________________
૭૧૪
પ્રશમરતિ વિવેચન સહિત બારમા દેવલેકને એક ઈંદ્ર છે. સર્વને સાથે ગણતાં ઉપરના બાવન, બે જોતિષના અને દશ વૈમાનિકના મળી કુલ ચોસઠ ઇંદ્ર થાય છે.
સામાનિક–સામાનિક દેવતાની પણ અતુલ્ય ઋદ્ધિ હોય છે. આ ગૃહસ્થ ઈંદ્રપણું કે સામાનિદેવપણું પામે છે, એમ આ વાતને વિસ્તાર છે.
આવું ઉદાર સ્થાન પ્રાપ્ત કરીને ત્યાંનાં સર્વ સુખે બીજે ભવે ભગવે છે. આ બીજો ભવ તેને મળે ત્યાર પછી તે આગળ શું કરે તે ૩૦લ્મી ગાથામાં કહેશે.
આવી જાતનું સુખ તે સ્થાનને અનુરૂપ છે. ગૃહસ્થ તે સુખ મેળવવા પ્રયત્ન કરતે નથી, પણ સ્થાનના પ્રભાવે તે તેને જરૂર મળે છે.
- નરલોકન-મનુષ્યલેક. આ ખાસ દુર્લભ વસ્તુ છે. મનુષ્યભવ પ્રાપ્ત કરે તે દશ દષ્ટાંત દુર્લભ છે. આપણે અગાઉ દશ દષ્ટાંત પર વિવેચન કરી ગયા છીએ. એ દશ દાખલાએ દુર્લભ એ મનુષ્યભવ આ ગૃહસ્થને મળે છે.
સવગુણસંપદ-- superman થાય છે. એ દુનિયામાં મોટાપણું પ્રાપ્ત કરે છે અને ખાસ કરીને ઉચ્ચ જીવન જીવે છે. પ્રામાણિક વર્તન કરી એ જીવે છે અને વિશુદ્ધતર જીવનને એ પિતાના કેન્દ્રસ્થાને રાખે છે. આવી હૃદયવિકાસની સંપત્તિ મળવી અને મનુષ્યભવ મળ મહા મુશ્કેલ છે. ઘણું તે એવા સરસ મનુષ્યભવને એશઆરામમાં અને આળસમાં નિરર્થક બનાવે છે, પણ આપણે સદરહુ ગૃહસ્થ તેને સારી રીતે વહન કરી એ મનુષ્યભવને પૂરો લાભ લે છે.
દુલભ-આ મનુષ્યભવ અને તેમાં હૃદયના ગુણની પ્રાપ્તિ ઘણી જ મુશ્કેલ છે, તે આપણે વર્ણવેલા ગૃહસ્થને જરૂર મળે છે અને તેને તે પૂરતો લાભ ઉઠાવે છે.
શુદ્ધ-એને મનુષ્યભવ અને સારું જીવન મળે છે. એટલું જ નહિ પણ એ જાતે શુદ્ધ જીવન ગાળે છે.
સિદ્ધિ–મોક્ષ. એને મોક્ષપ્રાપ્તિ કરવી છે. તે આઠ ભાવમાં મેક્ષ મેળવીને જ રહે છે. દરમ્યાન એ ગુણપ્રાપ્તિમાં વધતું જ જાય છે. એ દીક્ષા લે કે ન લે, સંસારને ત્યાગ કરે વા ન કરે, એ સંબંધી કર્તા કાંઈ કહેતા નથી, પણ બન્નેમાંથી કોઈ પણ સ્થિતિમાં તે પિતાનું સાધ્ય ધ્યાનમાં રાખે છે.
* અષ્ટક–આઠ ભવ કરીને એ ઘણે ભાગે ચોક્કસ ક્ષે જાય છે. એ વાત બહાળતાએ ઘણાખરા જેના સંબંધમાં સમજવી. ઘણે ભાગે તે તે ક્રમે સાધ્ય મોક્ષમાં આઠ ભવમાં જરૂર જાયસાધુ ત્રીજે ભવે અને ગૃહસ્થ જે અત્ર વર્ણવ્યું છે તે વતનમાં હોય તે આઠમે ભવે મોક્ષે ઘણે ભાગે ચક્કસ જાય છે. (૩૦૮-૩૦૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org