________________
૭૦૩
મુનિને ત્રીજે ભવે ઘણે ભાગે મોક્ષે જાય જ છે. વાત એ છે કે મુનિનું જે સ્વરૂપ અત્ર બતાવ્યું છે તે તે મુનિ યુતિ હવે જોઈએ. (૩૨)
- આ પ્રમાણે સાત લેાકનું આ નાનું પ્રકરણ અત્ર પૂરું થાય છે. આમાં સર્વથી અગત્યની વાત મુનિ કે હવે જોઈએ તે છે. આમાં મુનિનાં ત્રણ વિશેષણે ખાસ જેવા જેવાં છે. આપણે તે વિચારીએ. - પ્રથમ તે તે શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન અને વર્તન એ ત્રણથી યુક્ત હવે જોઈએ. આ અગત્યની વાત છે. માત્ર કપડાં બદલાવાથી મુનિ થવાની જુદી વાત છે, પણ ઘણે ભાગે તે જ ભવે અને બહુધા ત્રીજે ભવે મોક્ષે જનાર મુનિ સમકિતી એટલે શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ ઉપર શુદ્ધ શ્રદ્ધા રાખનાર જરૂર હોવો જોઈએ. માત્ર વેશધારી યતિ નહિ, પણ શુદ્ધ શ્રદ્ધા રાખનાર અને જ્ઞાની એટલે સમજણપૂર્વક ક્રિયા કરનાર તે મુનિ હવે જોઈએ. આવા સમજ અને સમજીને ક્રિયા કરનાર મુનિ મોક્ષ પ્રાપ્ત કરે એમાં નવાઈ નથી, અને શીલથી એટલે વર્તનથી એ બરાબર મુનિપણાને શોભાવે છે. આ મુનિ બને તે તે જ ભવે કે કોઈ વાર ત્રીજે ભવે મોક્ષ પામે એમાં આશ્ચર્ય નથી. આ રીતે ઉપયોગી પ્રથમ વિશેષણની વાત થઈ. હવે આપણે બીજા એટલાં જ મહત્ત્વનાં વિશેષણે વિચારીએ. આ પ્રત્યેક વિશેષણ પર જરૂરી વિવેચન તે ઉપર થઈ ગયું છે, પણ વિષયની મહત્તા જતાં એનું પુનરાવર્તન કરવું પણ ગ્ય છે. તે રીતે અત્ર તેનું પૃથક્કરણ કરી તે વિચારવામાં આવે છે.
મુનિ પિતામાં શક્તિ હોય તેને ગોપવે નહિ, એટલે એ શક્તિ નથી એવો ટૅગ ન કરે, એવું ધારે પણ નહિ. છતી શક્તિએ મુનિવર્ગમાં એને છૂપાવનારા ઘણા હોય છે. તેઓ એમ માને છે કે પિતાને આજે આળસ થાય છે અથવા પુખ્ત વય કે ઘડપણને લઈને પિતે અશક્ત થયેલ છે. આ એની માન્યતા સાચી હોય તે જુદી વાત છે, પણ ઘણીવાર પ્રાણી આળસથી શક્તિને છૂપાવે છે. આવું જે મુનિમાં ન હોય તે મુનિ. મુનિ માટેનું બીજું અગત્યનું આ વિશેષણ છે. એને શક્તિ હય, છતાં શક્તિ નથી એમ લાગે જ નહિ. એ તે પડી પડીને પણ નિત્ય તથા પર્વ ક્રિયા કરે. અલબત્ત માંદગી કે વયને લીધે ખરેખર અશક્તિ આવી પહોંચી હોય તે જુદી જ વાત છે.
સંહનન (સંઘયણ) એવું હોય કે જેમાં દલીલ ન ચાલે. નબળા સંહનનને કારણે પ્રાણી એવી ઊંચી જાતની આતાપના કે આરાધના કરી શકે નહિ તે તે વાત જુદી જ છે. તેમ જ આયુષ્ય કે ટૂંકું હેય, હજુ ઊંચી હદની ક્રિયા કરે તે પહેલાં જ તે ખલાસ થઈ જાય છે તે વાત પણ જુદી છે. કેટલાક પ્રાણીને કાળ નડે છે. દાખલા તરીકે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org