________________
પ્રશમરતિ વિવેચન સહિત કઈ વાતમાં ચિત્તની એકાગ્રતા થતી નથી. એ વિષયને અંગે બહુ મહત્વની વાત છે. વિષયમાં રસ શેને હોય અને કેવો હોય ? પ્રાણ જરા વિચારે તે એ રસ પર હડતાળ પડે તેમ છે. તેમાં મજા માણવી કે માનવી એ વિચારણાની શુન્યતા છે. એમાં કાંઈ આનંદ નથી. વિષય સેવનાર વિષય સેવ્યા પછી પશ્ચાત્તાપ કરે છે, કારણ કે એની અસ્થિર મને દશાને કારણે એને કોઈ સ્થાન પર મજા આવતી નથી. વિષય સેવવાની શરૂઆતમાં જે આનંદ જેવું લાગે છે તે પણ વિષયસેવન પછી તે ભૂલભરેલું લાગે છે. - એક પ્રાણી સ્ત્રી પર સ્નેહ કરે છે, તેમાં પણ વ્યવસ્થા રહેતી નથી. એક ડહાપણ વાળા શેઠે પિતાના પુત્રને મરતી વખતે શિખામણ આપી કે પરસ્ત્રી સાથે વિષય સેવવાનું મન થાય તે તેણે સવારમાં જ પરસ્ત્રીગમન કરવું. વિખરાયેલા વાળ, ચીપડા ભરેલી આંખે અને એવું પરસ્ત્રીનું રૂપ જોતાં જ એ પુત્ર પિતાએ કહેલું વચન અનુસરવાને પરિણામે પરથી દૂર થઈ ગયે, તેને એવા ડાકણસ્વરૂપને એ સ લાગે કે એ પરસ્ત્રીને હેવી થઈ ગયે અને અંતે તેણે એ માર્ગે જવાનું બંધ કર્યું. પિતાની દીર્ઘદર્શિતાના પરિણામે પરસ્ત્રીના ફંદથી પુત્ર બચ્ચે.
બાકી પરસ્ત્રીમાં કોઈ દમ નથી અને સ્વદારાસંતેષ સમાન શ્રાવકને માટે વ્રત નથી એવું જાણી પરસ્ત્રીને ત્યાગ કરી જે પિતાની જાત ઉપર સંયમ રાખે છે તે એગમાર્ગે પ્રગતિ કરે છે અને તે ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિને પામી અંતે કેવળી સમુદ્દઘાત કરવાના સમય પાસે આવી જાય છે. બ્રહ્મચર્ય અને આવી સમુદ્રઘાત સુધીની ગપ્રગતિને આટલે બધે સંબંધ છે તે ખાસ ધ્યાનમાં રાખી બ્રહ્મચર્ય આચરવા યોગ્ય છે. જે બ્રહ્મચર્યનું પાલન કરે છે તે યોગમાર્ગે પ્રગતિ કરે છે અને પરિણામે આવા સમુદુઘાત વગેરે યોગના શબ્દ સમજવાની તેનામાં લાયકાત આવે છે. માટે બીજાં પાપસ્થાનકની વિરતિને જેમ યમ નામના શરૂઆતના ગસાધનામાં સમાવેશ થાય છે તેમ બ્રહ્મચર્યને પણ તેમાં સમાવેશ થાય છે અને તે હો જ જોઈએ. આવા શબ્દો સમજવા માટે બ્રહ્મચર્ય પાલન પ્રથમ ઉપયોગી છે. અને આગળ જતાં યેગમાર્ગે પ્રગતિ કરતાં પણ જરૂર ઉપયોગી છે. તેથી યેગમાર્ગ સમજવાને યત્ન કરનારે બ્રહ્મચર્ય પાલન અવશ્ય કરવું. - બાકી ગમાર્ગની પ્રાપ્તિ સંયમને જ વરે છે, અને બ્રહ્મચર્ય એ એક પ્રકારને સંયમ છે, તેથી તે માર્ગે આગળ વધવા ઈચ્છા કરનારે બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરવું.
ગમાર્ગે પ્રગતિ અને બ્રહ્મચર્ય સાથે સાથે જ ચાલે છે. એકડા તે લૂંટવા પડે જ અને આ બ્રહ્મચર્ય એ ગમાર્ગની પ્રવૃત્તિને એકડો છે. આ પ્રકરણ ઉપયોગી છે અને તેમાં બહુ જરૂરી હોય તેટલી જ હકીક્ત દાખલ કરવામાં આવી છે.
તિ સમુપાતિક પમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org