________________
પ્રકરણું ૧૮મું : મેક્ષ એક અપેક્ષાએ આ સર્વથી અગત્યનું પ્રકરણ છે. તે ઘણું નાનું પ્રકરણ છે પણ તેની અગત્ય ઘણું મોટી છે, કારણ કે અત્યારે જે કાંઈ કરવામાં કે ન કરવામાં આવે તેનું પરિણામ મોક્ષ છે. મેક્ષ એટલે હંમેશને માટે સર્વ કર્મથી મુક્તિ જ્યાંથી પાછા સંસારમાં આવવાનું નહિ. તે શાશ્વત સુખમાં હંમેશને માટે રહેવું તે મેક્ષ, કારણ કે શેડો વખત સુખ મળે પણ તેની પાછળ, પાછી જન્મમરણની ઉપાધિ ઊભી રહે તેને સુખ કહેવું તે ભૂલ છે, ભૂલ એટલા માટે છે કે સુખની સાચી સમજ તેમાં નથી. માટે હંમેશ માટે સુખ મળે અને તે એકવાર આવેલું જાય નહિ તે જ ખરું સુખ કહેવાય. આ સાચા સુખની વ્યાખ્યા નિરંતર સમજી બીજી આળપંપાળમાં ન પડતાં તેને માટે પ્રયત્ન કરે એ દીર્ધદ્રાની ફરજ છે.
પ્રથમ તે મોક્ષને ઓળખવા માટેનાં અનેક નામે છે, તે મોક્ષની સાચી ઓળખાણ માટે આવું વિચારી લઈએ. મેં નાનપણમાં કેટલીક વાર પૂજાએ સાંભળી છે, એમાં દરેક પૂજામાં આવતા હા અમુક રીતે ગવાતા પણ સાંભળ્યા છે, તેમાં “સિદ્ધ જગતશિર શોભતા” એ રાગમાં ગવાતા અનેક દૂહાએ મેં સાંભળ્યા, તેથી તે રાગનું સ્તવન સમજવા યત્ન કર્યો અને તે સ્તવન શેથી મુખપાઠ કર્યું. તે સ્તવન મને યાદ છે. તે નીચે પ્રમાણે છે :
સિદ્ધ જગતશિર શોભતા, રમતા આતમરામ; લક્ષમીલીલાની લહેરમાં સુખીયા છે શિવઠામ.
સિદ્ધ જગતશિર શેભતા. મહાનંદ અમૃતપદ નમે, સિદ્ધિ કેવલ્ય નામ; અપુનર્ભવ પદ વલી, અક્ષયસુખ વિશરામ. સિદ્ધ૦ ૨ સંશ્રેય નિઃશ્રેય અક્ષરા, દુઃખ સમસ્તની હાણ; નિરવરતિ અપવર્ગલા, મોક્ષ મુગતિ નિરવાણ સિદ્ધ ૩ અચલ મહદય પદ લહ્યું, જેમાં જગતના ઠાઠ, નીજ નીજ રૂપે રે જુજુઆ, વીત્યા કર્મ તે આઠ. સિદ્ધ૦ ૪ અગુરુલઘુ અવગાહના, નામે વિસે વદન
શ્રી શુભવીરને વંદતા, રહીએ સુખમાં મગન. સિદ્ધ૫ આ શુભવિજયના શિષ્ય પંડિત વીરવિજયનું કરેલું સ્તવન અત્ર ઘણું પ્રાસંગિક છે. અનેક દહા એ રાગમાં લલકારાય છે અને આપણે તે મોક્ષનાં તેમાં અનેક નામે આપ્યાં છે તેથી મોક્ષને ઓળખવા પૂરતે તેને ઉપગ છે. શિવ, મડાનંદ, અમૃતપદ, સિદ્ધ એવાં એવાં અનેક નામે છે અને તે બરાબર અવધારવા અને એ સ્થાનને મેળવવા આપણે . પ્રયત્ન છે. બાકી તે સ્થાનના નામ જાણ્યથી કંઈ વળે નહિ, તે માટે પ્રયત્ન તે કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org