________________
१२४
પ્રશમરતિ વિવેચન સહિત ક્ષમા–બીજુ એ ધ્યાતા ક્ષમાને પ્રાધાન્ય આપનાર હોય. એ તે જાણે ક્ષમાને વરેલે હોય. સામ માણસ ગમે તેટલે ક્રોધ કે ધમધમાટ કરે પણ જેના પેટનું પાણી પણ હાલે નહિ અને જરા પણ ઉકળે નહિ એ ક્ષમાપ્રધાન તે ધ્યાતા હોય. એટલે ધ્યાનમાં પ્રથમ કષાયની ગેરહાજરી હેય.
નિરભિમાની–-ધર્મધ્યાન કરવાને યોગ્ય પ્રાણી જે હોય તેનામાં આઠ પ્રકારના મદ ન હોય. જાતિ, લાભ આદિ આઠ મદ આપણે જોઈ ગયા છીએ. તે આઠે મદ તેનામાં ન હેય. કોઈ જાતની જ્ઞાન, આવડત કે વ્યાપારની પોતાની વિશિષ્ટતા હોય તે તે વાતની મહત્તા કે તેનું અભિમાન તેને ન હોય. આ માન નામને બીજે કષાય જેણે જીતી લીધેલ હોય તે ખરે ધ્યાતા થઈ શકે છે.
ધુતમાયા–ધર્મધ્યાન કરનાર માયાકપટ છોડી દેવાં–તજી દેવા જોઈએ. અંદર કાંઈક અને દેખાવ બીજે એવું અશુદ્ધ વર્તન તે (ધ્યાતા) ન કરે. એને ગોટા વાળવાના ન હોય, એ માયાકપટ ન આચરે, એને દંભ ન હોય. ટૂંકમાં, એણે ત્રીજા માયા નામના કષાય ઉપર વિજય મેળવેલે હેય
જિતતૃષ્ણ–ધ્યાતાએ સર્વ ગુણને નાશ કરનાર લેભ ઉપર વિજય મેળવ્યો હવે જોઈએ. એને લાગે કે કરડે રૂપિયા ન લલચાવે. એને રાજ્યસત્તા ગાંડો ન બનાવે અને નિશાળના માસ્તરની કે એવી કોઈપણ પદવી એને લેભમાં ન નાખે. આ લેભ નામના ચેથા કષાયને ધ્યાતા જીતીને બેસી ગયેલ હોય.
હજુ તે બીજી ચાર ગાથા ધ્યાતા કેવો હોય તે બતાવવા આવવાની છે. પણ ઓટલા વિવેચન ઉપરથી પણ સમજાયું હશે કે ધર્મધ્યાન કરનાર કાંઈ જેવો તે કે બજારમાં રખડતે પ્રાણું ન હોય; એ તે કષાયરહિત અને સંસારથી ઉદ્વેગ પામેલે ઉત્તમ ચારિત્રવાન અને બધા લેકેની આગળ વધેલે મહાન માણસ હોય. કેધ, માન, માયા, લેભ વગરને પ્રાણી કલો. ધ્યાતા કે હોય તેના સંબંધમાં આપણે બીજા લખનારાના વિચારો જાણીએ. એ સર્વ પ્રસ્તુત છે અને ચાલુ વિચારને ટેકે આપનારા છે. આપણે તે પણ જોઈએ. ધ્યાન કરનાર ધ્યાતા કે હેાય તે સંબંધી હેમચંદ્રાચાર્ય કહે છે કે એનામાં અમુક ગુણો તે અવશ્ય હોવા જોઈએ. પ્રાણુને નાશ થાય તે પણ સંયમને ત્યાગ ન કરનાર તે હોય છે. તે અન્યને પિતાના આત્મા જેવા દેખે છે. ઠંડી ગરમીના સર્વ પ્રકારના ઉપસર્ગોને તે સહન કરનાર હોય છે. મોક્ષને તીવ્ર ઈચ્છાથી રાગી તે હોય છે. રાગદ્વેષ ને કષાય ઉપર તેણે વિજય મેળવેલ હોય છે અને તેનાથી તે જરાપણ વિહવળ થતે હેતે નથી. કોઈ કાર્ય ઉપર આસક્તિ ન રાખતાં નિલેપ રહેનારે હોય છે. તે કામગથી વિરક્ત હોય છે. તે કોઈની સ્પૃહા કરતું નથી અને પિતાના શરીરની પણ એ સ્પૃહા કરતું નથી. તે વૈરાગ્યવાન અને સંવેગવાન હોય છે. તેના દરેક કાર્યમાં સમતા ઓતપ્રેત થઈ ગયેલી દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org