________________
પ્રતિમાશતક ભાગ-૩/ શ્લોક-૧
આ કથનથી એ ફલિત થયું કે, પૂ. ઉપાધ્યાયજી મહારાજ સાહેબે શ્લોક-૧૦માં કૂપદષ્ટાંતને શુદ્ધ પૂજામાં નિર્વિષય કહેલ તે વ્યવહારનયને સામે રાખીને જ કહેલ છે; કેમ કે જો શુદ્ધ પૂજામાં કૂપદષ્ટાંતને તે રીતે યોજવામાં આવે તો ચારિત્રમાં પણ કૂપદૃષ્ટાંતના યોજનની આપત્તિ આવે. પરંતુ ચારિત્રમાં શાસ્ત્રકારોએ કૂપદષ્ટાંતને યોક્યું નથી, તેથી શુદ્ધ પૂજામાં ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજાને કૂપદષ્ટાંત યોજવું ઉચિત લાગતું નથી. આમ છતાં કોઈક નૈગમનયથી તેને શુદ્ધ પૂજામાં યોજે તો દોષ નથી, તેમ કહેવું છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે, વિધિના વૈગુણ્યથી જ દ્રવ્યસ્તવમાં દૂષણ છે એવું નથી. પરંતુ કોઈ જીવ વ્યુત્પન્ન હોય અને વિધિતત્પર પણ હોય એવો જીવ પૂજા માટે સ્નાનાદિની ક્રિયા કરે છે, ત્યાં તેને ચિત્તમાં આરંભ લાગે છે=“હું આરંભની ક્રિયા કરું છું,” એવો ચિત્તમાં પ્રતિભાસ થાય છે, તેથી સ્નાનાદિની ક્રિયા આરંભક્રિયા છે, તત્કૃત દ્રવ્યસ્તવમાં દૂષણ છે. તેના નિરાકરણ માટે કહે છે –
સ્નાનાદિવિષયક આરંભ ચિત્તમાં લાગે છે, એ પ્રકારે આભિમાનિક આરંભદોષ અધિકારીને સંગત નથી; કેમ કે અભિમાન એ ભાવદોષ છે.
અહીં અભિમાનથી અહંકાર સમજવાનો નથી, પરંતુ સ્નાનાદિમાં હું આરંભની ક્રિયા કરું છું, એવી જાતનો પરિણામ=માન્યતા, એ ભાવદોષ છે.
આશય એ છે કે, પૂજાનો અધિકારી સમ્યગ્દષ્ટિ એવો મલિનારંભી છે. તે સમ્યગ્દષ્ટિ હોવાથી જાણે છે કે, ભગવાનની આજ્ઞા છે કે, મલિનારંભીએ વિધિપૂર્વક સ્નાન કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ. તેથી સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે કે, સ્નાનમાં પણ ભગવાનની આજ્ઞા છે, અને જ્યાં ભગવાનની આજ્ઞા હોય તે પ્રવૃત્તિમાં આરંભ હોય નહિ, પરંતુ તે પ્રવૃત્તિ નિર્જરાના કારણરૂપ હોય. તેથી સ્નાનાદિમાં આરંભ છે, એ પ્રકારે તેને ચિત્તમાં લાગતું નથી. આથી જ આભિમાનિક આરંભદોષ અધિકારીને સંગત નથી; કેમ કે અભિમાન એ મિથ્યાત્વના ઉદયકૃત ભાવદોષ છે.
કોઈ જીવ શાસ્ત્રીય પદાર્થથી અજાણ હોય, અને તેને લાગે કે સામાયિકાદિમાં કોઈ આરંભની ક્રિયા નથી, અને પૂજાની ક્રિયામાં જે સ્નાન કરવામાં આવે છે કે પુષ્પાદિને તોડવામાં આવે છે તે આરંભ છે. આ પ્રકારનો ચિત્તમાં આભિમાનિક પરિણામ તેને થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે, આ આભિમાનિક આરંભદોષ એ મિથ્યાત્વના ઉદયથી થયેલો ભાવદોષ છે તેથી સમ્યગ્દષ્ટિને એ સંભવે નહિ.
અહીં પ્રશ્ન થાય કે, ફૂપદષ્ટાંતથી પૂજાનું ભાવન કરેલ છે, ત્યાં દ્રવ્યસ્તવમાં જે દોષ કહ્યો, તે કયો દોષ સંભવે ? તેથી કહે છે – દ્રવ્યરૂપ જ અલ્પ દોષનું ઇષ્ટપણું છે.
આશય એ છે કે, ભગવાનની પૂજામાં તત્પર થયેલો સમ્યગ્દષ્ટિ આત્મા, ભગવાનની પૂજા આરંભરૂપ છે એ પ્રકારનો વિપર્યયરૂપ ભાવદોષ કરે નહિ, અને તેણે ભગવાનની પૂજામાં તન્મયતાને પ્રાપ્ત કરેલ હોય. આમ છતાં યતનામાં પ્રમાદને કારણે બાહ્ય આચરણાની ખામીરૂપ કોઈ દોષ કરે તો તે દ્રવ્યદોષ ભગવાનની પૂજાથી થયેલા શુભભાવ દ્વારા નાશ પામે છે, અને ભગવાનની પૂજામાં તન્મયતા પ્રાપ્ત ન થઈ હોય તો