Book Title: Prashamrati Prakaran
Author(s): Umaswati, Umaswami, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 734
________________ હાથને ૧ પ્રયત-આદરપૂર્વક કરનાર, પ્રયત્ન કરનાર, પિતાની શક્તિ હોય તેટલે તેને માટે પ્રયત્ન કરનાર અને શક્તિને ગોપવ્યા વગર પ્રયત્ન કરનાર, તેને પિતાનું કર્તવ્ય ગણનાર. પૂજા–પાંચ પ્રકારની, આઠ પ્રકારની, સત્તર પ્રકારની, વિશ પ્રકારની, એકવીશ પ્રકારની, એકસે આ પ્રકારની પૂજા કરનાર. આ પૂજાના પ્રકારો અત્ર શેઠા બતાવ્યા છે. વિસ્તારની રુચિ હોય તેણે દેવવંદનભાષ્યથી અને બીજા વિધિગ્રંથથી જાણવા. ગધ–સુગંધીવાળા પદાર્થોની એક પૂળ એકવીશપ્રકારી પૂજામાં આવે છે. એવી સારી ગંધવાળા પદાર્થોથી પૂજા તે ગધપૂજા. માલ્યમાળા. ફૂલેની સરસ માળા બનાવવી. આ અષ્ટપ્રકારી, એકવીશપ્રકારી પૂજામાં આવે. નિરાંતે પુષ્પ વીણી તેની શોભતી માળા બનાવવી એ આ પૂજાને વિષય છે. અધિવાસ—આના બે અર્થ થાય છે. ખુશબેને અધિવાસ કહેવામાં આવે છે. એ અર્થ લેતાં ગંધપૂજાનું પુનરાવર્તન થાય છે. અધિવાસ એટલે નિવાસ, ઉપાશ્રય અથવા ધર્મક્રિયા કરવાનું સ્થાન. સંબંધ જોતાં આ અર્થ ઘટતું નથી. આ અર્થ લાગે છે, પણ સંબંધ જતાં બરાબર નથી. ટીકાકારે તે અર્થ પસાર કરી દીધું છે. સુગંધી દ્રવ્ય એ અર્થ કરેલ મેં જે છે, પણ આ અધિકારમાં તે મને બેઠો નથી. ધૂપ–સા દશાંગ ધૂપ કે અગરવાટને ધૂપ કરવો તે પૂજા માટે બહુ સુંદર છે અને એ કરનારના ચિત્તને પણ પાવન કરે છે. - પ્રદીપ–દી. દેરાસરમાં ધીરે દી કરી, ફાનસમાં રાખવાથી ખૂબ આહલાદ થાય છે અને તે કરવાગ્યે કરણી છે. આ વગેરે અનેક પ્રકારની પૂજા વિધિમાં બતાવી છે, તે કરવા તરફ તેનું ચિત્ત લાગેલું હોય અને પૂજા કરે ત્યારે તપ બની પ્રભુના ગુણેને રસાસ્વાદ કરે અને પિતામાં તે ગુણે પ્રચ્છન્ન છે તેને બહાર લાવવા પ્રયત્ન કરે. (૩૦૬) ગૃહસ્થને વિશેષ પરિચય– પ્રશમતિનિમિત્તે કિનગુસપુગનવન્દનામિત છે. संलेखनां च काले योगेनाराध्य सुविशुद्धाम् ॥३०७॥ અર્થ–સમતાના સુખને દરરોજ તે (ગૃહસ્થ) તર રહે છે, તીર્થંકર મહારાજ અને ગુરુ મહારાજ તથા સાધુ પુરુષને નમવાને હંમેશા તત્પર રહે છે, સંલેખન એગ્ય કાળે કરે છે અને મન વચન કાયાના યેગથી કરે છે અને શાસ્ત્રોક્ત રીતિએ કરે છે. (૩૦૭) વિવરણ-૩૦૩માં જે ગૃહસ્થનું વર્ણન શરૂ કર્યું છે તેમાં વધારે વણને આ ગાથામાં કરે છે. • પ્રશમ–ઉપશમ, શાંતિ. તમે એ શ્રાવકને જુએ ત્યારે તે શાંતરસમાં પડવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749