________________
પ્રતિમાશતક ભાગ-૩ | ોક-૧
- ફૂપદષ્ટાંતના પ્રસ્તુત સ્પષ્ટીકરણથી ફલિત થતો પદાર્થ - વિધિશુદ્ધ પૂજામાં બાહ્ય રીતે જે પુષ્પાદિની કિલામણા થાય છે, તે લેશ પણ કર્મબંધનું કારણ નથી, તેથી ત્યાં લેશ પણ હિંસા નથી. તેથી વિધિશુદ્ધ પૂજામાં હિંસા નહિ હોવાને કારણે પદષ્ટાંતથી તેની શુદ્ધિ થાય છે, તેમ કહી શકાય નહિ, માટે વિધિશુદ્ધ પૂજામાં કૂપદષ્ટાંતનું યોજન નથી. આમ છતાં, વિધિશુદ્ધ પૂજામાં પણ કૂપદૃષ્ટાંતનું યોજન કરવું હોય તો પંચાશક-૪/૧૦ની ટીકામાં કેચિત્કારે જે કહ્યું કે, જેમ કૂપખનનથી સ્વ-પરનો ઉપકાર થાય છે, તેમ દ્રવ્યસ્તવથી સ્વ-પરનો ઉપકાર થાય છે, એ રીતે કૂપદષ્ટાંત યોજવામાં કોઈ બાધ નથી.
વળી, પૂજાની ક્રિયા દરમ્યાન અજ્ઞાનને કારણે કે પ્રમાદને કારણે બાહ્યવિધિમાં કોઈ પણ ત્રુટિ હોય તો તે વિધિની ખામીકૃત કર્મબંધ થવો જોઈએ, આમ છતાં પૂજાકાળમાં ભક્તિની એકતાનતાનો પરિણામ વર્તતો હોય તો તે વિધિની ખામીકૃત કર્મબંધ પ્રતિબંધિત થઈ જાય છે, જેમ મંત્રવિશેષપૂર્વક મંત્રના જાપપૂર્વક, કોઈ કૂવો ખોદવાની ક્રિયા કરે તો કૂવો ખોદવાની ક્રિયાથી કાદવનો લેપ લાગતો નથી.
અશુદ્ધ પૂજા કરનાર વ્યક્તિ ભગવાનની ભક્તિમાં એક્તાન હોય તો તેના ઉપયોગમાં ભક્તિની એકતાનતારૂપ શુભ પરિણામ વિદ્યમાન છે તેમ વ્યવહારનય માને છે, અને તે વખતે જ અવિધિથી પ્રવૃત્તિ કરે છે તે અપેક્ષાએ, તેને અજ્ઞાનનો પરિણામ કે પ્રમાદનો પરિણામ પણ વિદ્યમાન છે તેમ પણ માને છે, તેથી શુભ અને અશુભ પરિણામનો મિશ્રભાવ વ્યવહારનય સ્વીકારે છે. આમ છતાં ભક્તિની એકતાનતાના કાળમાં વર્તતા અવિધિના પરિણામકૃત લેશ પણ કર્મબંધ થતો નથી, માટે નિશ્ચયનય ત્યાં શુભ ઉપયોગ માને છે, અશુભ ઉપયોગ માનતો નથી; કેમ કે જો શુભ ઉપયોગ સાથે અશુભ ઉપયોગનો મિશ્રભાવ હોય તો મિશ્ર કર્મબંધ થવો જોઈએ, પરંતુ જ્યારે અવિધિથી પૂજા થાય છે, ત્યારે પણ ભક્તિના પરિણામની પ્રબળતાને કારણે અવિધિકૃત કર્મબંધ પ્રતિબંધિત થઈ જાય છે. માટે વ્યવહારનયથી મિશ્રભાવ ફક્ત કથનમાત્રમાં ઉપયોગી છે, ફળની અપેક્ષાએ નિરર્થક છે. ફળ તો નિશ્ચયનયને માન્ય શુભ અધ્યવસાયથી જ પ્રાપ્ત થાય છે.
નિશ્ચયનય કહે છે કે, પૂજાકાળ દરમ્યાન કોઈ વ્યક્તિ ભક્તિમાં એકતાન હોય તો સંપૂર્ણ પૂજા દરમ્યાન એક શુભ અધ્યવસાય હોય છે, અને દીર્ઘકાળની પૂજામાં વચવચમાં કોઈ અશુભ અધ્યવસાયો થાય તો તત્કૃત કર્મબંધ પણ થાય છે, પરંતુ એક જ કાળમાં શુભ-અશુભભાવ બંને સાથે થઈ શકે નહિ. પરંતુ દીર્ઘકાળની પૂજામાં જે કાળમાં અશુભ ભાવ હોય ત્યારે શુભભાવ હોતો નથી, અને જે કાળમાં શુભભાવ હોય ત્યારે અશુભ ભાવ હોતો નથી, તેથી જે વખતે જેવો ભાવ તે પ્રમાણે જ કર્મબંધ થાય છે. જો પૂજામાં અશુભ ભાવ થયા પછી પણ ભક્તિનો શુભ ભાવ પાછળથી ઉત્કર્ષવાળો થાય, તો અશુભ ભાવથી થયેલો કર્મબંધ પણ ઉત્તરના શુભભાવથી નાશ થઈ શકે છે; અને પૂજાની દીર્ઘકાળની ક્રિયામાં અશુભ ભાવની પ્રબળતા હોય અને શુભ ભાવ કદાચ ક્યારેક થતો હોય તોપણ તે દુર્બળ હોય, તો તે ક્રિયા અપ્રધાન દ્રવ્યસ્તવરૂપ છે. આ પ્રકારનું સ્પષ્ટીકરણ કૂપદૃષ્ટાંત વિશદીકરણ ગ્રંથથી થાય છે. આવા