________________
૧૪
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧ કાળ કરી ગયા છે, તેઓ અત્યારે પુરાતન નથી પરંતુ ૫૦૦/૧૦૦૦ વર્ષ પછી તેઓ પુરાતન તરીકે ઉલ્લેખ પામવાના છે, તેથી પુરાતન આચાર્યો એ અવસ્થિત પદાર્થ નથી. તેથી જેમ અત્યારે કોઈક આચાર્ય કોઈ સૂત્રનો અર્થ કરતા હોય, અને તે અર્થ શાસ્ત્રની પંક્તિ સાથે બેસતો ન હોય તો તેમના વચનમાં શંકા કરીને જેમ પૂછવામાં આવે કે, કયા શાસ્ત્રવચનોના બળથી તમે આવો અર્થ કરો છો ? અને તેમના વચનમાં શાસ્ત્રવચન અને યુક્તિનું બળ મળે તો જ સ્વીકારવામાં આવે છે; તેમ પૂર્વના આચાર્યો પણ જે કાંઈ કહી ગયા છે, તેમના તે વચનની પરીક્ષા કરીને, જો તેમના વચનને શાસ્ત્રવચન કે યુક્તિનું બળ મળતું હોય, તો જ સ્વીકારવું ઉચિત છે. તેથી પુરાતન આચાર્યોનાં કહેલાં કથનોની પરીક્ષા કર્યા વગર કોણ વિચારક રુચિ કરે ? અર્થાત્ કોઈ વિચારક રુચિ ન કરે, એ પ્રકારનું સિદ્ધસેનીયઢાત્રિશિકા-ક/પના કથનનું તાત્પર્ય છે.
આવશ્યકનિયુક્તિમાં કૂપદષ્ટાંતનું કથન છે એ પ્રાચીન કથન છે, અને એ પ્રાચીન કથનમાં પ્રાચીનત્વ છે; અને પ્રસ્તુત શ્લોક-૧૦/૬૧માં કૂપદષ્ટાંતનું પરીક્ષા કરીને સમ્યગુ યોજન ગ્રંથકારશ્રીએ કર્યું, તે નવીન કથન છે, અને તે નવીન કથનમાં નવીનત્વ છે. સ્થૂલથી તે બે કથનો પરસ્પર વિરુદ્ધ દેખાય છે, તોપણ પરસ્પર વિરુદ્ધ નથી; કેમ કે તે તે તાત્પર્યના ભેદથી પ્રાચીનોનું કથન છે, અને તે તે તાત્પર્યના ભેદથી નવીનોનું કથન છે. તેથી તે તે તાત્પર્યના ભેદથી અનેકાંતગર્ભિત પ્રાચીનો અને નવીનોનું કથન છે, માટે પ્રાચીનોના કથનને મિથ્યા માનવાનો અતિપ્રસંગ નથી, અને પ્રાચીનોએ જે કહ્યું તે પ્રમાણે જ નવીનોને કહેવાનો અતિપ્રસંગ નથી.
અહીં પ્રાચીનોના કથનમાં અને નવીનોના કથનમાં તાત્પર્યભેદ આ રીતે છે –
પ્રાચીનોએ આવશ્યકનિર્યુક્તિમાં ભાવસ્તવને બહુગુણવાળો સ્થાપન કરવા માટે પ્રયત્ન કર્યો અને તેથી કહ્યું કે કૃમ્ન સંયમીઓ પુષ્પાદિને ઇચ્છતા નથી. તેથી પ્રશ્ન થયો કે, તો પછી દ્રવ્યસ્તવ અનાદેય છે. તેના સમાધાનરૂપે પ્રાચીનોએ આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું કે, મલિનારંભી એવા ગૃહસ્થને કૂપદષ્ટાંતથી દ્રવ્યસ્તવ ઉપાદેય છે. તેથી આવશ્યકનિયુક્તિમાં દ્રવ્યસ્તવની માત્ર ઉપાદેયતા સ્થાપન કરવાનો આશય હતો, અને દ્રવ્યસ્તવ કઈ રીતે ઉપાદેય છે, તે બતાવવા માટે કૂપદષ્ટાંતના યોજનાનું તાત્પર્ય હતું, અને પૂ. અભયદેવસૂરિ મહારાજનું પણ તાત્પર્ય દ્રવ્યસ્તવમાં યોજાયેલા કૂપદષ્ટાંતનું જ સ્પષ્ટીકરણ કરવાનું હતું, પરંતુ કયા દ્રવ્યસ્તવમાં કૂપદષ્ટાંતનું યોજન કરવાનું છે અને કયા દ્રવ્યસ્તવમાં યોજન કરવાનું નથી, તેવું તાત્પર્ય સામે રાખીને તેઓએ ત્યાં લખાણ કર્યું નથી. જ્યારે તેઓના કથનને વાંચીને અને પંચાશકના ૪/૪ર ના કથનને વાંચીને ગ્રંથકારશ્રીને પ્રશ્ન થયો કે, આ કૂપદૃષ્ટાંતનું શુદ્ધ પૂજામાં યોજન થઈ શકતું નથી, તેથી ખરેખર દ્રવ્યસ્તવમાં જે કૂપદષ્ટાંતનું કથન છે, તેનું પારમાર્થિક તાત્પર્ય શું છે ? માટે કૂપદષ્ટાંતનું યોજન ક્યાં કરવું અને ક્યાં ન કરવું, એ પ્રકારના તાત્પર્યથી નવીન એવા પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ કૂપદૃષ્ટાંતનું સ્પષ્ટીકરણ કરેલ છે. તેથી તેમના વચનથી પ્રાચીનોના કથનને મિથ્યા માનવાનો અતિપ્રસંગ નથી, અને પ્રાચીનોનું કથન સમ્યગુ હોય તો પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ પણ તેમ જ કહેવું જોઈએ, એમ માનવાનો પણ અતિપ્રસંગ આવતો નથી; કેમ કે પ્રાચીનોથી ભિન્ન તાત્પર્યમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ કૂપદષ્ટાંતનું રહસ્ય ખોલ્યું છે, અને તેથી પ્રાચીનોના તાત્પર્યને હાનિ પહોંચતી નથી.