________________
ધ્યાન
(
૫
શુકલધ્યાનના બીજા પાયા પર (એકત્વવિતર્ક અવિચાર) આરહણ કરે છે. પ્રથમ પૃથફત્વપણું ઉપર વિચાર કરતાં કરતાં જ્યારે તેને સ્થિરતા થાય છે અને મનની શુદ્ધિ થાય છે ત્યારે આત્મવીર્યથી તે એકત્વપણને વિચાર કરવાને ગ્ય થાય છે. અહીં એક યેગથી બીજા
ગમાં સંક્રમણ કરવાનું રહેતું નથી. અહીં એક દ્રવ્ય ઉપર, એક પર્યાય અને એક પુદ્ગલનું તે દર્શન કરે છે. દ્રવ્યમાં રહેલ પર્યાય ભિન્ન હોવા છતાં તેમની અંતિમ એકતા અનુભવે છે અને તેવા વિશિષ્ટ અનુભવને લીધે પ્રથમ જે પૃથફત્વનું ભાન તેને થયું હતું તેના કરતાં અતિ ઉદાત્ત સ્થિતિ અનુભવે છે. આ બીજા પ્રકારના શુકલધ્યાનથી તેનામાં એટલે બધે વધારે થઈ જાય છે અને શુદ્ધિ એટલી સારી થઈ જાય છે કે અત્યાર સુધી સર્વ વસ્તુઓને બેધ થઈ શકે એવું ભાન આવરણ પામ્યું હતું, તે આવરણ આના પ્રભાવથી ખસી જાય છે અને આવરણ દૂર થયે અંદર રહેલ અચિંત્ય પ્રભાતેજયુક્ત સૂર્યને પ્રકાશ પ્રકટ થાય છે. આ બને ભેદમાં અવલંબન નામનું રહે છે અને તે શ્રુતિવચારનું હોય છે.
કર્માષ્ટક--આઠ કર્મો, આગળ વર્ણવેલ છે. આ આઠ કર્મો પૈકી મોહનીય કર્મ એક છે. એ સંસારમાં રખડાવનાર અને પ્રાણીને મૂંઝવનાર હોવાથી એને કર્મના રાજા તરીકે ગણવામાં આવ્યું છે.
મૂલબીજ-આ સંસારને જે ઝાડ ગણુએ તે કર્મો તેનાં મૂલબીજ છે. સંસાર કર્મો માંથી ઊઠે છે, અને વધે છે.
ઉન્મેલન-મૂળમાંથી ઉખેડીને ફેંકી દે છે. ધ્યાતા કર્મ બાંધો નથી, પણ પૂર્વે એકઠાં કર્યા હોય તેમને પણ મૂળમાંથી ઉખેડી ફેંકી દે છે. સંસારરૂપ ઝાડના મૂળિયાં ઉખેડી નાખે છે.
આગળ ઉપર પ્રસંગે શુકલધ્યાનના બીજા બે પ્રકારને આપણે વિચારીશું. સંસારવૃક્ષનું મૂળ અને કર્મોને પ્રેરણા કરનાર મેહ છેતેને આપણે ધ્યાતા મૂળમાંથી ઉખેડીને ફેંકી દે છે. એ મહને વિજય કરે છે અને એ દુશમનને હતપ્રત કરી મૂકે છે.
પ્રણેતારં-નાયક, આઠે કર્મોને કે બાકીનાં સાત કર્મને લઈ આવવામાં નાયક તરીકે કામ કરનાર મહ છે. તેને એ મૂળથી નાશ કરે છે.
આ વર્ણન પરથી ધ્યાયક-ધ્યાતા કે હોય તેને કાંઈક ખ્યાલ આવ્યું હશે. (૧૫૯)
આ પ્રમાણે ધર્મધ્યાનનું પ્રકરણ પૂરું થાય છે. આ પ્રકરણમાં આપણે ધર્મધ્યાનના ચાર ચાર પ્રકાર બે રીતે જોઈ ગયા અને શુકલધ્યાનના પણ બે ભેદો જોયા. આવી રીતે ધર્મધ્યાનના પ્રકરણમાં શુક્લધ્યાનનું નિરૂપણ કરવું તે કોઈને અતિરેક લાગે તે જણાવવાનું કે આમાં કોઈ અન્ય પ્રદેશ પર આક્રમણ નથી. ચાલુ પ્રકરણમાં તેની પછી થવાની સ્થિતિ
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org