________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૨
एवं खलु तस्स तप्पत्तियं सावज्ज ति आहिज्जइ” इति । यदि हि जिनप्रतिमापूजार्थोऽपि वधोऽत्राधिकः स्यात्, तदा-'जिणपडिमाहेउं जिणहेडं वा' इत्यप्यभणिष्यत् सूत्रकारः । ટીકાર્થ :- .
હિ. દિત્યસિદ્ધ =જો કુમતિ=લુંપાક, પૂજામાં હિંસા કહે છે, તો તે શું અનર્થદંડરૂપ છે કે અર્થદંડરૂપ છે? પ્રથમ પક્ષ=વિકલ્પ, યુક્ત નથી; કેમ કે પ્રયોજનરહિતપણાની અસિદ્ધિ છે અર્થાત્ પ્રયોજન છે.
ગજે. ચા વળી બીજા વિકલ્પમાં મૂળ શ્લોકમાં કહે છે - જો પ્રતિમાપૂજન ધમર્થ વધ હોય તો અર્થદંડ થાય=અર્થદંડપણાથી તેનો વ્યવહાર થવો જોઈએ.
રૂપાવાદ -... તકન અહીં પૂર્વપક્ષી કહે કે, અમને ઈષ્ટાપતિ છે, તો કહે છે – જો તે અર્થદંડ છે તો ભૂત, સાપ અને યક્ષ માટે જેમ દંડ કહેલ છે, તેની જેમ સૂયગડાંગમાં અર્થદંડાધિકારમાં કેમ કહેલ નથી ?
દિ તતૂર - આ તેનું સૂયગડાંગના અર્થદંડાધિકારનું, સૂત્ર છે – “મે. આદિન્નડું” કૃતિ 1 પ્રથમ દંડસમાદાનમાં આઠ દંડ માટે છે એમ કહેવાય છે. તે આ પ્રમાણે - કોઈ પુરુષ (૧) આત્મહેતુક, (૨) જ્ઞાતિeતુક, (૩) અગારહેતુક ઘરહેતુક, (૪) પરિવારહેતુક, (૫) મિત્રહેતુક, (૬) નાગહેતુક, (૭) ભૂતહેતુક કે (૮) યક્ષહેતુક તે દંડને ત્રસ અને સ્થાવર જીવોના પ્રાણો પર સ્વયં જ કરે અથવા બીજા પાસે કરાવે અથવા કરતા એવા બીજાની અનુમોદના કરે, એ પ્રમાણે તેને-તે પુરુષને, તત્યયિક તે દંડને આશ્રયીને, સાવધ છે, એ પ્રમાણે કહેવાય છે.
હિ. સૂત્રવર: જો જિનપ્રતિમાપૂજાથે પણ વધ અહીં=અર્થદંડમાં, અધિક હોત તો સૂત્રકાર જિનપ્રતિમાહેતુક કે જિનહેતુક (દંડ) એ પ્રમાણે પણ કહેત. ભાવાર્થ :
ભગવાનની પૂજા કરીને હું સંસારસાગરને તરું, એ પ્રકારના આશયથી શ્રાવક ભગવાનની પૂજા કરે છે, તેથી સંસારસાગરથી તરવાના પ્રયોજનથી શ્રાવક ભગવાનની પૂજા કરે છે માટે ભગવાનની પૂજા પ્રયોજનરહિત નથી; અને અનર્થદંડરૂપ હિંસા તે જ કહેવાય છે, જેમાં કોઈ પ્રયોજન ન હોય. તેથી ભગવાનની પૂજામાં થતી હિંસા અનર્થદંડરૂપ છે, એમ પ્રથમ વિકલ્પ ઉચિત નથી.
શ્લોક-૧રના કથનની પૂર્વભૂમિકારૂપે ટીકામાં પ્રથમ વિકલ્પ પાડ્યો કે, જો પૂજામાં ધર્માર્થ હિંસા હોય તો તે અર્થદંડરૂપ કે અનર્થદંડરૂપ એમ બે રીતે થઈ શકે, અને પૂજામાં ધર્માર્થ હિંસા અનર્થદંડરૂપ નથી, તે ટીકામાં બતાવીને હવે મૂળ શ્લોક-કરમાં તે અર્થદંડરૂપ નથી તે બતાવે છે – ત્યાં પ્રથમ કહે છે કે, જો પ્રતિમાઅર્ચન ધર્માર્થવધરૂપે હોય તો તેનો અર્થદંડરૂપે વ્યવહાર થવો જોઈએ. તેની સામે પૂર્વપક્ષી કહે કે, ખરેખર પૂજામાં અર્થદંડ ઇષ્ટ જ છે. તો તેનું નિરાકરણ શ્લોકના બીજા પાદમાં કરેલ છે, તે આ રીતે –