________________
પ્રકરણ ૧૩ મું : ધ્યાન
શીલાંગ સમજ્યા પછી હવે આગળ પ્રગતિ કરવા ધર્મધ્યાન અને તેના પિટભેદો, બતાવે છે. ' ઉપમિતિભવપ્રપંચ કથામાં પુંડરીક પ્રસ્તાવ આઠમામાં ગુરુમહારાજને સવાલ કરે છે કે આખા જૈન દર્શનને સાર શું છે? ત્યાં ગુરુમહારાજ જવાબ આપે છે, તેને સાર ધ્યાનયોગ છે. હવે ધ્યાનના પ્રકારે પૈકી શુકલધ્યાનને આ કાળમાં યોગ થઈ શકતે નથી, કારણ કે તવોચ શરીર પ્રાણીને આ કાળમાં હોતું નથી, તેથી સારા ધ્યાનમાં તે ધર્મધ્યાન ઉપર જ આધાર રાખવાનું હોય છે. આ પ્રકરણમાં તે ધ્યાન અને તેના પેટા વિભાગની વિચારણા કરવાની હોઈ, આપણે તેની વિવેચના કરવા અત્ર ન રકાતાં તેની સામાન્ય પ્રસ્તાવના કરીશું.
અહીં પ્રાથમિક હકીકત તરીકે જણાવવું જોઈએ કે ધ્યાનના બે પ્રકાર છેઃ સારું ધ્યાન (સદુધ્યાન) અને ખરાબ ધ્યાન (દુર્ગાન). આમાં ધર્મધ્યાન નામના ધ્યાનની આ પ્રકરણમાં વિચારણા કરેલ હોવાથી અત્ર દુર્થોનને વિચારી જઈએ.
આખા જૈન શાસનને સાર હોવાથી આ સ્થાન ઉપર જૈન ગ્રંથોમાં ખૂબ વિગતવાર લખવામાં આવેલ છે. અહીં તે તેને ઘણે ઓછો ભાવ લખેલ છે, પણ તે અત્યંત પ્રૌઢ વિષય છે અને ખૂબ સમજવા જેવું છે. પ્રથમ દુર્ગાન, અપધ્યાન કે ખરાબ ધ્યાનમાં આધ્યાન અને રૌદ્રધ્યાન સમજવાનાં છે.
આ પ્રત્યેક દુર્ગાનના ચાર ચાર પ્રકાર છે, તે પ્રસ્તુત હોઈ આપણે જોઈ જઈએ.
અનિષ્ટસંગ નામને આધ્યાનને પ્રથમ પ્રકાર છે. આપણને ન ગમે તેવી વસ્તુ કે વ્યક્તિઓ સાથે સંયોગ થઈ જાય, આપણને જેનું બેસવું કે વર્તન ન ગમે તેવા માણસો સાથે સંગ થઈ જાય, બૈરી વંઠેલ હોય કે પુત્ર ઉડાઉ કે આજ્ઞાપી હોય, પુત્રીને સારો વર મળતું ન હોય કે કરચાકર વઢવાડિયા કે શેઠના અવર્ણવાદ બોલનારા મળે, નાતજાત કે સગાંસંબંધીમાં આપણે વિચારમેળ જ ન લાગે, કે મિત્રોમાં આપણી અવગણના કે મશ્કરી થાય, આપણને ઘરમાં ફરનીચર કઘાટું કે મેળ વગરનું મળે અથવા આપણને ન ગમે તેવી વસ્તુ મળે, કાં તે તેને ભેટો થાય કાં તે આપણે ખરીદી લાવીએ તે નકામી અથવા આપણને અનિષ્ટ કરનારી નીવડે, આપણે જેની સાથે મેળ ન ખાય તેવા માણસે મળે કે ઘેર આનંદ લેવા માટે માણસ આવે છે તેને બદલે તેને ત્યાં ઉકળાટ કે પરિતાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org