Book Title: Prashamrati Prakaran
Author(s): Umaswati, Umaswami, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 744
________________ ઉપસંહાર ૭૨૧ સામાન્ય માફી– यञ्चासमंजसमिह छन्दःशब्दसमयार्थतो मयाऽभिहितम् । पुत्रापराधवत्तन्मर्षयितव्यं बुधेः सर्वम् ॥३१३॥ અર્થ–-છંદશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર અને જૈનશાસ્ત્રથી ઊલટું મારાથી બોલાઈ ગયું હોય તે બાળકના – પિતાના છોકરાના અપરાધની જેમ સમજુ વિદ્વાનેએ તેને માફ કરવું, એવી મારી વિજ્ઞપ્તિ છે. (૩૧૩) વિવેચન--આ ગાથામાં સામાન્ય માફી (apology) ગ્રંથકર્તાએ માગી છે, તે તેમની નમ્રતા બતાવે છે. ભૂલ ત્રણ પ્રકારની થવાનો સંભવ છે તે આપણે જોઈએ. છંદ--આ પ્રથમ પ્રકારની ભૂલની સંભાવના છે. છંદશાસ્ત્ર પ્રમાણે જેટલી માત્રા આ પ્રત્યેક છંદમાં એટલે ગાથામાં હોવી જોઈએ તેનાથી વધારે કે ઓછી થઈ હોય, કઈ જગાએ છંદશા અને નિયમ જળવા ન હોય તે તે માટે પ્રથમ માફી આપવી, એવી ગ્રંથકર્તાની માગણી છે. આવી ભૂલ જડી તે નથી, તેમ જ કેઈએ બતાવી પણ નથી; પણું આવી રીતે ક્ષમા માગવી એ ગ્રંથકર્તાની ઉદારતા બતાવે છે. આવી રીતે ભાવાર્થ સાથે માત્રામેળ રાખ મુકેલ છે. પણ હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી છંદશાસ્ત્રને કઈ પણ ભંગ ગ્રંથકર્તાએ કર્યો નથી અને કર્યો છે એવું કોઈએ બતાવ્યું નથી. મારી નજરે છંદશાસ્ત્રને કોઈ ભંગ જેવામાં આવ્યું નથી. એ ગ્રંથકર્તાનું સિદ્ધ કવિત્વ-કવિપણું બતાવે છે. આ પ્રથમ થતી ક્ષતિને અંગે વાર્તા થઈ. શબ્દ--વ્યાકરણ. વ્યાકરણના અનેક નિયમો છે. વ્યંજન સંધિ, સ્વરસંધિ, વિસસંધિ, કારક કે સમાસને કોઈ ભંગ થઈ ગયું હોય કે વ્યાકરણના નિયમ પ્રમાણે બીજે જ કાળ વાપર્યો હોય તે તેને માટે બીજી ક્ષમા માગી છે. સમાસને કે કાળને કેઈ નિયમ ગ્રંથકર્તાઓ રચનાને અંગે ભગ્ન કર્યો હોય તેવું લાગતું નથી, છતાં અતિ નમ્રતાએ લેખક માફી માગે છે કે શબ્દશાસ્ત્રના કેઈ પણ નિયમને ભંગ થઈ ગયું હોય તે તે બદલ ક્ષમા કરજે. સમય-મૂળ આગમ, સિદ્ધાંત. આ ત્રીજી બાબત ઘણી અગત્યની છે. અંદર ઘણું ઘણું લખાણ થયું. તેમાંથી બધી વાત ગ્રંથકર્તાએ શાસ્ત્ર – આગમ અને સિદ્ધાંતને અનુસાર લખેલી છે, પણ સમજફેરને કારણે કે ગફલતીથી શાસ્ત્ર - આગમ વિરુદ્ધ કાંઈ આડું અવળું લખાયું હોય તે સમજુએ તે સુધારી લેવું. અસમંજસ--અસંગત, મેળ ન ખાય તેવું, અવ્યવસ્થિત, ઢંગધડા વગરનું. આવું કાંઈ લેખકે લખ્યું હોય તેમ લાગતું નથી, પણ સભ્યતાની ખાતર લેખક-ગ્રંથકર્તા કહે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 742 743 744 745 746 747 748 749