________________
કષા અને વિષય
૧૭૯ ત્યાં સુધી તે ઉપદેશ પામેલાને તેઓ ભગવાને અથવા સ્થવિર પાસે મોકલતા હતા પણ આ ખરાબ તબિયતમાં તેમની કેઈએ સારસંભાળ ન લીધી એટલે નવા ઉપદેશ પામેલાને તેઓએ દીક્ષા આપી અને તે જ વખતે ભરત ચક્રવર્તીએ આદીશ્વર ભગવાનને પશ્ન કર્યો કે તેમની પર્ષદામાં કઈ આ વીશીને તીર્થકર થનાર છવ હોય તે તેને તેઓ નમે અને ઘટતું માનસન્માન આપે. ત્યારે તેના પુત્રને (ભરતને પુત્રને) ઉદ્દેશીને જણાવ્યું કે એને જીવ આ વીશીમાં થનાર વીશ તીર્થંકર હયાત છે અને પિતાના સાધુવર્ગમાં જ મોજૂદ છે. એટલે ભરત ચક્રવતી ઊઠયા અને પોતાના પુત્રને વંદન કરી જણાવ્યું કે તેની વર્તમાન દશાને અંગે પિતે તેને નમતા નથી, પણ ભાવિ વશમાં તીર્થકર તરીકે તેને નમે છે. - ભરત તે ગયા. પછી એમના જવા પછી મરિચી ખૂબ નાઓ. પિતાના દાદા પ્રથમ તીર્થકર, પિતાના પિતા પ્રથમ ચક્રવતી અને પોતે પણ વિશમા તીર્થંકર થશે, એટલે પિતાનું કુળ ઘણું ઉચ્ચ છે એમ બોલી હર્ષમાં આવી જઈ પિતાના કુળની પ્રશંસા કરી અને નાચ્યા. એ વખતે કુળમદ કરવાથી એમણે અતિ આકરું કર્મ બાંધ્યું. એને પરિણામે એક કડાકોડી સાગરોપમને કાળ તેઓ સંસારમાં રખડવા. આ કુળમદનું પરિણામ થયું અને મોક્ષમાં જવાને ગ્ય જીવ એક કડાકોડી સાગરોપમકાળ સંસારમાં રગદોળાયે, રખડ્યો અને અનેક નીચ ગતિએ ગયે. આ કુળમદનું કેવું પરિણામ આવે છે અને સંસાર કે વધે છે તે સમજી સારા કે ખરાબ કોઈ પણ માણસે પિતે અમુક કુળને છે તેવી મેટાઈ હાંકવી નહિ, બડાશ કરવી નહિ.
- કલમદ–પિતાને વંશ તે “કુળ” કહેવાય. મારા બાપદાદા કે વડીલે ઉત્તમ હતા, હું ઉત્તમકુળને છું એવું અભિમાન કરવું કે બોલી બતાવવું તે. સારા માણસના અલંકારે તેનું ચારિત્ર છે, તેને બહારના વડીલનાં ઘરેણાંથી કાંઈ વધારે થવાનું નથી. અને જેનું જીવન સદ્વર્તન વગરનું હોય તે બાપદાદા કે કુળને નામે ચરી ખાય તે અયોગ્ય છે, તેમાં બાપદાદાનું નામ આવતું જ નથી. તે લઈ તે નામે ચરી ખાવાને તેને પ્રયત્ન બાલિશ છે. (૮૪). રૂપમદ
कः शुक्रशोणितसमुद्भवस्य सततं चयापचयिकस्य ।
रोगजरापाश्रयिणो मदावकाशोऽस्ति रूपस्य ॥८५॥ અર્થ– પિતાના શુક્ર અને માતાને શેણિતના સંગથી પેદા થયેલા, વધઘટની ક્રિયા જેમાં સતત ચાલ્યા કરે છે એવા, અને રેગ તેમ જ ઘડપણના ઘર જેવા રૂપની બાબતમાં અભિમાન કરવાને કર્યો અવકાશ છે? (૮૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org