________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૨ જો ખરેખર ભગવાનની પૂજા અર્થદંડરૂપ હોય તો સૂયગડાંગના અર્થદંડાધિકારમાં જેમ આઠ અર્થદંડ કહ્યા છે, તેમ જિનપ્રતિમાહેતુક અને જિનહેતુક પણ અર્થદંડ કહેવા જોઈએ; પરંતુ સૂયગડાંગમાં જિનપ્રતિમાહેતુક અને જિનહેતુક અર્થદંડ કહ્યા નથી, માટે એને અર્થદંડ કહી શકાય નહિ.
અહીં પ્રશ્ન થાય કે, લુપાક જિનપ્રતિમા માટે કરાતા પૂજાદિ આરંભ-સમારંભને અર્થદંડરૂપે કહે છે, પરંતુ જિનહેતુક કયા આરંભ-સમારંભને તે અર્થદંડરૂપે કહે છે ? કે જેથી ગ્રંથકારશ્રીએ કહ્યું કે, જો જિનપ્રતિમાહેતુક અને જિનહેતુક અર્થદંડ હોય તો સૂયગડાંગમાં તે કહેવા જોઈએ ? તેનો આશય એ છે કે, ભગવાનની પૂજા અર્થે પુષ્પાદિનો આરંભ કરવામાં આવે છે તે જિનપ્રતિમાહેતુક અર્થદંડ છે, અને સાક્ષાત્ કોઈ જિન વિદ્યમાન હોય અને કોઈ અવિવેકી શ્રાવક ભક્તિના વશથી તેમના માટે આધાર્મિકાદિ કરીને તેમની ભક્તિ કરવાનો આશય કરે, અથવા તો તેમના આગમન વખતે આરંભ-સમારંભની પ્રવૃત્તિપૂર્વક દેશના સાંભળવા જાય તો તે સર્વ જિનહેતુક અર્થદંડ છે, તેમ લુપાક કહે છે.
પૂર્વમાં સ્થાપન કર્યું કે, સૂયગડાંગમાં અર્વાધિકારમાં જિનપ્રતિમાહેતુક અને જિનહેતુક અર્થદંડ બતાવેલ નથી, માટે ભગવાનની પૂજામાં અર્થદંડરૂપ આરંભ છે, તેમ કહી શકાય નહિ. તેની સામે રામદાસ વગેરે લંપાકના અનુયાયીના સમાધાનને સામે રાખીને શ્લોકના ત્રીજા અને ચોથા પાદનું ઉત્થાન કરે છે – ટીકા :__न च सर्वोऽप्यर्थदण्डो गृहस्थानामगारार्थ इत्यगारविषयकेच्छाप्रयोज्येच्छाया हेतोरुक्तशेषे सम्भवान न्यूनत्वमिति रामदासादिपामरोक्तं श्रद्धेयम्, एवं सति 'परिवारहेडं' इत्यादेराधिक्यापत्तेः, परिवाराद्यर्थस्यापि तत्त्वतो गृहार्थत्वादिति यत्किञ्चिदेतत् । अथाविवक्षात एव तदपाठ इत्यत आह-या खलु जैनमार्गविदिता हिंसा सा किं प्रसङ्गोद्भवं दोषं निहन्तुं वारयितुं स्फुटं नामग्राहं निषेध्या न स्यात् ? अपि तु स्यादेव, किंवत् ? आधार्मिकवत्, ટીકાર્ય :
ન ર સ .... ત્રિષ્યિવેતન્ અને સર્વ પણ અર્થદંડ ગૃહસ્થોને અગાર અર્થે છે, એથી કરીને ઉક્તશેષમાં=સૂયગડાંગમાં અર્થદંડાધિકારમાં જે અર્થદંડ બતાવ્યા તે બતાવાયેલાથી અવ્યમાં= જિનપ્રતિમાહેતુક અને જિમહેતુકરૂપ અત્યમાં, અગારવિષયક ઈચ્છાથી પ્રયોજ્ય ઈચ્છારૂપ હેતુનો સંભવ હોવાથી ચૂતપણું નથી=સૂયગડાંગ સૂત્રમાં અર્થદંડના સંગ્રહમાં ભૂતપણું નથી, એ પ્રકારે રામદાસ આદિ પામર વડે કહેવાયેલ શ્રદ્ધેય નથી; કેમ કે એ પ્રમાણે હોતે છતે પરિવારહેતુક ઇત્યાદિ અધિકપણાની=પરિવારહેતુક ઈત્યાદિ અધિક છે એમ સ્વીકારવાની, આપત્તિ છે; કેમ કે પરિવારાદિ અર્થનું પણ તત્વથી ગૃહાથપણું છે. જેથી કરીને આ=રામદાસાદિ પામરો વડે કહેવાયેલું, યત્કિંચિત્ છે.
ગઇ ..ગાદ - અહીં ‘ગળથી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે છે કે, અવિવેક્ષાથી જ તેનો=જિતપ્રતિમાહેતુક કે જિનહેતુક અર્થદંડનો, અપાઠ છે. એથી કરીને શ્લોકના ત્રીજા અને ચોથા પાદમાં ગ્રંથકારશ્રી કહે છે –