________________
૬૪૮
પ્રશમરતિ વિવેચન સહિત ધ્યાન કર્મોને બાળવા સમર્થ છે. અને તપ સાથે પ્રથમ અને સંવર ભળે ત્યારે પુષ્ટ થયેલે ધ્યાનાગ્નિ પ્રાણીનાં કર્મો તે બાળી શકે છે, પણ એ પરકૃત કર્મો કેમ બાળે? તે વાત મારી સમજણમાં આવી નથી. .
કદાચ આ અર્થ પ્રશંસારૂપે હોય. તે પિતાનાં તે શું, પણ પારકાનાં કરેલાં કર્મોને બાળવા સમર્થ થાય છે, એ મોટો મહિમા ધ્યાનાગ્નિને છે. બાકી જ્યાં સુધી હું કર્મને સિદ્ધાંત સમજુ છું ત્યાં સુધી પારકાનાં કરેલાં કર્મો આ પ્રાણ હઠાવી શકે કે બાળી શકે એ કોઈ પણ માર્ગ નથી. મૂળમાં એવો કોઈ પણ શબ્દ નથી. મારે મતે દયાનાગ્નિથી પરકૃત કર્મ બાળવાં શક્ય નથી. મને આ બાબત ટીકાકારની આલંકારિક લાગે છે. તત્વ કેવળીગમ્ય છે. ધ્યાન અગ્નિ જેવું કામ કેવી રીતે કરે છે તે એકવાર તમે સમજી લે અને પછી સાથે જ્યારે સમતા-પ્રશમ હોય અને નવા કર્મો આડે સંવર હોય, ત્યારે તે બને ધ્યાનાગ્નિમાં ઘી રેડવાનું કામ કરે છે. એક તે બધાં બંધનેને એકઠાં કરી ખડકવામાં આવ્યા હોય અને તેની ઉપર તપ, પ્રશમ અને સંવરનું ઘી છાંટવામાં આવે પછી એ અગ્નિ કેટલે વધે તે કલ્પનામાં આવે તેમ છે. કલ્પનાને જોર આપવું. અહીં અગ્નિ તે ધ્યાનાનલ સમજે, આ રૂપક સમજવા જેવું છે. (૨૬૪) ક્ષપકશ્રેણિએ કરેલ ધ્યાનાગ્નિનું ર–
क्षपकश्रेणिमुपगतः स समर्थः सर्वकर्मिणां कम।
क्षपयितुमेको यदि कर्मसंक्रमः स्यात् परकृतस्य ॥२६५।। અર્થ-જ્યારે પ્રાણી ક્ષપકશ્રેણીને આદરે છે ત્યારે બધાં પ્રાણીઓનાં કર્મ જ તેનામાં સંક્રમ થઈ શકતાં હોય તે તે સર્વને ખપાવવાને શક્તિશાળી થાય છે. (૨૬૫)
વિવરણ –ક્ષપકશ્રેણે આદરનાર કેટલે મોટો ધ્યાનાગ્નિ સળગાવે છે તેનું વિશેષ વર્ણન કરે છે.
ક્ષપકશ્રેણિ–જે ક્ષપકશ્રેણી બારમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે તે નસીબદાર પ્રાણીને મળે છે. તેને ધ્યાનાગ્નિ કે બળવાન હોય છે તેનું અત્ર વર્ણન કરે છે.
અનેક પ્રાણીઓ જે કર્મો કરે છે, પછી ભલે તે પારકાં કરેલાં હોય, તેમને જે તેનામાં સંક્રમ થતું હોય તે તેને ધ્યાનાગ્નિ એ બધાં કર્મોને બાળી નાંખવા શક્તિમાન થાય છે. તે પિતાનાં કર્મોને તે બાળી મૂકે, પણ જે બીજાનાં કર્મો તેનામાં સંક્રમતાં હોય તે તેમને પણ બાળી મૂકવા તેને ધ્યાનાગ્નિ સમર્થ થાય છે. આ જૈન શૈલી પ્રમાણેની વાત છે. પાણુ બીજાનાં કરેલાં કર્મોને સંક્રમ પિતામાં થઈ શક્તા નથી, એ જાણીતી વાત છે. પિતે ફરેલાં કર્મને તે પિતે જ ભેગવવાં પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org