અભિધાનથી જ પૂજાના ફળનું અભિધાન છે.
સમ્યક્ત્વ-પરાક્રમ અધ્યયનમાં પણ ગુરુની શુશ્રૂષાનું ફળ બતાવ્યું, સાધર્મિકની શુશ્રૂષાનું ફળ બતાવ્યું. એનાથી એ પ્રાપ્ત થાય છે કે, પરમગુરુ એવા ભગવાનની શુશ્રુષા મહાન ફળવાળી છે, અને પૂજા એ શુશ્રુષાવિશેષરૂપ જ છે, માટે પૂજાના ફળનું વિધાન પ્રાપ્ત થાય છે.
કૃતિ ...... સૂરિશ્મિ: (સુધિષિઃ) ।। આ પ્રમાણે=પ્રસ્તુત શ્લોકમાં શ્લોકનો અન્વયાર્થ બતાવ્યા