Book Title: Prashamrati Prakaran
Author(s): Umaswati, Umaswami, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 725
________________ G૦૨ પ્રશમરતિ વિવેચન સહિત | સંવર—સંવરની વિગતવાર હકીક્ત આપણે નવમા તત્વ” પ્રકરણમાં વિચારી ગયા. તે પ્રમાણે ભાવના ભાવે, પરીષહે સહન કરે અને કર્મનાં આવવાનાં બારણું બંધ રાખે. તપ-આત્યંતરે અને બાહ્ય બાર પ્રકારના તપને તે કરે અને તેનાથી કર્મની નિરા થાય છે એમ અંતઃકરણથી માને. આવી રીતે કુલ, બંધુવર્ગ, વૈભવ, રૂ૫, બળ અને બુદ્ધિથી યુક્ત તે મુનિ થાય અને શ્રદ્ધા, સમક્તિ, જ્ઞાન, સંવર અને તપ યુક્ત તે થાય. મતલબ એ દુનિયાને માન્ય પુરુષ થાય અને જે સદ્દગુણે ઈચ્છનીય છે તેનાથી સંપન્ન થાય. જે શરીરાદિ કારણે, કે સમયની પ્રતિકૂળતા આદિ કે બીજા કેઈ કારણે મેક્ષે ન જઈ શકે તે મુનિ દેવ થઈ દેવગતિનાં સુખ ભોગવે અને પછી આવે સારે મનુષ્યને ભવ કરી અને મોક્ષે જાય તે વાત હવે કહેશે. (૩૦૧) આ ત્રીજે ભવે મોક્ષ જાયન્સ .. पूर्वोक्तभावनामावितान्तरात्मा विधूतसंसारः । सेत्स्यति ततः परं वा स्वर्गान्तरितस्त्रिभवभावात् ॥३०२॥ અથ–ઉપર જણાવેલ ભાવનાયુક્ત અંતરાત્મા તેને થયેલ હોઈ એ સંસારને છેડી દે છે અને પછી મોક્ષે જાય છે - માત્ર એને દેવકને અને પછી મનુષ્યને એમ ત્રણ ભવ કરવા પડે છે. (૩૨) વિવેચન–૩૦૦મી ગાથાથી શરૂ કરેલ હકીક્ત આ ગાથામાં પૂરી કરે છે. તે મુનિ મેક્ષ ન જાય તે તેનું શું થાય તે વાતને શરૂ કરેલ બાકીને ભાગ અત્રે જણાવે છે. ભાવના–છઠ્ઠા પ્રકરણમાં આ ભાવનાઓ કઈ કઈ છે અને તે કેવી રીતે ભાવવી તેની હકીક્ત બતાવાઈ ગઈ છે. વિધુતસરસાર–આ સંસારનો ત્યાગ કરે છે, છેડી દે છે. - એસ્થતિ–કાળાદિ કારણે અગાઉ મેક્ષ ન પામેલ મુનિ - યતિ અંતે મેક્ષે ત્રીજે ભવે જાય છે. .. ... . : : : : - ત્રિભવ–પ્રથમ મોક્ષમાં ન ગયે તે ભવ, પછી દેવને બીજો ભવ અને છેલ્લે મનુષ્યને ભવ. આ ત્રીજા ભવમાં ચારિત્ર પાસીને એ જરૂર ઘણે ભાગે મોક્ષ પામે છે. . વા–અહીં “અથવા” શબ્દ એટલા માટે મૂક્યો છે કે કેઈ જીવ મેક્ષે ને પણ * જાય. મેટે ભાગે તે, પ્રાણી મોક્ષ પામે જ છે. “વા” શબ્દથી. કદાચપણું બતાવ્યું છે. આ પ્રમાણે મુનિને ઉદ્દેશીને વાત કહી. સાધુ જે તે ને તે ભવમાં મેક્ષે ન જાય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749