Book Title: Prashamrati Prakaran
Author(s): Umaswati, Umaswami, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 743
________________ પ્રશમરતિ વિવેચન સાહત ગુણ-સારા મુદ્દા, સારી વાત. આને સજજન માણસો જાણે છે. તેઓની ઘણી સૂક્ષમ નજર હોય છે. તેઓ ગ્રંથમાંથી સારા મુદ્દાઓને પણ જાણે છે એવું સજજન પુરુષનું લક્ષણ છે. દોષ–-તેમ જ એમાં ખરાબ મુદ્દા, દે, ભૂલ ક્યાં ક્યાં થયેલ છે તે પણ જાણે છે. આવા સજ્જન પુરુષે તે નિર્લેપ હોય છે. તેઓના અપાર જ્ઞાનથી તેએ ગ્રંથમાંથી સારા અને ખરાબ મુદ્દાઓને બરાબર પકડી પાડે છે. તેઓની સામ્યદષ્ટિએ સારા મુદ્દા અને ખરાબ મુદ્દા બને આવે છે. તેવા સજજન પુરુષોએ શું કરવું તે વિજ્ઞપ્તિ રૂપે કહે છે. ઉત્સ--છેડી દઈને. સજજન પુરુષોને વિનતિ છે કે તેઓએ ખરાબ મુદ્દાઓ આ ગ્રંથમાં આવી ગયા હોય તેમને છોડી દેવા ને ગ્રંથના તે વિભાગ પર દુર્લક્ષ બતાવવું. આ એક જાતની ક્ષમાયાચના છે. આવા પ્રશમના ગ્રંથમાં તે ખરાબ મુદ્દો શું હોય, પણ કદાચ હોય, આવી ગયું હોય, તે સજજન પુરુષોએ ખરાબ મુદ્દાની દરકાર ન કરતાં તેને તજી દે. માફી માગવાની અને પિતાની નમ્રતા બતાવવાની આ એક રીત છે. ગુણલવ-સારા અને એક લેશ ભાગ પણ ગાય કે બળદના પૂછડામાં બાલ થાય છે, તે નકામા છે, તેને પણ લવ કહેવામાં આવે છે. આ આખા ગ્રંથમાં એક લેશ માત્ર પણ સારે મુદ્દો હોય તેને પકડી લે. સજજનને સારા કે ખરાબ કોઈ પણ મુદ્દા | સૂઝે, પણ આ ગ્રંથકર્તાની વિનંતી છે કે તેમણે ખરાબ મુદ્દાને ત્યાગ કરી સાધારણ લેશમાત્ર પણ સારે મુદ્દો હોય તે પકડી લે. આટલી વિનંતી સારા માણસોને, સજજનેને કરી. સર્વ પ્રાણીઓને જે વિનંતી કરે છે તેને હવે આપણે વિચારીએ. સર્વ––સાધુ અને ગૃહસ્થ, સર્વ શબ્દ ઈરાદાપૂર્વક સમજીને ગ્રંથકર્તાએ વાપર્યો છે. સંસારને ત્યાગ જે કરી શક્યા ન હોય, તેમણે પણ ત્યાગીની પેઠે પ્રશમસુખ પ્રાપ્ત કરવા યત્ન કરો. યતિતવ્ય --પ્રયત્ન કરવો. એ સુખ મળી જ જશે એમ માનવું નહિ, પણ પ્રયાસ કરીને તેને મેળવવું. આપણે જેમ પૈસા કે વસ્તુ મેળવવા પ્રયાસ કરીએ છીએ તેમ પ્રશમસુખ મેળવવા પૂરતી ચીવટ રાખી પ્રયાસ કરવો. એવ––ો તમારે અનંત સુખ મેળવવું હોય તે તે માટે જ પ્રશમસુખ મેળવવા પ્રયત્ન કરવા જેવું છે. પ્રયત્ન કરવાથી તે મળશે જ એમ ન સમજવું, પણ તમે મેગ્ય માગે છે એટલું તે સદૈવ ધ્યાનમાં રાખવું. અને આ સલાહ લેખકે સાધુ – યતિ તેમ જ સંસારી ગૃહસ્થ સર્વને એકસરખી રીતે આપેલ છે, એ લક્ષમાં રાખી સર્વ પ્રાણીઓએ આ પ્રશમસુખ પ્રાપ્ત કરવા યત્ન કર. (૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 741 742 743 744 745 746 747 748 749