________________
ઉપસંહાર
૭૨૩ જૈનશાસન છે. તમે કોઈ પણ સવાલ કરે તેને સુસંગત અને ન્યાયના નિયમને અનુસરનારે નિર્ણય આપનાર આ શાસન છે. તમે બીજે ગમે ત્યાં જેશે તે અનેક ગોટાળા દેખાશે, પણ અહીં તે એક સરખી વાત પરસ્પર વિરોધ કર્યા વગર તમને મળશે, અથવા તમે નિર્ણય પર આવે તે પ્રકાશ પડશે. આ જૈન શાસનની મહત્તા બતાવનારું બીજું વિશેષણ થયું.
ગુણસિદ્ધિ–ક્ષમા, આર્જવ, માર્દવ, બ્રહ્મચર્ય વગેરે ગુણની પ્રાપ્તિ કરાવનાર બધાં સાધન તમને અહીં મળે તેમ છે. તેને વેગમાર્ગ જુઓ કે તેની ક્રિયાઓ તપાસે, તમને તેનાં સર્વ સાધને અહીં મળી આવશે. માટે તમારે ગુણનિષ્પત્તિ કરવી હોય તે તેને અનુસરે. આ જૈન શાસનનું ત્રીજું વિશેષણ થયું.
ધન–પૈસા જેવું. જેમ પૈસા પિતે ખવાતા નથી, પણ તે બીજી વસ્તુને ખરીદી લાવે છે, તેમ ગુણપ્રાપ્તિની સિદ્ધિને ખરીદે તેવું આ જૈનશાસન ખરું ધન છે.
અહલ્લાસન–તીર્થકર મહારાજે પ્રતિપાદન કરેલું આ જૈનશાસન. તે કેવું છે તે ઉપર ત્રણ વિશેષણે વર્ણવ્યું છે.
જયતિ–વિજયવંત વતે છે, જ્ય પામે છે. કારણે તેનાં વિશેષણમાં જણાવાઈ ગયાં છે.
આના ઉપર વધારે વિવેચનની આવશ્યકતા નથી. જૈનશાસન શા માટે જયવંતુ વતે છે તે છેલ્લા કલેકમાં બતાવવામાં આવ્યું છે. આવી રીતે એકવીશ પ્રકરણે આ પ્રશમરતિ ગ્રંથ પૂરે થાય છે.
કઈ પણ કારણ વગર મેં પ્રકરણે સગવડતા ખાતર પાડ્યા છે. પણ ગ્રંથ અપૂર્વ છે તે માટે જુઓ ઉપઘાત. એને શબ્દ શબ્દ ગળે ઉતારી પચાવવા યંગ્ય છે. અને તેને એક અક્ષર પણ લખવા ખાતર લખાયે નથી, અનુસરવા ખાતર લખાયેલું છે અને તેને આપણે જીવી શકીએ એવી યોજનાથી કર્તાએ એ મહત્ત્વના વિચારે ભવિષ્યની પ્રજાના લાભ માટે લખ્યા છે. ઈતિ. (૩૧૪)
છે દત્યુલંદા રમ્
॥ समाप्तोऽय प्रशमरतिम्रन्थः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org