________________
હૃહસ્થને
Sais:
વિચારી જ્ઞાન-ક્રિયામાં ઉઘુક્ત રહેવું અને સારા ભવિષ્યની આશા રાખવી. આપણે હવે ગ્રંથકર્તા સાથે એ ગૃહસ્થ વર્ગ કે હેય તે જોઈ જઈએ. મેક્ષ સન્મુખ ગૃહસ્થી કેવો હોય?—
यश्चेह जिनवरमते गृहाश्रमी निश्चितः सुविदितार्थः ।
दर्शनशीलवतभावनाभिरभिरञ्जितमनस्कः ॥३०३॥ અર્થ–આ જિનવર મતમાં જે કોઈ ઘરમાં રહેલ ગૃહસ્થાશ્રમી હોય, તે પિતાના નિર્ણયમાં અફર હોય છે, સારે જાણકાર હોય છે, દર્શન શીલ અને વ્રત તથા ભાવનામાં રમણ કરી રહેલ હોય છે. (૩૦૩),
વિવેચન-આ પ્રકરણમાં ગૃહસ્થ શ્રાવક કેવો હોય તે બતાવવાની શરૂઆત કરી છે.
નિશ્ચિત–આ તથા પછીન લેકમાં જણાવેલ ગૃહસ્થીને પણ સારું ભવિષ્ય છે, પણ તે કે હેય? “નિશ્ચિત’ એટલે પિતે કરેલા નિર્ણયને ચીવટથી વળગી રહેનાર, કૃતનિશ્ચય.
ગ્રહાશ્રમી–ગૃહસ્થ, શ્રાવક, અથવા ગમે તે ધર્મના હોય, પણ પિતાના મતમાં મક્કમ, ગમે તેટલા ભેગે પણ પિતાના મતને ન છેડનાર, પણ કરેલ ધરણને અનુસરનાર, દઢ સંકલ્પવાન આત્મા. આ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ થોડા કાળમાં મોક્ષ જાય છે, મોક્ષને પ્રાપ્ત કરે છે.
સુવિદિતાથ– જે કહેવાની વાત બરાબર સમજે હોય તે જ્ઞાની, કહેવાનું કાંઈક હેય અને સમજે બીજું જ તે નહિ, પણ સાચી વાતને સાચી જાણનાર.
દર્શન–શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મ પર વિશુદ્ધ શ્રદ્ધા જેને હોય છે. એટલે ગી નહિ પણ શુદ્ધ શ્રદ્ધા રાખનાર.
શીલ-સુંદર વન. (અગાઉ તેનું વર્ણન થઈ ગયું છે.)
વત-ગૃહસ્થીના બાર વ્રતનું પાલન કરનાર. એ બાર વ્રતમાં પ્રથમના પાંચ અણુવ્રત જાણીતા છે. છઠું દિવિરતિ, સાતમું દેશવિરતિ, આઠમું બેટાખરાબ આરંભત્યાગ (અનર્થ. દંડ વિરતિ), નવમું સામાયિકવ્રત, દશમું પૌષધોપવાસ, અગિયારમું ભેગે પગપરિમાણુ વ્રત અને બારમું અતિથિસંવિભાગવત. આ બાર વ્રત લઈને તેને તે પાળનાર હેય. આ બાર વ્રતે ગલી ગાથામાં બતાવશે.
ભાવના–છટ્ઠા પ્રકરણમાં ભાવનાની વિસ્તારથી હકીક્ત આવી ગઈ. એમાં બતાવેલ છે તે રીતે મેગ્ય ભાવના ભાવનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org