________________
પ્રકરણ ૨૦મું : ગૃહસ્થને
આપણામાંના ઘણા મુનિ – યતિ થઈ શકતા નથી, સંસારનો ત્યાગ કરી શકતા નથી, પણ અત્ર મતાન્યે તેવે સારે માર્ગ ગ્રહણ કરે છે. તે રસ્તે જરા લાંખે છે, પણ રસ્તે તેમને માટે પણ છે. હેમચ'દ્રાચાર્ય' જ્યારે જાણ્યું કે તેના ઘણા ભવ પછી પણ મેાક્ષ થવાના છે, ત્યારે તેઓ નારાજ ન થયા પણ હસ્યા, રાજી થયા. તેએએ જાણ્યું કે કુમારપાળ તે અઢાર ભવે મેક્ષે જશે અને પેાતાને જે આંખલીના ઝાડ નીચે પાતે ઊભા હતા, તેનાં પાંદડાંની સંખ્યા જેટલા ભવ કરવા પડશે, ત્યારે આંબલીના ઝાડના પાંદડાની માટી સંખ્યાથી તેને ગ્લાનિ ન થઈ, પણ એટલા ભવની આખરે પણ પેાતાના માક્ષ થશે એ વિચારથી તેમને આનંદ થયા. અનેક રીતે સુંદર વન ચલાવવાના માર્ગો સમજુ જ્ઞાનીએએ બતાવ્યા છે. પોતાને અનુકૂળ હોય તે માગ પકડી લેવા, પ્રથમ તેની ચેષ ચલાવવી અને પછી સારા માર્ગોનુસાર વર્તન કરવું.
*
‘મન્હ જિણાણુ`'ની સજ્ઝાયમાં પર્વદિવસે કેવી કેવી ક્રિયા કરવી તે બતાવ્યું છે, આચારાપદેશમાં અનેક વિગત આપી છે. આચારદિનકૃત્ય અને હેમચંદ્રાચાયના યાગ શાસ્ત્રમાં પણ તેની વિગતા ખતાવી છે. તમને તે ધર્મશાસ્ત્રમાં ઠામ ઠામ મળશે. વાત એ છે કે પેાતાની ઇચ્છાનુસાર વર્તન ન રાખવું અને અન્ય મહાપુરુષોએ દોરવણી આપી હોય તે પ્રમાણે પેાતાથી બને તેટલા પ્રયાસ કરવે. આ પ્રશમરતિ ગ્રંથમાં પણ અનેક માગ ખતાવ્યા છે. આ ચાલુ પ્રકરણમાં જરૂરી માર્ગો બતાવ્યા છે, તેવા ગૃહસ્થી – શ્રાવક થવું અને તેવા શ્રાવક થવામાં સંકોચ ન રાખવે. આ જીવનમાં પૌદ્ગલિક ગમે તેટલી સુખસગવડ મળે તેમાં રાચી ન જતાં તેમાં સ્થાયી સુખ કોને અને કથારે મળે તે વિચારવું અને પેાતાને ફાવે તેવા માર્ગને પોતે ઉપાડી લેવે, પણ તે સ્વીકાર્યાં પછી તેને ચીવટથી વળગી રહેવું.
બાકી, દુનિયા કમી કહે કે ન કહે – તે સામે નજર ન રાખવી, દુનિયાની નજરે ક માણસ હાય છે તે કેટલીક વાર ધર્મદ્રષ્ટિએ પતિત હોય છે. દુનિયા તા પૈસા પેઢા કરનારને અને તેમાં વધારા કરનારને કરમી કહેશે, પણ ધર્મદૃષ્ટિ જુદી છે; ધર્મ અને ભારે કરમી માને છે. માટે સાચું સુખ મેળવવું હોય તે વ્યવહારુ – દુનિયાદારીની દૃષ્ટિથી લેવાઈ ન જવું અને અહીંનાં માન – પ્રતિષ્ઠા તા ઘણા અલ્પકાલીન છે. સ્થાયી સુખ જ્યાં મળે ત્યાં ચિત્તને ચેાડવું, વતનને વાળવું. બાકી તો અનેક આવ્યા ને અનેક ગયા. મધુ અધારું છે, સર્વ નકામું છે. પેાતાનું કલ્યાણ સાધવું તે કતવ્ય છે,
પ્ર. ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org