________________
ર6
પ્રશમરતિ વિવેચન સહિત જરાપણ વાંધો નથી, બલકે તે માટે ખાસ જરૂરિયાતને સ્વીકારે છે. ખાસ કરીને આપ્તમાં રાગદ્વેષ તે ન જ હોવા જોઈએ. એ હોય એટલે મારું તારું થાય છે. નિસ્પૃહતા હોય ત્યારપછી જ આપ્તપણું આવે છે. બાકી કીર્તિ, માન, પ્રતિષ્ઠા કે આબરૂને સવાલ હેય ત્યાં આપ્તતા ટતી નથી.
નિર્ણયન–એક વખત આપ્તતા સ્વીકારી એટલે દેવનારકીના ભાવે, પુગળના દ્રવ્યગુણપર્યા અને આત્માને પરભવ વગેરે ભાવે જેમ તે આતે બતાવેલા હોય તે રૂપે જ તેને સ્વીકાર કરવાને છે. આવા નિર્ણય ઉપર વિચાર કરે, અભ્યાસ કરે અને તે સિવાય બીજું કઈ કામ ન કરતાં પિતાના ધ્યાનની એકાગ્રતા આ આજ્ઞા શું છે તેને સમજવામાં જ કરવી અને તે નિર્ણય શો છે તે મનમાં ધારી લેવું તે આજ્ઞાવિચય નામને ધર્મધ્યાનને પ્રથમ વિભાગ છે.
આસવ-હવે ધર્મધ્યાનના ચાર પ્રકાર પૈકી બીજા અપાયવિચય નામના પેટા વિભાગને વિચાર કરીએ છીએ. આસ એટલે કર્મને આવવાનું ગરનાળું. ઉપર નવમાં પ્રકરણમાં એ આસો કેવા કેવા હોય અને તે કર્મને કેવી રીતે લઈ આવે છે તે આપણે જોઈ ગયા છીએ. એ આસ એટલે પ્રાણાતિપાતાદિક અને પચીશ ક્રિયાઓ કર્મને આવવાની પાણીની નીક છે. આ સંસારમાં પરિભ્રમણ કરાવનાર કર્મો છે, તે કેવી રીતે કામ કરે છે અને ભવાંતરમાં કેવું દુખ (અપાય) આપે છે તેનું જ એકાગ્રતાથી ધ્યાન કરવું તે અપાયવિચય ધર્મધ્યાનને વિષય છે. આવા આશ્રવતત્વના બેંતાળીશ ભેદ સમજવા અને સમજીને તેનું અપાયપણું વિચારવું તે ધર્મધ્યાનને આ અપાયવિચય વિભાગમાં આવે છે.
વિકથા-આઠમા પ્રકરણમાં ઉપર આપણે આક્ષેપણી, વિક્ષેપણ, સંવેદની અને નિવેદની એ ચાર પ્રકારની વિકથાને જોઈ ગયા. ત્યાં વિવેચનમાં આપણે રાજકથા, કામકથા, ભેજનકથા અને દેશકથા એ અનર્થદંડની કથાઓને પણ જોઈ ગયા. તે કથા અત્યંત ખરાબ અપાય (મુશ્કેલીઓ) કરે છે, તેને બરાબર વિચાર કરો અને સમકિતઢીલણીઆ કે ચારિત્રઢીલણિયા કથા કેટલી કેટલી મુસીબતે, આફતે ઉત્પન્ન કરે છે તેને જ વિચાર કરે એ પણ આ અપાયરિચય પ્રકારના ધર્મધ્યાનમાં આવે છે.
ગૌરવ –ત્રણ પ્રકારના ગાર: દ્ધિગારવ, રસગારવ અને શાતાગારવ પણ અનેક અપાયને લાવનાર થઈ પડે છે. એ કેવી અડચણે કરે છે તે આ જ ગ્રંથમાં કહેવામાં આવશે. (દા.ત. જુઓ ગાથા ૨૫૭ મી. ત્રાદ્ધિ પિતા પાસે ઘણી હોય તેની મોટાઈ કરવી તે ઋદ્ધિગારવ, પિતાને સારું સારું ખાવાનું મળે તેની મોટાઈ માનવી તે રસગારવ અને પિતાનું સ્વાથ્ય સારું હોય તેની બડાઈ કરવી તે સાતાગારવ–આ ત્રણેય સર્વ અપાય કરનાર કેવી રીતે થાય છે તે આગળ જતાં બતાવવામાં આવશે. આ વખતે તેમના અપાયની વિચારણે કરવી તે આ બીજા પ્રકારના ધર્મધ્યાનને વિષય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org