________________
પ્રકરણ ૧૯ મું : મુનિને
હવે છ કલેક મુનિને ઉદ્દેશીને ગ્રંથકારે લખ્યા છે, તે વિચારીએ. આ ગ્રંથમાં જેવો ત્યાગ બતાવ્યો છે, જે યોગ સાધવાને રસ્તે બતાવ્યો છે, જે કષાય-વિષયત્યાગ બતાવ્યું છે, જેવા યતિધર્મો બતાવ્યા છે તે ન બને, પણ પિતે મિક્ષની ઈચ્છા રાખે તે પણ લાભ છે, તે આ પ્રકરણમાં બતાવશે.
કેટલાક પ્રાણીને અત્ર બતાવેલી વાતને અમલ કરવાનું ન સૂઝે, ન બને અથવા તેવા ત્યાગ માટે પોતે પૂરતે તૈયાર ન હોય, તેને માટે આ દૂરનું દૃષ્ટિબિંદુ હેય, તે પણ તે યોગ્ય છે, તે આ પ્રકરણમાં આવશે.
તેઓએ પણ નાસીપાસ કે નારાજ થઈ જવા જેવું નથી. તેઓને એમ થાય કે આવું મોટું કામ તે અમારાથી થઈ શકે નહિ, તેઓએ પણ નાસીપાસ થવું નહિ.
જે તેઓને રસ્તે સારે અને સાચે હોય તે તેઓને આદર્શ બરાબર હોવાથી તેઓ વહેલામેડા એ આદર્શો પહોંચશે. તેઓએ આદર્શ છોડી દે નહિ. તેઓને માટે પણ ભવિષ્ય સારું છે. તેઓએ પોતાને આદર્શ તે બરાબર રાખવો અને સંપૂર્ણ ન બને તે તે માર્ગે બને તેટલું પ્રયાણ તે કરવું.
ઘણીવાર એમ લાગે છે કે જેઓ સર્વથા ઉપદેશ પ્રમાણે વર્તન કરનારા હોય છે તેઓને માટે તે આ ઉપદેશ સારે છે, પણ જેઓ તે પ્રમાણે વર્તન ન કરી શકે તે મુનિએ તે સંસારથી પણ દૂર જાય છે અને ત્યાગભાવથી પણ દૂર જાય છે અને તેમની સ્થિતિ તે દેબીના કૂતરાની પેઠે “ન ઘરને અને ન ઘાટને” એવી થઈ જાય છે. એટલે, તેઓ તે “ન મળ્યા રામ અને ન મળી માયા” એમ બન્નેમાંથી જાય છે. ન એમને મોક્ષ મળે અને ન સંસારમાં તેઓ રાણી માણી શકે. આ વાતને અને જવાનું કે તરતમાં એવા મુનિને મોક્ષ તે ન મળે, પણ એ માટે એણે મૂંઝાવાનું નથી. એ સદ્ગતિ અને દેવાદિકની કદ્ધિ પામે છે અને થોડા વખતમાં એને મેક્ષ જરૂર થાય છે. એટલે આદર્શ સુંદર રાખનારને તુરતમાં કદાચ મેક્ષ ન મળે, તે પણ તેણે ગભરાવાનું કારણ નથી. એ સાચે રસ્તે છે એટલે અંતે એ મોક્ષ જરૂર પામવાને એમ બહળતાથી કહી શકાય. સન્ક્રિયાના કેઈ ભાગને કરનારને માટે આ ઘણી આશ્વાસન લેવા જેવી હકીકત છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org