________________
પ્રકરણ ૪થું : આચાર આ તે અત્યાર સુધી વૈરાગ્યની અને રાગદ્વેષેએ ઉત્પન્ન કરેલા કક્ષાની વાત થઈ અને ખાસ કરીને વિષયે અને કષાને અંકુશમાં રાખવાની જરૂરિયાત પર અનેક પ્રકારે ભાર મૂકવામાં આવ્યું અને તે સંસારની રખડપટ્ટીના ખરેખરાં કારણો હોઈ તેમને નિયમમાં રાખવાનાં અનેક કારણે અને રસ્તાઓ બતાવ્યા પણ એ સર્વ સૈદ્ધાતિક વાત થઈ. એને બરાબર અમલ કરવા માટે “આચાર’ નામનું પ્રકરણ શરૂ કરે છે. - આસન્નઉપકારી શ્રી મહાવીર સ્વામીએ પાંચમા ગણધર સુધર્માને કહ્યું કે હું એવું છું કે સાધુએ આ પ્રમાણે આચાર પાળ જોઈએ અને ગૃહસ્થોએ બને તેટલું તેને અનુસરવું જોઈએ. એને માટે ખાસ આચારાંગસૂત્ર નામના પ્રથમ સૂત્રની ગણધર શ્રી સુધમાંએ રચના કરી. આ સૂત્ર ૩જો વા, વિમેરૂ વા અને પુરૂ થવા એ ત્રિપદી–ત્રણ પદ–ઉપર રચાયેલું છે અને હાલ પણ અનેક રીતે છપાઈ ગયું છે. શેઠ લાલભાઈએ પોતાના ટ્રસ્ટના ધોરણ અનુસારે છપાવ્યું છે અને તે માટે શેઠ લાલભાઈના ટ્રસ્ટીઓ આપણે સર્વને આભાર દર્શાવે છે. પ્રેફેસર હર્મન જે કેબીએ તેનું અંગ્રેજીમાં ભાષાંતર બેબે સંસ્કૃત સીરીઝમાં છપાવ્યું છે અને સંતબાલ નામના સ્થાનકવાસી મુનિએ એનું ગુજરાતી ભાષાંતર છપાવ્યું છે. તે ઉપરાંત તે અગત્યના સૂત્રગ્રંથને અનેક રીતે વિદ્વાનેએ મુદ્રિત કર્યો છે અને ચર્ચે છે. એ આચારાંગસૂત્રમાં કેવો વિષય આવે છે અને તેને કેવી રીતે ચર્ચવામાં આવ્યું છે તે ગ્રંથકારે પિતે દર્શાવ્યું છે, તેને યોગ્ય સ્થળે વિચારવામાં આવશે. આચારના પાંચ પ્રકાર છે : જ્ઞાનસંબંધી આચરણ–ક્રિયાને જ્ઞાનાચાર સંજ્ઞા આપવામાં આવેલ છે. દર્શનસંબંધી આસ્થાનાં કારણેને દશનાચાર કહેવામાં આવે છે, જ્યારે ચરક્રિયાના
ને ચારિત્રાચાર કહેવાય છે. છ પ્રકારનાં બાહ્ય તપ અને છ આત્યંતર તપને તપાચારની સંજ્ઞા અપાય છે. અને પિતાની શક્તિ પ્રમાણે ક્રિયા કરવાની હકીક્તને વીર્યાચાર કહેવામાં આવે છે. આ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારમાં આખા જૈન આચાર સમાવેશ પામે છે અને સાધુને હુકમ અને નિયમ છે કે આ પથે આચાર બરાબર જેવા મહાવીરસ્વામીએ કહ્યા છે અને સુધર્મા ગણધરે આચારાંગસૂત્રમાં ગૂંચ્યા છે તે પ્રમાણે પિતાનું વર્તન ચલાવવું અને શ્રાવકે બની શકે તેટલી તેની અનુસરણું કરવી. એટલે બનતા સુધી એ પાંચે આચારને બહલાવવા સાધુઓએ, મુનિઓએ તે એને અનુસરીને જ આચાર પાળવાને છે અને તેટલા માટે જૈન ધર્મમાં સાધુને મુખ્ય વંદનીય સ્થાન છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org