________________
૬૬૦
પ્રશમરતિ વિવેચન સહિત જેઓ આળસમાં કે શરમમાં પડી આ લાભ લેતા નથી તેઓ અંતે હેરાન થાય છે. હેરાનગતિ જેમ શારીરિક હોય છે તેમ માનસિક પણ હોય છે. માનસિક હેરાનગતિ શારીરિક હેરાનગતિ જેટલી જ રખડાવનારી હોય છે. માટે એવી માનસિક તકલીફ કે શંકા-કુશંકાને સ્થાન ન આપતાં સમજવું કે માઉપકારી પુરાએ આ ન્યાયસંમત ધર્મ પ્રરૂપે છે, તેમાંની કોઈ વાત ન સમજાય તે વગર સંકેચે તેને નિકાલ કરવો.
સમુદુઘાતને માટે દંડક પ્રકરણમાં નવમું દ્વાર છે, તેમાં જણાવે છે કે “બે પ્રકારના સમુદુઘાત છે. તેમાં એક તે આત્માને જે વેદનાદિકે પ્રાબલ્ય કરી ઘાત થાય તે જીવ સંબંધી સમુદ્દઘાત જાણુ. તે સાત પ્રકારનો છે. તેમાં એક વેદના સમુદ્દઘાત, બીજે કષાયસમુદ્રઘાત, ત્રીજે મરણસમુઘાત, ચોથે વૈક્રિયસમુઘાત, પાંચમો તેજસૂસમુદ્દઘાત, છઠ્ઠો આહારસમુદ્દઘાત અને સાતમો કેવળીસમુદ્દઘાત. તે કેવળ સમુદ્રઘાત ચૌદ રાજલક વ્યાપ્ત, આઠ સમયને જાણ. એ સાત પ્રકારે આત્માના પ્રદેશ શરીરમાંથી બહાર નીકળે છે, માટે એને જીવસમુદ્રઘાત કહીએ. બીજા અજીવસમુદ્દઘાતનું કાંઈ અહીં કારણ નથી, માટે તેનું લક્ષણ કહ્યું નથી. એ સાત સમુદ્રઘાત માંહેલા જે દંડકે જેટલા સમુદ્રઘાત હોય, તે તે દંડકે તેટલા કહેવા તે નવમું સમુદ્રઘાત દ્વારા જાણવું.”
આ પ્રમાણે દંડકમાં પ્રાથમિક વિવેચન પૃ. ૧૭ ઉપર છે. હું સમુદ્દઘાત શબ્દને સ્ત્રીલિંગમાં વાપરતે હતું, તેથી મને થયું કે એ ગ્રંથના પ્રકટ કરનાર કચ્છી હોઈ લિંગવ્યત્યય કર્યો હશે, પણ આશ્ચર્ય થશે કે પાઈઅસદ્દમણ જતાં સમુદ્રઘાત શબ્દ લગ છે એમ પૃ. ૧૦૯૨ ઉપરથી જણાયું. હવે આ પ્રકરણમાં હું સમુદ્દઘાતને પુલ્લિગમાંનરજાતિમાં વાપરીશ.
આપણને સમજાવવામાં આવે છે કે જેનાથી આત્મા શરીરની બહાર નીકળે તે સમુદુધાત કહેવાય અને અચિત્ત મહાસકંધની વાત બાજુએ રાખતાં સાત પ્રસંગે એ વાત બને છે. આ સાત પ્રસંગે ઉપર જણાવ્યા.
આપણે કેવળી સમુદ્રઘાતને યોગના ઉત્કૃષ્ટ અંગ તરીકે સમજાવે છે. તે પહેલાં દંડકપ્રકરણના કર્તા સમુદ્રઘાતને અંગે શું કહે છે તે જોઈ લઈએ. મનુષ્યને સાતે સમુદ્રઘાત હોય છે એમ પંદરમી ગાથાના ઉત્તરાર્ધમાં જણાવી દંડક પ્રકરણના ર્તા આગળ સોળમી ગાથામાં કહે છે કે “વેદના, કષાય, મરણ, વૈક્રિય, તેજસ્, આહારક અને કેવળી સમુદ્ધાત એ સાતે સમુઘાતે મનુષ્યને હોય છે. ” સત્તરમી ગાથામાં ત્યાર પછી જણાવે છે કે :
એકેન્દ્રિયને કેવળી, તેજસ્ અને આહારક વિના ચાર સમુઘાત હોય છે અને વાઉકાય સિવાયના એકેન્દ્રિય જીને પૈક્રિય સિવાય વેદના, કષાય અને મરણ એ ત્રણ સમુદ્રઘાત હોય છે અને તે જ ત્રણ સમુદ્યા વિકસેન્દ્રિયને હોય છે અને સંજ્ઞી પંચેન્દ્રિય ગર્ભજ : મનુષ્યને સાતે સમુદ્રઘાત હોય. આ એથે વાત કહી.” અઢારમી ગાથામાં જણાવે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org