________________
૬૯૬
પ્રશમરતિ વિવેચન સહિત એટલે આ મુનિ રસ્તાસર છે અને જરૂર થડા વખતમાં મેક્ષ પામનાર છે. જો કે કેટલાક એવા સંઘયણ, મને બળ વગેરેને કારણે તે તુરત મોક્ષે ન જાય, તે પણ એ સીધે રસ્તે હેઈ, મેક્ષમાગે હોઈ, થડા વખતમાં મેક્ષમાં જનાર છે. વાત એ છે કે જે વિષયકષાયને ત્યાગ કરે, યતિધર્મો સેવે અને ગ્ય ક્રિયા કરે તે કદાચ અહીંથી સીધે મેક્ષે ન જાય, તે પણ બહુ થોડા કાળમાં અનંત સુખને પ્રાપ્ત કરવાને છે, એવી એણે ખાતરી રાખવી. માટે જરાપણ નાસીપાસ ન થતાં આ ગ્રંથમાં બતાવેલી બાબતે વિચારે તેને અમલ કરવો અને તે દ્વારા પિતાનું સારું થવાનું છે એની ખાતરી રાખવી.
કેટલાક બાહ્ય ક્રિયા કરનાર મુનિને વિચાર થાય કે આ સર્વનું ફળ શું? એને સધિયારે આપતાં કહે છે કે એમને પણ નજીકના ભવિષ્યમાં સારું થવાનું છે અને દુઃખને અને અટામણને અંત આવનાર છે એમ તેમણે જરૂર માનવું.
આ દિલાસે અને ખાતરી જ્યારે આધાર રાખવાલાયક સ્થાનેથી મળતી હોય ત્યારે ઘણી સૂચક અને પ્રેરક થઈ પડે છે અને મુનિ પોતાના કામમાં રાચે છે અને તે માટે ઉદ્યમ કરે છે. આ પ્રેરક હકીક્ત ધ્યાનમાં રાખી આદર્શને તે મુનિએ જરૂર વળગી રહેવું અને તેને પ્રાપ્ત કરવા જરૂર પ્રયત્ન કરે અને નિરંતર આશા રાખવી કે પિતે સાચા રસ્તા પર છે.
આદર્શની વાત કરીએ છીએ ત્યારે કહેવું જોઈએ કે તુરતમાં લાભ મળે તેમ ન લાગતું હોય તેણે પણ આદર્શ તે સારા અને અત્ર બતાવવામાં આવ્યું છે તે રાખ. તેનાથી તાત્કાલિક મોક્ષ ન મળે તે પણ તે રીતસરની વાત હોઈ તે મોક્ષની નજીક પ્રાણને લઈ આવે છે. આ હકીકત બહુ સારી રીતે કર્તા જ પિતાના શબ્દોમાં કહે છે. તેથી તેને સમજવા અને અનુસરવા પ્રયત્ન કરીએ. જ્ઞાન અને ધ્યાનમાં મોટો સમય– પૂર્વને કાળ—પણ મુનિઓ ગાળતા હતા અને પસાર કરતા હતા. અત્યારે તે એવડા મોટા સમયને સવાલ જ નથી. આ યુગમાં આ સંઘયણથી મનુષ્ય બહુ તે સો વરસ જીવે, તેમાં પણ અનેક વ્યાધિની, બાળપણની અને ઘડપણની ચિંતા. ઘણું તે બાલ્યકાળમાં જ ગુજરી જાય છે. સો વરસમાં બાલ્ય અને ઘડપણને સમય નકામે જતાં બાકી ઘણુ ઓછાં વર્ષો રહે છે, તેટલા વર્ષ તે સપાટામાં ચાલ્યા જાય છે. ધ્યાન-તપ સાધવું હોય અને મોક્ષ પ્રાપ્ત કરેલ હોય તે તેવી જોગવાઈ અત્યારે થોડાં વર્ષમાં થઈ જાય છે.
તેથી અનેક મુનિને મોક્ષ ન મળી આવે, તે તેમણે ગભરાવાનું નથી. તેઓ આ પુસ્તકમાં બતાવેલ રસ્તે કામ લેશે તે, તત્કાળમાં નહિ તે આવતા બે ભવમાં મેક્ષ મેળવશે અને દરમ્યાન તેઓ સાચે રસ્તે ચડી ગયા છે એટલે સુખ ભેગવશે. આ સંતેષ કાંઈ જે તે નથી. બાકી તેઓ કે આનંદ ભેગવવાના છે અને કેવું સુખી જીવન વહન કરવાના છે તે આપણે ગ્રંથકર્તાના પિતાના જ શબ્દોમાં જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org