________________
પ્રશમરતિ વિવેચન સહિત શલેશી–પર્વત જેવી નિશ્ચળતા ધરાવનાર. આ શૈલેશીકરણ કેવું હોય તે બતાવશે. અહીં તે માત્ર તેનું નામ જ આપ્યું છે. આપણે આ પ્રકરણમાં તેનું વિસ્તૃત સ્વરૂપ જોઈશું.
અહીં સંસારનાં ચાર કર્મો તે ગયેલાં હોય છે. માત્ર આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર કર્મો જ બાકી રહે છે. એ ચારેને પણ બંધ, ઉદય અને સત્તામાંથી ક્ષય કરી તદ્દન નિષ્કમ થઈ પ્રાણ મેક્ષે કેવી રીતે જાય છે તે આપણે હવે જોઈશું. (૨૮) કેવી તિને કર્મક્ષય કરે તે બતાવે છે
पूर्वरचितं च तस्यां समयश्रेण्यामथ प्रकृतिशेषम् ।
समये समये क्षपयन्नसंख्यगुणमुत्तरोत्तरतः ॥२८५॥ અર્થ–તે સમય શ્રેણિમાં પૂર્વે રચેલ પિતાની સર્વ પ્રકૃતિને પ્રત્યેક સમયે ખપાવતે ખપાવતે ઉત્તરોત્તર અસંખ્ય ગુણ મેળવતે તે આગળ વધે છે. (૨૮૫)
વિવરણ–ક્ષપકશ્રેણિવાળે પ્રાણુ આ શૈલેશીકરણમાં શું કરે છે તે આ ગાથામાં વિસ્તરે છે.
સમયશ્રેણ–આ શૈલેશીકરણ માત્ર અંતર્મુહૂર્ત કાળ રહે છે તેથી તેને સમય શ્રેણી કહેવામાં આવે છે. દરેક સમય અત્યારે કામ કરે છે અને પ્રત્યેક સમયે અનેક કર્મોને અપાવે છે. આ કેવળી ભગવાનને હવે આ વખતે કાગને પણ ક્ષય થાય છે. તેવી અભુત સ્થિતિ એ પ્રાપ્ત કરે છે.
પ્રકૃતિષ–રહીસહી પિતાની પ્રકૃતિને પણ અહીં ખપાવી દે છે. આ અદ્ભુત યેગને પ્રભાવ છે. આખા જીવનમાં કરેલ તપનું પારણું છે અથવા ઓડકાર છે.
સમય—એક આંખ મીંચીને ઉઘાડતાં તે અસંખ્ય સમય થઈ જાય છે.
ઉત્તરોત્તર– એ તે ઉત્તરોત્તર આગળ વધતું જ જાય છે અને પ્રત્યેક સમયે અનેક કર્મોને ખપાવી દે છે. ઘાતકર્મ ગયેલાં હોય છે. અઘાતી ચાર કર્મો પૈકી જે રહ્યાં હોય તેમને પણ ઉત્તરોત્તર પ્રત્યેક સમયે ખપાવે છે. માણસ ઘાસને કાપે તેમ તે કર્મને ક્ષય કરે છે. એ સંસારના છેડાની સ્થિતિ તે આમાં વર્ણવી છે તે જ જણાવી છે, બાકી ખરેખર એ કર્મને ક્ષય કે કરે છે તે તે પ્રત્યક્ષ અનુભવ થાય ત્યારે સમજાય. બંધ, ઉદય અને સત્તામાંથી એ કર્મને ખપાવવા જ માંડે છે, અને હમેશને માટે પ્રત્યેક સમયે ક્ષય કરે છે.
ક્ષપયન-કર્મોને ઉપર જણાવ્યું તેમ મૂળમાંથી એવાં કાપી નાખે છે કે તેમનું નામનિશાન પણ ન રહે. (૨૮૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org