________________
માણ
૬૮૭ સ––છે. એ ભાવાંતરમાં દાખલ થઈ જાય છે, પણ પ્રાણુને અભાવ થતું નથી. કઈક લેકે અથવા મતે એમ માને છે કે અભાવ થઈ જાય છે. તેને નિરાસ કરતાં આ ગાથામાં તેનાં કારણે બતાવે છે.
ન અભાવ—એને અભાવ થઈ જતું નથી. કેટલાક એમ માને છે કે તેનું વ્યક્તિત્વ જ રહેતું નથી. તે વાત કેમ બેટી છે તે આ ગાથા બતાવે છે.
સ્વાલક્ષણ્યાત–જીવનું એ લક્ષણ છે. નવતત્ત્વકાર કહે છે કે “જે શુભાશુભ કર્મને કર્તા, હર્તા તથા ભક્તા છે અને નિશ્ચયન કરી જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ નિજગુણને કર્તા તથા ભક્તા છે, અથવા સુખદુઃખ વેદન તથા જ્ઞાને પગ લક્ષણવંત ચેતન સહિત જે હોય અને પ્રાણ ધારણ કરે તેને જીવતત્વ નામનું પ્રથમ તત્વ કહીએ.” જીવનું લક્ષણ ઉપગ છે તે આપણે આગળ જોઈ ગયા.
અર્થસિદ્ધિ–પિતાની મેળે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ. મોક્ષ પણ ઇચ્છવાથી મળતું નથી. એ અર્થસિદ્ધિ કેઈ પ્રકારના હેતુ કે ઈચ્છા કર્યા વગર થાય છે.
ભાવાંતર–બીજો ભાવ આત્મા પામે છે, એટલે એની જે પૌગલિક રમણતા હતી તે આત્મિક રમણતામાં ફેરવાઈ જાય છે. તેથી એક ભાવમાંથી તે બીજા ભાવમાં જાય છે. ભાવ કરવાથી અભાવ થતું નથી. આ બાબતમાં વેદાંત વગેરે જુદા જુદા તત્ત્વજ્ઞાન સાથે મતફેર છે. વેદાંતમતે બ્રહ્મમાં નિમગ્નતા અને આત્માને વૈયક્તિક અભાવ મોક્ષ છે. જૈન તત્ત્વજ્ઞાન તેની ના પાડે છે. જેના મતે મેક્ષમાં પણ પ્રત્યેક આત્માની વૈયક્તિક્તા જરૂર રહે છે.
સવજ્ઞાના–આ પ્રમાણે સર્વ કહેલું છે. તેની આજ્ઞાના ઉપદેશને અનુસરવાને પરિણામે.
જેમ દી હોય અથવા થાય ત્યારે અંધકારને અભાવ કરે છે, તામસ ભાવના સ્થાને ભાસ્વર ભાવ દેખાય છે, પણ પુદ્ગલેને નાશ થઈ જતો નથી, પુદ્ગલે તામસ રૂપ છેડી ભાસ્વર રૂપ લે છે, તેમ આ આત્મા જે અત્યાર સુધી સંસારભાવમાં હતા, તે મેક્ષમાં જવાથી ભાવાંતરને પ્રાપ્ત થાય છે.
વેદાંતીઓ આત્માને વિસકુલિંગ જે માને છે, મોટા ભડકાને એ તણખે છે અને મુક્તિમાં તણખે મોટા ભડકામાં–બ્રહ્મમાં ભળી જાય છે અને બ્રહ્મમાં ભળી જાય પછી તેના વ્યક્તિત્વ રહેતું નથી. જૈનેને એ મત નથી. તે તે વ્યક્તિત્વ રહે છે એમ માને છે. આ અતીન્દ્રિય વિષય હેઈ, જે સર્વજ્ઞ કહે તે તેની આસ્તતાને કારણે સ્વીકારવાનું જ રહે છે.
આમાં “સર્વજ્ઞાનોપદેશાશ્ચ એ પાઠાંતર છે, તેના કરતાં સ્વીકારેલ પાઠ વધારે સારે અર્થ આપે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org