________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧ર
૨૯
કાર્યો, સમુપસ્થિત થવા વડે દંડને=પ્રાણીના ઉપઘાતને, કરે નહિ, અને આ કાર્યો સમુપસ્થિત થવા વડે બીજા પાસે દંડ કરાવે નહિ, અને આ કાર્યો ઉપસ્થિત થવા વડે દંડસમારંભ કરતા એવા બીજાની અનુમોદના કરે નહિ. ભાવાર્થ :
આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના સૂત્ર ૧૧માં જેમ મુક્તિની પ્રાપ્તિ માટે હિંસા કરે છે એ વચનથી જિનપૂજાનું ગ્રહણ થતું નથી, તેમ લોકવિજય નામના દ્વિતીય ઉદ્દેશાના રે ગણવત્તે ....” ઇત્યાદિ વચનથી પણ જિનપૂજાનું ગ્રહણ થતું નથી. માટે દેવબલ દ્વારા જિનપૂજાને અર્થદંડરૂપે કહી શકાશે નહિ, એ પ્રમાણે વ્યાખ્યાત થયું, અને તે જ કથનને સ્પષ્ટ કરતાં કહે છે –
દેવબલ દ્વારા કે પાપથી મુક્તિના આલંબન દ્વારા ભગવાનની પૂજાનો અર્થદંડરૂપે સ્વીકાર થતો નથી, અને જો ભગવાનની પૂજાને અર્થદંડરૂપે સ્વીકારવામાં આવે તો અનશન કે લોચાદિને પણ અર્થદંડરૂપે સ્વીકારવાની આપત્તિ આવે; કેમ કે અનશન કે લોચની ક્રિયા પણ આત્માને પીડા કરવારૂપ છે, તેથી કોઈને પણ પીડા કરવી તે હિંસાનું લક્ષણ છે, માટે સ્વરૂપથી અનશનાદિની પ્રવૃત્તિ પૂજાની જેમ જ સાવદ્ય છે. આમ છતાં પૂર્વપક્ષી જેમ શુભભાવનો હેતુ હોવાથી અનશનાદિને ધર્મ તરીકે સ્વીકારે છે, તેમ શુભભાવનો હેતુ હોવાથી પૂજા પણ ધર્મ છે. અને લોકવિજયના દ્વિતીય ઉદ્દેશામાં પણ આલોક અને પરલોક વિરુદ્ધ કૃત્યોને દંડસમાદાનરૂપે ગ્રહણ કર્યા છે, માટે એ સૂત્ર ભગવાનની પૂજાની નિંદા કરતું નથી, તેથી એ સૂત્રના બળથી ભગવાનની પૂજાને અર્થદંડરૂપે કહી શકાય નહિ.
લોકવિજય દ્વિતીય ઉદ્દેશાના સૂત્ર-૭૫ અને ૭૦માં કહેલ ‘સે મMવન્ને ..... સમણુનાળિજ્ઞાનો અર્થ આ પ્રમાણે છે –
ટીકા :
તથા વૃત્તિ –
'से अप्पबले' आत्मनो बलं शक्त्युपचय आत्मबलम्, तन्मे भावीति कृत्वा नानाविधैरुपायैरात्मपुष्टये तास्ताः क्रिया ऐहिकामुष्मिकोपघातकारिणीविधत्ते, तथाहि मांसेन पुष्यते मांस' इति कृत्वा पञ्चेन्द्रियघातादावपि प्रवर्त्ततेऽपराश्चालुम्पनादिकाः सूत्रेणैवाभिहिताः, एवं ज्ञातिबलं-स्वजनबलं मे भावीति तथा तन्मित्रबलं मे भविष्यति येनाहमापदं सुखेनैव निस्तरिष्यामि, तत्प्रेत्यबलं मे भविष्यतीति बस्त्यादिकमुपहन्ति तथा देवबलं मे भावीति पचनपाचनादिकाः क्रिया विधत्ते, राजबलं मे भविष्यतीति राजानमुपचरति, चौरा भागं दास्यन्तीति चौरानुपचरति अतिथिबलं वा मे भविष्यतीति अतिथिमुपचरति, अतिथिर्हि निःस्पृहोऽभिधीयत इति, उक्तं च‘तिथिः पर्वोत्सवाः सर्वे त्यक्ता येन महात्मना अतिथिं तं विजानीयाच्छेषमभ्यागतं विदुः' इति । एतदुक्तं भवतितबलार्थमपि प्राणिषु दण्डो न निःक्षेप्तव्यः, एवं कृपणश्रमणार्थमपि वाच्यमित्येवं पूर्वोक्तैर्विरूपरूपैर्नानाप्रकारैः पिण्डदानादिभिः कार्यदण्डसमादानमिति । दण्ड्यन्ते व्यापाद्यन्ते, प्राणिनो येन स दण्डस्तस्य सम्यगादानं ग्रहणं समादानम् । तदात्मबलादिकं मम नाभविष्यद्यद्यहमेतन्नाकरिष्यमित्येवं संप्रेक्षया पर्यालोचनया, एवं