________________
પ્રશમરતિવિવેચન સહિત
આવા અતિ અગત્યના પશુ અતીન્દ્રિય વિષયમાં સર્વજ્ઞની જ ખાતરી અપાય, કારણ કે આ કાળમાં પ્રત્યક્ષ પૂરાવે। અશકય છે. (૨૯૧)
સિદ્ધની સ્થિતિ યાં હોય ?—
e
त्यक्त्वा शरीरबन्धनमिव कर्माष्टकक्षयं कृत्वा । न स तिष्ठत्यनिबन्धादनाश्रयादप्रयोगाच्च ॥ २९२॥
અથ——શરીરનું બંધન અહીં છોડી દઈને (ત્યજીને), આઠે કર્મના ક્ષય કરી કોઈ જાતનું બંધન ન હેાવાથી અને પૂર્વપ્રયાગથી તે અહીં રહેતા નથી. (૨૯૨) વિવેચન—સિદ્ધને જીવ અહીં મનુષ્યભવમાં કેમ રહેતા નથી તેનું કારણ આ ગાથામાં બતાવે છે.
બધન—શરીર એ એક પ્રકારનું બંધન છે. કાયયેાગ હેાય ત્યાં સુધી શરીરમાં આત્મા જકડાયલા રહે છે. એ કાયયેાગ–શરીર જતાં તેનું બંધન છૂટી જાય છે. શરીર એ એક પ્રકારનું બંધન છે તે ખાસ સમજીને ધ્યાનમાં રાખવા જેવું છે અને આત્માને તે કેદ કરી રાખે છે, પકડી જકડી રાખે છે, તે લક્ષમાં રાખવું.
હિ—-આ મનુષ્યભવમાં. અહીં આત્માને રહેવાનું કારણ તેનું બંધન છે. જેમ બંધન માણસ કે વસ્તુને આંધી રાખે છે, તેમ શરીર આત્માને બાંધી રાખે છે.
કર્ણાટક-એકલું શરીરબંધન જાય છે એમ નહિ, પણ આઠ કર્મો પૈકી સર્વના ક્ષય થાય ત્યારે જ મેાક્ષ થાય છે અને એ સવ કર્મને ક્ષય એ જ મેાક્ષ.
ન તિષ્ઠતિ—પછી તે આત્મા કર્મક્ષય કરીને એક ક્ષણ પણ અહીં ઊભા રહેત નથી, તેનાં કારણેા આગળ આ ગાથામાં જણાવશે તે ખાસ ધ્યાનમાં રાખવાં.
અનિબંધન—પ્રથમ કારણુ : એને અહીં જકડી રાખનાર બંધન જે હતું, તેની ગેરહાજરી હેાવાથી. જેમ પાણીમાં લાકડું ઉપર આવે તે તેના સ્વભાવ છે, તેમ કર્મના ભાર જતાં સ્વાભાવિક રીતે આત્મા ઉપર તરી આવે તે તેના સ્વભાવ છે. કર્મના પૌદ્ગલિક ભારથી હલ થતાં આત્મા લેકના અગ્રભાગે પેાતાના સ્વભાવથી જ ચાલ્યા જાય છે.
અનાશ્રય—આ મનુષ્યગતિના તેને ટેકો હતા, તે અંધ થવાથી એને હવે સિદ્ધિ એ જ આશ્રય છે. તે આશ્રયને મુક્ત આત્મા પકડી લે છે અને આ મનુષ્યગતિને આશ્રય છેડી દે છે.
શાસ્ત્રકાર પૂર્વ પ્રયાગના દાખલા આપે છે. જેમ ધનુષ્યમાં ખાણુ ગોઠવવાના પ્રયત્ન કર્યા પછી તે ખાણ છટકતાં તે ત્યાંથી છૂટી જાય છે, તેમ અહીં પ્રયાગ કરી રાખેલ આત્મા (મુક્ત) જ્યારે કર્મથી મુક્ત થઈ જાય છે ત્યારે સ્વભાવથી જ લેાકામે ચાલ્યા જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org