________________
૬૭૦
પ્રશમરતિ વિવેચન સહિત પછી તે શ્વાસ લે છે અને મૂકે છે, પછી ભાષા બોલે છે અને પછી મનમાં અથવા મન દ્વારા વિચાર કરે છે. સ્વસ્વગ્ય પર્યાપ્તિ ન બંધાય ત્યાં સુધી તે અપર્યાપ્ત કહેવાય છે અને તે પૂરી થયા પછી તે લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે. પર્યાપ્તિ બાંધવા માંડે ત્યારે કોઈ જીવ ઇંદ્રિયપર્યાપ્તિ બાંધે ત્યારે તે કરણપર્યાપ્ત કહેવાય છે અને ત્યાં સુધી તે કરણ અપર્યાપ્ત કહેવાય છે. એકેદ્રિયને પ્રથમની ચાર પર્યાપ્તિ હોય છે. બે ત્રણ ચાર (વિકલ) ઇંદ્રિયવાળાને સ્વયંગ્ય પર્યાપ્તિ પાંચ હોય છે. અને અસંજ્ઞી પંચેંદ્રિયવાળા જેને પાંચ પ્રથમની પર્યાપ્તિ હોય છે. સંજ્ઞીને પર્યાપ્તિ છ હોય છે એટલે લધિઅપર્યાપ્ત હોય છતાં કરણપર્યાપ્ત હેય, કારણ કે ત્રણ પર્યાપ્તિની મર્યાદાએ કરણપર્યાપ્ત થાય છે.
પ્રથમ મને ગર્ધન કરે, ત્યારપછી અસંખ્યય ગુણ હીન વચનો અને કાયયોગે ઉપર બતાવેલા ક્રમે રુંધે. અહીં મારા ધારવા પ્રમાણે અસંખ્યય ગુણ હીન વિશેષણ બાકીના વચનગ અને કાયાગને લાગે છે, કારણ કે આ ગર્ધનનું પ્રકરણ છે. આ બાબતમાં ટીકાકાર અને અવચૂરિના કર્તાએ જુદા જુદા મત આપ્યા છે પણ મારે અર્થ ઉપર પ્રમાણે છે. આના કારણે નીચે જણાવીશ.
(૧) મનેગથી વચનગ અને કાયાગ અસંખ્ય ગુણહીન છે, કારણ કે મને પ્રથમ જાય છે અને ત્યાર પછી વચન અને કાયાના પેગો જાય છે. તે ક્રમ આપણે ઉપર જોઈ વિચારી ગયા.
(૨) મન કરતાં વચન અને કાયાથી પ્રાણી વધારે પાપકર્મો બાંધે છે, તેથી તે બન્ને ગે અસંખ્યયગુણહીન હોય છે.
(૩) મળે છે પણ પ્રથમ કાયાગ, ત્યારપછી વચનગ અને છેવટે સંજ્ઞી પંચેન્દ્રિય થાય ત્યારે જ આ મનપર્યાપ્તિ નામની છઠ્ઠી પર્યાપ્તિ મળે છે.
(૪) ચાર ઇંદ્રિય અને પાંચમી ઇંદ્રિયના અમુક ભાગ સુધી તે મન હોતું નથી. સંસારમાં પરિભ્રમણ તે આ ચાર ઇદ્રિયે જ કરાવે છે અને તેમાં કાયમની અને પછી વચનગની બહુલતા હોય છે.
(૫) અસંખ્યયગુણહીન એ વિશેષણ ટીકાકારના મત પ્રમાણે મ ગને લાગે છે. મારું એથી તદ્દન જુદું માનવું છે.
આ પ્રમાણે ગર્ધનમાં મનોગનું પ્રથમ રુંધન તે કરે છે. આવી રીતે મને મોડે મોડે આવે છે અને રુંધન પણ તેનું પ્રથમ થાય છે. પછી બીજા યોગોનું રુંધન તે કરે છે. મોક્ષ જવા પહેલાં ગર્ધન કરવા માંડે ત્યારે તેને શુક્લધ્યાનનો ત્રીજો પાયે પ્રાપ્ત થાય છે, તે આપણને ગ્રંથકર્તા જ પિતાની મધુર ભાષામાં કહેશે. બીજા યોગેનું રૂંધન ત્યાર પછી તે કેવી રીતે કરે છે તે આવતી ગાથામાં ગ્રંથકર્તા બતાવશે. (૨૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org