________________
૩૫
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૩
ગઈત્યાન .... નોસેવં (ભગવાન વડે,અહમ્ ચૈત્યની=અહમ્ પ્રતિમાની, તતિને, વિશેષ કરીને=જામગ્રહણપૂર્વક, વિહિત=કર્તવ્યપણા વડે કહેવાયેલ, સાંભળીને, દુર્મતિને="પ્રતિમા આરાધ્ય નથી” એ પ્રકારે દુષ્ટમતિને, જે છોડતો નથી, તેને આશ્રિતનું પ્રિયપણું હોવાને કારણે=અત્યંત અભીષ્ટપણું હોવાને કારણે=જાણે કે લંપાકને આશ્રિત એવાં કર્મોનું અત્યંત અભીષ્ટપણું હોવાને કારણે જ કર્મો તેને મૂકતાં નથી, એમ અત્રય છે. અહીં ‘રૂત્ર' શબ્દનું ગમ્યમાનપણું હોવાને કારણે આ ગમ્ય ઉભેલા અલંકાર છે.
લંપાકને આશ્રિત એવા કર્મોનું અભીષ્ટપણું હોવાથી જાણે તેને કર્મો છોડતાં નથી, એ પ્રકારે ગમ્ય ઉન્મેક્ષા અલંકાર પ્રસ્તુત શ્લોકમાં છે; કેમ કે પ્રસ્તુત કથન ઉન્મેક્ષા અલંકાર છે, અને ‘વ' એ ગમ્ય હોવાને કારણે=અધ્યાહારરૂપ હોવાને કારણે, અહીં ગમ્ય ઉત્વેક્ષા અલંકાર છે અને ઉત્યેક્ષા અલંકાર એટલા માટે છે કે, વાસ્તવિક રીતે લુપાકને પણ કર્મો પ્રિય નથી, પરંતુ તે પોતાની દુષ્ટમતિને છોડતો નથી, એ જ જાણે બતાવે છે કે, આશ્રિત એવાં કર્મો તેને અત્યંત પ્રિય છે, એ પ્રકારની ઉન્ઝક્ષા ગ્રંથકારશ્રીએ કરેલ છે. અહીં કર્મો અત્યંત અભીષ્ટ છે એમ કહ્યું તેનો ભાવ એ છે કે, જીવને આશ્રિત એવાં કર્મો અત્યંત અભીષ્ટ છે, અને અભીષ્ટતા કર્મોમાં છે અને તે અભીષ્ટનો કર્તા લુપાક છે. તેથી તે કર્મબંધના કારણભૂત એવી દુષ્ટમતિને છોડતો નથી. હવે ‘મશ્રપ્રયતયા'નો સમાસ બીજી રીતે ખોલીને અર્થ કરતાં બતાવે છે –
શ્રવાઃ... મુખ્યત્તિ આશ્રિત એવાં કર્મો પ્રિય છે જેને, તે “ગઢપ્રય', અને તત્તા તેનો ભાવ તે આશ્રિતતા, અને તૃતીયા અર્થ બતાવવા માટે તથા' એ પ્રમાણે વ્યાખ્યાન કરવામાં વિ:' ઇત્યાદિ પ્રયોગની જેમ વિશેષણનો પરમાં નિપાત છે.
સામાન્ય રીતે વિશેષણનો વિશેષ્યની પૂર્વમાં પ્રયોગ થાય છે, જેમ નીલઘટ બોલાય પણ ઘટનીલ ન બોલાય; કેમ કે “ઘટ' વિશેષ્ય છે અને “નીલ' વિશેષણ છે, તેથી વિશેષણનો પૂર્વમાં પ્રયોગ થાય. પરંતુ ગુણ છે પ્રિય જેને તે “ગુણપ્રિય', આ પ્રયોગમાં “પ્રિય' શબ્દ ગુણનું વિશેષણ છે; કેમ કે “પ્રિય છે ગુણો જેને' એવો અર્થ છે. તેથી ‘પ્રિય' એ ગુણનું વિશેષણ હોવા છતાં વિશેષણનો પરમા=પાછળમાં નિપાત છે. તેમ પ્રસ્તુતમાં “પ્રિય છે આશ્રિત એવા કર્મો જેને તે પ્રિયઆશ્રિત કહેવાય. તેથી આશ્રિત એવાં કર્મોનું “પ્રિય' એ વિશેષણ છે. છતાં ‘પ્રિયાશ્રિત' એ પ્રમાણે પૂર્વમાં વિશેષણનો પ્રયોગ ન કરતાં ‘ગુણપ્રિય પ્રયોગની જેમ આશ્રિતપ્રિય” એ પ્રમાણે પરમાં નિપાત કરેલ છે. ટીકા :
तत्र सप्तमाङ्गालापको यथा -
'तेणं से आणंदे गाहावई समणस्स भगवओ महावीरस्स अंतिए पंचाणुव्वइअं सत्तसिक्खाव्वइयं दुवालसविहं सावयधम्म पडिवज्जइ २ समणं भगवं महावीरं वंदइ णमंसइ २ एवं वदासि-णो खलु मे भंते ! कप्पइ अज्जपभिइ अण्णउत्त्थिए वा अण्णउत्थियदेवयाणि वा अण्णउत्थियपरिग्गहिआई (वा) अरिहंतचेइयाइं