________________
જ
પ્રશમરતિ વિવેચન સહિત પ્રથમ ગુણસ્થાનકને અંતે મિથ્યાત્વમોહનીય ઉદયમાંથી વિચ્છેદ પામે છે. (બીજે કર્મગ્રંથ, ગાથા ચૌદમી) ત્રીજા ગુણસ્થાનકને અંતે મિશ્રમેહનીય ઉદયમાંથી વિચછેદ પામે છે (સદર, ગાથા પંદરમી અને સાતમા ગુણસ્થાનકને અંતે સમકિત મેહનીય ઉદયમાંથી વિચ્છેદ પામે છે, બંધમાંથી એ જાય છે. (સદર, અઢારમી ગાથા).
આઠ કષાય–બીજા અપ્રત્યાખ્યાની ચાર કષાયે ત્રીજા ગુણસ્થાનકને અંતે બંધમાંથી વિચ્છેદ પામે છે અને ત્રીજા પ્રત્યાખ્યાન કષાયની ચેકડીને બંધ પાંચમે ગુણઠાણે જીવ કરતે નથી (ગાથા ૧૬ મી, સદર).
નપુંસકવેદ-કર્મગ્રંથના કહેવા પ્રમાણે ત્રણે વેદો નવમા ગુણસ્થાનકને અંતે ઉદયમાંથી જાય છે. (ગાથા ૧૮મી, સદર ગ્રંથ).
જીવેદ–તેને ઉદય પણ નવમાં ગુણસ્થાનકને અંતે જાય. ત્રણે વેદ ઉદયમાંથી સાથે જ જાય છે.
આવી રીતે પ્રાણી ક્ષપકશ્રેણી માંડવાને હોય છે તેની પહેલાં ઉદયમાંથી તે પ્રકૃતિઓ જાય છે. ઉદયમાંથી ત્રણે વેદને અંત નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકને છેડે થાય છે. (દ્વિતીય કર્મગ્રંથ-ગાથા ૧૮ મી).
આમાં નપુંસદ અને ત્યારપછી સ્ત્રીવેદને ક્ષય થાય છે એમ વાત કરી છે. તે માટે આપણે સત્તાને તપાસી જઈએ.
સત્તા એટલે પૂર્વકાળે બાંધેલ કર્મ એને સ્થિતિકાળ પાકે ત્યારે ઉદયમાં આવે, ત્યાં સુધી તે સત્તામાં પડયું રહે. સત્તામાં તે અપૂર્વકરણ વગેરે ૪ ગુણસ્થાનકે અનંતાનુબંધી કષાયને ઉદય સત્તામાંથી જાય. એ ચાર ગુણસ્થાનક તે આઠમું, નવમું, દશમું અને અગિયારમું છે. કમ્મપયદિ મતે એ ચારે ગુણસ્થાનકે લાભ નહિ. (જુઓ કર્મગ્રંથ બીજેગાથા ર૭ મી. અહીં તે એમના મત પ્રમાણે એ કર્મની વિસંયેજના કરે, તેથી બન્યા બીજની પેઠે એ કર્મ ફરી પલેવે નહિ.
કર્મગ્રંથકારના મતે તે નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગમાં આવેદ, નપુંસકવેદ સત્તામાંથી જાય. આ ક્ષપકશ્રેણી માંડનાર જીવની વાત છે. આપણે તે વસ્તુસ્થિતિ સમજવાની છે, બાકી એ ગુણસ્થાનક સુધી આપણે આ ભવે તે પહોંચવાના નથી. બાકી સ્ત્રીવેદ અને નપુંસકવેદ ઉદય અને સત્તામાંથી જાય છે, એ ચોક્કસ વાત છે. (કર્મગ્રંથ બીજે, ગાથા ૨હ્મી). “ત્યારપછી” એ શબ્દ ગ્રંથકારે કેમ વાપર્યો હશે તે તત્ત્વજ્ઞાનીઓ રાખી આપણે આગળ વધીએ. (૨૬૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org