________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૨
૩
તંત્ર ..... પ્રાળધારળમ્, ત્યાં=‘મસ્ત ચેવ નીવિયસ્ક ......' એ આચારાંગનું સૂત્ર કહ્યું ત્યાં, ‘જીવિત’નો અર્થ કરે છે આ આયુષ્યકર્મ વડે જીવ જીવે છે એથી કરીને આયુષ્યકર્મ જીવિત છે અને તે આયુષ્યકર્મ તે પ્રાણધારણરૂપ છે. અહીં જીવિતની વ્યુત્પત્તિ કરી, એ પ્રમાણે આયુષ્યકર્મ એ જીવિત પ્રાપ્ત થયું; અને આયુષ્યકર્મનું કાર્ય પ્રાણધારણ છે, તેથી ઉપચારથી પ્રાણધારણને જીવિત કહેલ છે.
एतच्च ડવધારને । અને આ=પ્રાણધારણ, પ્રતિપ્રાણી સ્વસંવિદિત છે, એથી કરીને પ્રત્યક્ષ આસન્નવાચી એવા ‘ફ્લમ્’ શબ્દ વડે મૂળ આચારાંગ પ્રથમ ઉદ્દેશ સૂત્ર-૧૧માં તેનો નિર્દેશ કરેલ છે, અને તેથી મૂળ સૂત્રમાં ‘મસ દેવ નીવિવર્સી' નો પ્રયોગ કરેલ છે. મૂળમાં ‘વેવ’ શબ્દ છે, તેમાં ‘T’ શબ્દ આગળમાં કહેવાનારા જાતિ=જન્મ, આદિના સમુચ્ચય માટે છે અને ‘જ્ઞ’કાર અવધારણમાં છે. (તેથી એ પ્રાપ્ત થાય કે, આ જ જીવિતના માટે જીવ ક્રિયામાં પ્રવર્તે છે, અને આ જ જીવિતના પરિવંદન=પ્રશંસા, માનન અને પૂજન માટે ક્રિયામાં પ્રવર્તે છે, અને જાતિ, મરણ અને મોચન માટે ક્રિયામાં પ્રવર્તે છે અને દુ:ખપ્રતિઘાતના હેતુથી ક્રિયામાં પ્રવર્તે છે.)
अस्यैव પ્રવર્તતે। પરિફલ્ગુસાર=નિઃસાર, વીજળીના ચમકારા જેવું ચંચળ, બહુ અપાયભૂત=વિઘ્નોથી યુક્ત, એવા આ જ જીવિતના અર્થે અદીર્ઘ કાળના સુખ માટે ક્રિયામાં પ્રવર્તે છે.
આ જ જીવિતના અર્થે અલ્પકાળના સુખ માટે આરંભાદિ ક્રિયાઓમાં જીવ પ્રવર્તે છે, એમ પૂર્વમાં કહ્યું, તે જ ‘તાર્દિ’થી બતાવે છે
.....
-
- .....
तथाहि પ્રવર્તતે । રોગ વગરનો એવો હું જીવીશ, સુખપૂર્વક ભોગોને ભોગવીશ, તેથી=આવા પ્રકારનો અધ્યવસાય હોવાથી, વ્યાધિને દૂર કરવા માટે સ્નેહપાન, લાવકના=પક્ષીવિશેષના, માંસભક્ષણાદિ ક્રિયામાં પ્રવર્તે છે.
અહીં સ્નેહપાન અને માંસભક્ષણાદિ, શરીરના રોગને દૂર કરી ધાતુને પુષ્ટ કરવામાં પ્રબળ કારણરૂપ આહાર છે, તેથી જ દીર્ઘકાળ સુધી રોગરહિત જીવન જીવવાના આશયથી સંસારસિક જીવો તેનો ઉપયોગ કરે છે.
-
તથાપસ્ય ..... ધર્માન્તે । તે રીતે=શરીરની સુખાકારી રહે અને પુષ્ટ બને તે માટે ક્રિયામાં પ્રવર્તે છે તે રીતે, અલ્પ સુખના માટે અભિમાનગ્રહથી આકુલિત ચિત્તવાળા જીવો બહુ આરંભ-પરિગ્રહથી ઘણા અશુભ કર્મને ગ્રહણ કરે છે. સંસા૨૨સિક જીવો અભિમાનગ્રહથી આકુલિત ચિત્તવાળા છે અને અલ્પસુખ માટે બહુ આરંભ કરે છે, એ બતાવવા માટે ‘રું 7થી તેમાં સાક્ષી આપે છે –
******
उक्तं च
શેષમ્ । અને કહ્યું છે - બે વસ્ત્ર, અપાયશુદ્ધ=અનર્થ ન કરે તેવી શ્રેષ્ઠ રાણી, શય્યા, આસન, શ્રેષ્ઠ હાથી, ઘોડો કે રથ, અવસરે સારો વૈઘ, નિયમિત આહાર-પાણીનું પ્રમાણ આ બધું રાજાનું છે, શેષ સર્વ પારકા જેવું છે એમ તું જાણ.
આટલા કથનથી રાજા વગેરે સર્વ જીવો અભિમાનગ્રહથી આકુલિત ચિત્તવાળા છે એ વાત બતાવી; કેમ કે રાજા પણ વાસ્તવિક ભોગવટો બે વસ્ત્ર આદિ કહેલા પદાર્થો પૂરતો જ કરી શકે છે, બાકીના પદાર્થોનો ઉપભોગ કરી શકતો નથી; ફક્ત અભિમાન ધારણ કરે છે કે, આ વિશાળ રાજ્ય વગેરે સંપત્તિ મારી છે. તેથી જ અભિમાનગ્રહથી આકુલિત ચિત્તવાળા રાજ્યની વૃદ્ધિ અને રક્ષણાદિ માટે આરંભાદિની પ્રવૃત્તિ કરે છે અને ઘણા અશુભ કર્મને બાંધે છે.