________________
કષાયો અને વિષે
- વિવેચન—આ ગાથામાં બીજા કષાયનું દુશીલપણું બતાવવામાં આવ્યું છે. તે સમજીને કઈ ડાહ્યા માણસે એક-બે ઘડી પણ માનને તક ન આપવી. તેનાં કારણે નીચે આપવામાં આવે છે. ડહાપણનું લક્ષણ જે કરીએ તે વિચારીને કરવામાં છે. એમાં જે માનને સમજી લઈએ, તે તેને બે ઘડી પણ તક આપવી ન ઘટે..
શ્રુતજ્ઞાન, શીલ અને વિનયને એ દૂષણ આપનાર છે. જ્ઞાનને જે દૂષણ લગાડે તેવું હોય, અથવા શીલ (શુભ આચરણ)ને દેષ લગાડનાર હોય અને જે ધર્મનું મૂળ વિનય ગુણ ગણાય છે, તેને પણ દૂષણ લગાડનાર હોય તેને નાશ કરે. શ્રુતજ્ઞાનને જ મદ ચઢે અથવા શીલ માટે માણસ અભિમાન કરે કે વિનય માટે મહત્તા બતાવે-આવા મામને કહ્યું ડાહ્યો માણસ એક-બે ઘડી પણ તક આપે ? માન એવી વસ્તુ છે કે, સારા જ્ઞાન જેવા ગુણને પણ અપવિત્ર કરે છે અને શુભ આચરણમય શીલને પણ ખરાબ કરે છે અને ધર્મના મૂળ જેવા વિનયને માટે પણ અભિમાન દાખવે છે. એવા માનને કર્યો ડાહ્યો માણસ, બે ઘડી કાળ માટે પણ, તક આપે? અપિતુ ન જ આપે. જે જ્ઞાન કે શીલ કે વિનયનું પણ અભિમાન થતું હોય તે, એને કેઈ ડાહ્યા માણસે સ્થાન આપવું ને ઘટે. આવી રીતે જ્ઞાની, શીલવાન કે વિનયી મનુષ્યને પણ દૂષણ આપનાર કે તેને ગર્વ કરનાર માનને આપણે એક સમય કે બે ઘડી પણ તક ન આપી શકીએ. આપવા જઈએ તે તણાઈ જઈએ અને બૂરી ગતિ થાય.
વળી તેનું બીજું પણ કારણ છે. એ અર્થ અને કામને અને મને વિન કરનાર છે. કહેવાની મતલબ એ છે કે, જ્ઞાનને, સારી ચાલચલગતને અને ધર્મના મૂળ વિનયને જે દૂષણ આપનાર છે અને ધર્મ, અર્થ, કામ જેવા પુરુષાર્થને પણ અડચણ કરનાર છે, તેવા માનને સમજુ માણસ એક-બે ઘડી પણ અવકાશ ન આપે. હવે પછી જોયું જશે કે પડશે તેવા દેવાશે–એવી વૃત્તિ માનના સંબંધમાં રાખવા લાયક નથી. માટે એને તે ઉચાળે ભરાવવો.
મહત–બે ઘડી, આ ગ્રંથ લખાય ત્યારનું સાધન છે. મુહર્તાને બદલે અત્યારે મિનિટ કે સેકંડ ગણાય છે. કહેવાનો મતલબ માનને જરા પણ અવકાશ ન આપવાની છે.
વિકેટલાક એને અર્થ વિન્ન કરનાર તરીકે માનને ગણીને તેને ભાવ ધર્મ અર્થ ઉપર લાવવા પ્રયત્ન કરે છે, તે અર્થ બિનજરૂરી છે. અર્થ સીધે, સરળ અને બેસે તે હોય, ત્યાં મરડી મચડીને અર્થ કર નહિ. ધર્મ, અર્થ, કામ સાધવામાં માન વિન કરે છે. એ અર્થ કરવામાં પણ વાંધો નથી. કહેવાને આશય એ છે કે, કારણને લઈને માન ન કરવા યોગ્ય છે (૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org