________________
૭૨૨
પ્રશમરતિ વિવેચન સહિત કે એવું ઠેકાણા કે મેળ વગરનું કાંઈ કોઈ પણ જગાએ આ ગ્રંથમાં લખાઈ ગયું હોય તે સમજુ વિદ્વાને તે સુધારી લેવું. આ જાતની ક્ષમાયાચના એ લેખકની મહત્તા બતાવે છે.
પુત્ર—દીકરાના અપરાધ તરફ પિતા હંમેશા લાગણીથી જુએ છે અને બાપ માફી બક્ષે છે, તેમ મારા તરફ કૃપા કરી તે સર્વ દરગુજર કરશે, મટું મન અને પ્રેમ રાખી તેને માફ કરશે. આ વધારે નમ્રતા બતાવે છે અને લેખક પિતાને પુત્ર જેવો ગણવા વાચકોને કહે ત્યારે તે નમ્રતાની હદ થઈ જાય છે. જે લેખકનું પ્રત્યેક વાક્ય દોરવણી આપનાર છે, તેને દીકરા થઈ જવું પડે એ અકથ્ય છે, પણ લેખકની શોભામાં તે વધારે કરે છે. અપરાધને અર્થ ટીકાકારે વિનાશ કર્યો છે. તે મને બેસતું નથી. અપરાધને અર્થ હું ગુને કરું છું.
મર્ષયિતવ્ય-માફ કરવું. સહન કરવું. જે છંદ, વ્યાકરણ કે આગમને ગ્ય ન લાગે તેવી ભૂલ મારા ઉલ્લેખમાં થઈ ગઈ હોય, અજાણતાં પણ થઈ હોય તે ડાહ્યા માણસે તે સહન કરી લેવી અને સુધારીને વાંચવું. જો કે આવી ભૂલ જડતી નથી, કોઈએ બતાવી નથી, પણ લેખક ગ્રંથકર્તા આવી અજાણ ભૂલ માટે પણ માફી માગે છે. આ લેખકની નમ્રતા અને વિશાળતા બતાવે છે. લેખક પિતે આગમ વિરુદ્ધ કાંઈ લખાઈ જાય નહિ તેને માટે ખૂબ ચીવટ રાખનાર છે, છતાં કોઈ ભૂલ થઈ હોય કે ધારણમાં આવે તે તે માટે માફી માગે છે. (૩૧૩) જૈન શાસન પ્રત્યે કર્તાને પ્રેમ
सर्वसुखमूलबीज सर्वार्थविनिश्चयप्रकाशकरम् ।
सर्वगुणसिद्धिसाधनधनमर्हच्छासन जयति ॥३१४॥ અર્થ–સર્વ સુખોનું મૂળ બીજ (કારણ), સર્વે પ્રકારના નિશ્ચય(નિર્ણ)ને પ્રકાશ કરનાર અને સર્વ પ્રકારના ગુણની સિદ્ધિના ધન જેવું સાધન અહંતનું શાસન જયવંતુ વતે છે. (૩૧૪)
વિવરણ–આ છેલી ગાથામાં જૈનશાસન શા કારણે કેવું વતે છે તે બતાવી તેને વિજય કર્તા ઈચ્છે છે.
બીજ–બી. સર્વ સુખનું મૂળ કારણ – બીજ જૈન શાસનમાં છે. એ બીને વાવવાથી એનાં ફળમાં સુખ સુખ અને સુખ જ ઊગે છે. આવા જૈન શાસનને અનુસરવાની આડકતરી પ્રેરણ છે.
વિનિશ્ચય કઈ પ્રકારનો નિર્ણય કરવો હોય તે તે માટે તે પ્રકાશ આપે છે. પરસ્પર વિરોધી ભાવ વગરનું, એકસરખું, બુદ્ધિને ગમ્ય અને ન્યાયના નિયમે નિર્ણય આપનાર અથવા તે પર નિર્ણય પર આવી શકાય તે પ્રકાશ પાડનાર આ તાર્કિક સિદ્ધાંત
ગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org