________________
ક્ષપકશ્રેણી
તપ,
ક્ષપકશ્રેણિ માંડનારનો ધ્યાનાનલ—
सर्वेन्धनेक राशीकृत संदीप्तो ह्यनन्तगुणतेजाः । ધ્યાનાનજસ્તવરામસંવરવૈિવૃદ્ધત્રણ: ર૬॥
અ—સર્વ ખાળવાનાં સાધનાને એકઠાં કરી ચેતાવેલા તેના ધ્યાન રૂપ અગ્નિ શાંતિરસ અને સંવરરૂપ ઘીથી વધારે વૃદ્ધિ પામી અનત તેજવાળા બને છે. (૨૬૪)
૬૪૭
વિવેચન—ક્ષપકશ્રેણીએ આગળ ધપેલા માણસ કેવા હાય છે તેનું સવિશેષ વર્ણન ચાલુ જ છે અને તે આવતી ગાથા સુધી ચાલવાનું છે. હવે આપણે તે વણુ ન જોઈએ.
ઈન્ધન—ખાળવાનાં છાણાં અથવા લાકડાં. મળી શકે તેવી સર્વ વસ્તુ. તે બધી વસ્તુએને એકત્ર કરવામાં આવી હાય અને પછી તેમને સળગાવેલ હોય, ચેતાવેલ હાય, ત્યારે કેવા માટે ભડકો થાય? ખાળવાની બધી વસ્તુનો ઢગલા તેા તમે હોળીમાં જોયા હશે, એમાં અનેક ઘરનાં બારણાં, છાણાં, લાકડાં, તમરિયાં વગેરે ખળે તેવી અનેક વસ્તુઓ હાય છે, તે મોટા ઢગલાને અગ્નિ ચાંપ્યુ હાય અને જેવડા ભડકો થાય તેવડા મેાટા ભડક કરનાર આ ઇંધણુ છે. આવડા મોટા ભડકામાં તે નાંખ્યું હોય તે મળી જાય છે, કારણ કે ભડકો જ પાતે માટે છે.
તેજ—એ ભડકો એટલેા માટે થાય કે તેનું તેજ પણ ઘણે દૂરથી દેખી શકાય. તમે ડુંગર પર થતી ડાળી દૂરથી પણ જોઈ હાય તા તે માઈલા સુધી પ્રકાશ પાડે છે. આ ભડકાના મોટા તેજના અનુભવ ગામડાંવાળાને વધારે હાય, મેાટાં શહેરમાં તે દીવાને પ્રકાશ હ્મણું તેજ ખાઈ જાય છે.
હવિ—આના જેવા ધ્યાનના અગ્નિ હોય અને તેમાં પાછું ઘી છાંટતા જવાનું હોય, પછી ભડકામાં શું ખાકી રહે ? જેમ ખાળવાની ચીજ(ઇંધન)ના માટે ભડકો થાય છે તેમ કર્મોના સમૂહને ખાળી ભસ્મ કરવા ધ્યાનાગ્નિના માટે ભડકો થાય છે. અને તેમાં તપ, સમતારસ (પ્રશમ) અને સંવર ઘી પૂરે છે. પછી જેમ ચાલુ ભડકા ઘીથી વધી જાય છે તેમ ધ્યાનરૂપ અગ્નિમાં જ્યારે તપ, પ્રથમ અને સંવરરૂપ ઘી ઉમેરવામાં—નાંખવામાં આવે ત્યારે તેના ખૂબ માટે ભડકો થાય છે.
Jain Education International
અલ—સામર્થ્ય. એવા સમર્થ ભડકો ખૂબ માટે થાય અને તેમાં પાછું તપ, પ્રશમ અને સંવરનું ઘી છાંટવામાં આવે ત્યારે તેનું જોર વધી જાય. પારકાં કર્મોને પણ ખાળવા ધ્યાનરૂપ અગ્નિ સમર્થ થાય છે એમ ટીકાકાર અહી જણાવે છે. આવે અર્થ આ પતે કાર્ય શબ્દ આ મૂળ ગાથામાં નથી, આવતી ગાથામા તે શબ્દ ઉત્પ્રેક્ષારૂપે છે તેથી તે વાસ્તવિકતાને પ્રતિપાદક નથી. પારકાનાં કરેલાં કર્મો ધ્યાનરૂપ અગ્નિથી ખાળી શકાય એ વાત મને બેસતી નથી. એ તે કર્મને એકસરખા નિયમ છે કે કરે તે લેગવે,
For Private & Personal Use Only
www.jainelibrary.org