________________
પ્રશમરતિ વિવેચન સહિત અભિરંજિતમનક–એનાથી એટલે દર્શન, શીલ અને વ્રતની ભાવનાથી એનું મન વાસિત થઈ ગયું હોય, એ તન્મય હોય. જેમ શીશીમાં તેલ નાંખ્યું હોય, નાખ્યા - પછી શીશીમાં વાસ રહી જાય છે તેમ આ દર્શન, શીલ અને વ્રતની અસરની ગંધ
તેનામાં રહ્યા જ કરે તે, તે દર્શન તેમ જ વ્રત અને શીલથી વાસિત થઈ જાય છે, તદાકાર થઈ જાય છે, તન્મય – તદ્રશ્ય થઈ જાય છે.
આવે ૩૦લ્મી ગાથામાં કહે છે તેમ આઠમે ભવે મોક્ષે જરૂર જાય એવો સંભવ છે, તે માટે તે ગાથા જુઓ..
વળી તે ગૃહસ્થી કે હોય તે આગળ કહે છે, તે આપણે જોઈએ. (૩૦૩) ગૃહસ્થી કેવો હોય (વધારે લક્ષણ)– . स्थूलवधानृतचौर्यपरस्त्रीरत्यरतिवर्जितः सततम् ।
दिग्वतमूर्ध्व देशावकाशिकमनर्थविरतिं च ॥३०४॥ અર્થ–મોટી મોટી હિંસા, અસત્ય, ચેરી, પરસ્ત્રીગમન, રતિ અને અતિથી રહિત થયેલે તે ગૃહસ્થ દિક(દિશા)વત તથા તેને સંક્ષેપ અને અનર્થવિરતિ કરે છે. (૩૦૪)
વિવેચન--ગૃહસ્થ બાર વ્રત લે છે. તેમાંથી આઠ વ્રતનાં નામ અને તેની હકીકત નીચે પ્રમાણે છે. વિશેષ વિગતે જાણવા માટે બાર વ્રતની ટીપ જેવી.
સ્થલવધ--શ્રાવકના આણુવ્રતમાં સ્થૂળ ત્યાગ હેય. એ કઈ જીવ નિર્દોષ હોય તેને ઈરાદાપૂર્વક મારે નહિ. એ અન્ય મારેલ કે પોતે મારેલ જીવના માંસનું ભક્ષણ કરે નહિ. સાધુનાં મહાવ્રત અને ગૃહસ્થના અણુવ્રતમાં આ મોટો તફાવત છે. એ સદોષી પંચંદ્રિયઘાતથી દૂર રહે
અમૃત-ગૃહસ્થી ચાર મેટાં જૂઠ ન બેલે. એ ભૂમિ અને કન્યા સંબંધી જહું ન બોલે. બેટી સાક્ષી ન આપે. એટલે જેટલે એ અસત્યને ત્યાગ કરે તે બરાબર કરે અને તેને અક્ષરશઃ અનુસરે.
ચોરી---ધૂળ ચરીને ત્યાગ. રાજદંડ ઊપજે તે ચેરી, જેનાથી સરકારી કેર્ટમાં સજા થાય તેવી કોઈ પણ વસ્તુ ધણીની સંમતિ વગર લેવી તે ચેરી છે. આ માટે પીનલ કોડની ચેરીની વ્યાખ્યા જોવી અને મોટી ચેરી કે ધાડ તે ન જ મારવી.
પરસ્ત્રી-પારકી સ્ત્રી. વિધવા હોય, વેશ્યા હોય, કુલસ્ત્રી હોય, પિતે જેને ન પરણેલ હોય તે સર્વ પરસ્ત્રી કહેવાય છે. કુમારી સ્ત્રી પણ આ ચેથા અણુવ્રતની મર્યાદામાં આવી જાય છે. અહીં ઉપલક્ષણથી પાંચમા પરિગ્રહ અણુવ્રતને સમજી લેવું.
રતિ-અરતિ--આ પાંચે વ્રતની બાબતમાં કોઈપણ પ્રકારનું સુખ અથવા અસુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org