________________
૨૫
પ્રતિમાશતક ભાગ-૩/ શ્લોક-કર
કૃતિ' શબ્દ પરિવંદનના સ્વરૂપની સમાપ્તિસચક છે.
માનનનો, અર્થ બતાવે છે – મનનમ્ ..... કવિનોતિ ! માનન=અભ્યત્થાન, આસન આપવું, હાથ જોડવારૂપ માનન છે, અને તેના માટે=માન મેળવવા માટે, ચેષ્ટા કરતો કર્મને એકઠાં કરે છે.
જનનો અર્થ બતાવે છે - તથા પૂનને ... સન્માવતિ | અને પૂજન=ધન-વસ્ત્ર-અન્ન-પાન વડે સત્કાર, અને પ્રણામ દ્વારા સેવાવિશેષરૂપ પૂજન છે, અને તેના માટે=લોકો પાસેથી પૂજા માટે, ક્રિયામાં પ્રવર્તતો કર્મરૂપ આશ્રવ વડે આત્માને સંભાવિત કરે છે=મલિન કરે છે.
તથા ....... ૩યતતિા અને ‘વીરભોગ્યા વસુંધરા એમ માનીને રાજા રાજ્યની ઋદ્ધિ માટે પરાક્રમ કરે છે, અને દંડના ભયથી સર્વ પ્રજા ભય પામે છે એથી કરીને દંડ કરે છે.
આ કથન પણ માન-સન્માન મેળવવા માટે જ છે; કેમ કે પરાક્રમ કરીને રાજ્યની વૃદ્ધિ થાય છે, તેથી પોતે મોટા રાજવી તરીકે ખ્યાતિ મેળવે છે અને લોકોને દંડ કરીને પોતાનો પ્રભાવ લોકો ઉપર સ્થાપન કરવા યત્ન કરે છે.
પર્વ .... યોગનીયમ્ આ પ્રમાણે રાજાઓ માટે કહ્યું. રાજા સિવાયના અન્યો પણ પોતપોતાની ભૂમિકા પ્રમાણે વંદન, માન અને પૂજન માટે આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરે છે, તેનું યોજન કરવું.
ત્ર ..... સમુદાયાર્થ. અને અહીંયાં=રિવંતામાપૂણ મૂળમાં કહ્યું છે ત્યાં, વંદનાદિનો ધ્વંદ્વ સમાસ કરીને તાદર્થમાં ચતુર્થી કરવી. ત્યાર પછી મૂળસૂત્રનું જોડાણ બતાવે છે – જીવિતના પરિવંદન, માન અને પૂજન માટે કર્માશ્રયમાં પ્રવર્તે છે, એ પ્રમાણે સમુદાય અર્થ જાણવો.
આચારાંગ મૂળ સૂત્ર-૧૧માં નાડુંમરમોબાઈ' કહ્યું છે, તેનો અર્થ બતાવે છે –
ન વેવ« ..... શર્માતે, (૧) ફક્ત પરિવંદનાદિ માટે કર્મ ક્રિયા, કરે છે એવું નથી, અત્યાર્થ પણ (ક્રિયા) કરે છે, એ પ્રકારે બતાવે છે –
જાતિ અને મરણ અને મોચનનો સમાહાર ઢંઢ કરી તાદર્થ્યમાં ચતુર્થી વિભક્તિ છે. અને આના માટે=જાતિ, મરણ અને મોચન માટે, ક્રિયામાં પ્રવર્તમાન જીવો કર્મ ગ્રહણ કરે છે. જાતિ=જન્મ, માટે જીવો શું કરે છે, તે બતાવે છે –
તત્ર..... મોતે I ત્યાં=જાતિ-મરણ-મોચન માટે કહ્યું ત્યાં, જાતિ માટે કાર્તિકેયસ્વામી' નામના દેવને વંદનાદિ ક્રિયા કરે છે, તથા બ્રાહમણાદિને જે જે કામ ભોગો આપવામાં આવે છે, તે તે કામભોગોની પ્રાપ્તિ અન્ય જન્મમાં પરભવમાં, ફરી જન્મેલો ભોગવશે.
તથા મનુના ... વિધતિ તથા મનુએ પણ કહ્યું છે - “પાણી આપનારો તૃપ્તિ પામે છે, અન્ન આપનારો અક્ષય સુખને પામે છે, તલ આપનારો ઈષ્ટ સંતતિ પામે છે અને અભયને આપનારો આયુષ્ય પામે છે. અહીં=મનુસ્મૃતિમાં (આ) એક જ અભયદાન સુભાષિત છે. એ પ્રકારે ફોતરાના મધ્યમાં ધાન્યના કણની જેમ જાણવું. આવા પ્રકારના કુમાર્ગના ઉપદેશથી=પૂર્વમાં બ્રાહ્મણાદિને આપવાથી જે મળે છે, તે રૂપ કુમાર્ગના ઉપદેશથી, તેમ જ મનુએ બતાવેલા કુમાર્ગના ઉપદેશથી, હિસાદિમાં પ્રવૃત્તિ કરે છે.
મરણ માટે જીવો શું કરે છે, તે બતાવે છે –