________________
પ્રકરણ ૧૫મું : સમુદ્રઘાત હવે આ પ્રશમરતિ ગ્રંથમાં સમુદ્રઘાતનું પ્રકરણ શરૂ થાય છે. એ શબ્દ પારિભાષિક છે તેથી તેને સમજવા પ્રયત્ન કરીએ. આ મનુષ્ય જીવનની સફળતા જ આવા પારિભાષિક શબ્દ સમજવામાં છે. અત્યારે જે વાંચવા સમજવાની જોગવાઈ મળી છે તે બીજી ગતિમાં મળતી નથી. તેને પૂરેપૂરો લાભ લેવા જેવું છે. પછી ગરથ ગયા પછીનું ડહાપણ નકામું છે. ડહાપણ તે આવે છે પણ ત્યારે સમજશક્તિ ઓછી, નજીવી થઈ જાય છે અને પછી એટલું મોડું થઈ જાય છે કે મળેલ લાભ નહિવતું થઈ જાય છે અને પછી પસ્તા કે ખેદ થાય છે.
તેટલા માટે આવા પારિભાષિક શબ્દો આવે તે સમજવા યત્ન કરે અને સમજાય નહિ તે તેના સંબંધમાં બીજાને પૂછવું; એમાં શરમાવું નહિ, કારણ કે શરમાળ પ્રાણી આગળ પ્રગતિ કરેત જ નથી. અને જ્ઞાન મેળવવા માટે પ્રચ્છના કરવી, પિતાના મિત્રો કે વલને પૂછી સાચું જ્ઞાન મેળવવું તેમાં કોઈ પ્રકારની શરમ નથી. શરમ તે અજ્ઞાન રહેવામાં છે અને પેટા જ્ઞાનમાં કે મિથ્યા ફસામણમાં ચાલુ રહેવું તે ભારે શરમની વાત છે. એટલે, તક મળે ત્યારે પિતાથી વધારે સમજણવાળા પાસેથી પારિભાષિક શબ્દો સમજી લેવા.
અને અત્યારની જે જોગવાઈ જેને મળી હોય તે માટે તેણે પરમાત્માને આભાર માન. નાના ગામડામાં હોય તેના અને સારા શહેરમાં રહેનાર હોય તેના સંબંધમાં તફાવત જરૂર પડે છે. મોટા શહેરમાં પારિભાષિક જ્ઞાન મેળવવાની જોગવાઈ પ્રમાણમાં વધારે રહે છે. ત્યાં વિદ્વાન ભણેલા હોય છે અને સાધુઓને પણ અવારનવાર જેગ થઈ શકે છે. મનમાં શંકા રાખવી અને તેને નિકાલ કરી મનને સુંદર રાખવું એ બેમાં બીજુ જ સારું છે. તેથી શંકા દૂર કરવાનાં સાધને મળે તેને લાભ લેવો, તે સ્વહિતમાં વધારે કરનારું છે. અને તક તે તેવી મેળવી શકાય છે, પણ મનને અતિ પવિત્ર રાખવું, વિચારવ કે મા સમજુ જ્ઞાનીએ બતાવે માર્ગ છે અને સાધારણ રીતે મળવો મુકેલ છે. પિતાને મળી ગયું છે તે લાભ કાંઈ જે તે નથી, તે પછી શંકા દૂર કરી મનને શાંત, ચાખ્યું અને પવિત્ર રાખવું અને તેમાં થતી શંકાઓ દૂર કરવાના પ્રસંગે મને તેને લાભ જરૂર લે અને નિરંતર ચિંતવવું કે આ વખત ફરી ફરીને મળ મુકેલ છે. સુંદર ક્ષેત્ર, દેવગુરુધર્મની જોગવાઈ, પોતાના મગજની સમજણ અને તે તૃપ્ત કરનાર વીલેને સંગ મળે છે તે બને તેટલે તેમને લાભ લે.
Jain Education International
For Private & Personal Use Only
•
www.jainelibrary.org