________________
૬૪૦
પ્રશમરતિ વિવેચન સહિત ઉપશમશ્રેણિ કરનાર અગિયારમે ગુણસ્થાનકેથી અવશ્ય પડે છે. મોક્ષની પ્રાપ્તિ ક્ષપકશ્રેણિ વગર થઈ શકતી નથી. ઉપશમશ્રેણિ માંડે તે એ ને એ ભવમાં ક્ષપકશ્રેણિ માંડી શકતે નથી, એ કર્મગ્રંથકારને અભિપ્રાય છે. સિદ્ધાંતકારને મતે જીવ એક જન્મમાં એક જ વાર શ્રેણિ માંડી શકે છે, તેમના મતે ઉપશમશ્રેણિ માંડનાર એ જ ભવમાં ક્ષપકશ્રેણિ માંડી શકતા નથી.
હવે આપણે ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિમાં થતા ફેરફાર જોઈ જઈએ. કર્મગ્રંથકાર કહે છે કે અપ્રમત્તગુણસ્થાનકે જવ ૫૯ પ્રકૃતિને બંધ કરે છે, તે જીવ દેવતાનું આયુષ્ય બાંધીને જે અપ્રમત્તે (સાતમા ગુણસ્થાનકે) આવે તે ૫૮ પ્રકૃતિ બાંધે, કારણ કે આહારકદ્વિકને બંધ સંભવે છે, એટલે એ ૫૮ કે ૫૯ પ્રકૃતિ બાંધે. એટલે અપૂર્વકરણની શરૂઆતમાં ૫૮ પ્રકૃતિ બાંધે. એ અપૂર્વકરણના પ્રથમ ભાગમાં નિદ્રા અને પ્રચલા નિદ્રાદ્ધિકને અંત થાય એટલે એ અપૂર્વકરણના ૬/૭ ભાગ પર ૫૬ પ્રકૃતિ બાંધે. એના પણ તે સ્થિતિઘાત રસઘાત ગુણસેઢી ગુણસંક્રમ અને અપૂર્વબંધ કરે. ત્યાં છટ્ટે ભાગે સુરદ્ધિક (દેવ ગતિ અને દેવાનુપૂર્વ), પંચેન્દ્રિય જાતિ, શુભવિહાગતિ, વ્યસનવક, ઔદારિક વગર ચાર શરીર તથા ક્રિયઅંગોપાંગ તથા આહારક અંગોપાંગ એ ઓગણુશ પ્રકૃતિ તથા સમચતુરગ્નસંસ્થાન, નિર્માણ નામકર્મ અને તીર્થંકર નામકર્મ તથા વર્ણચતુષ્ક અને અગુરુલઘુચતુષ્ક (અગુરુલઘુ, ઉપઘાત, ઉચ્છવાસ, પરાઘાત) એ ગુણસ્થાનકે છ ભાગને અંતે ક્ષય કરે. આવી રીતે બંધમાંથી ત્રીશ પ્રકૃતિ જતાં સાતમે ભાગે છવીશ પ્રકૃતિને બંધ થાય. ત્યાં છેલ્લા સાતમા ભાગને અંતે હાસ્યમહનીય, રતિ મેહનીય અને જુગુપ્સાહનીય તેમ જ ભયમેહનીય જતાં ૨૨ પ્રકૃતિ બંધમાં અપૂર્વકરણને અંતે, સાતમાં છેલ્લા ભાગને અંતે રહે, એટલે ત્યાં જ્ઞાનાવરણીયની પાંચ, દર્શનાવરણીયની ચાર, શાતા વેદનીયની એક તથા સંજવલન કષાય ચાર, હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા અને પુરુષવેદ એમ મેહનીયની નવ તેમ જ યશકીર્તિ નામ, ઉર્ગોત્ર અને પાંચ અંતરાય એ સાત મળી કમની કુલ પ્રકૃતિ ૨૬ બાંધે. જે પ્રકૃતિને જીવ ન બાંધે તે પ્રકૃતિને અંધવિચ્છેદ કહેવામાં આવે છે.
આવી રીતે આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકને અંતે બંધમાં સાત કર્મ ને વીશ પ્રકૃતિ રહે. અહીં અતિ વિશુદ્ધ અધ્યવસાય થાય અને છવીશમાંથી પણ બંધમાં પ્રકૃતિ ઓછી થાય. ત્યાં આઠમા ગુણસ્થાનકને અંતે હાસ્ય, રતિ, જુગુપ્સા અને ભય એમ ચાર મોહનીયની પ્રકૃતિએ બંધમાંથી જવાથી બાવીશ કમ પ્રકૃતિ બંધમાં બાકી રહે.
હવે નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના પાંચ ભાગ (વિભાગ) કરવાના છે, તે દરેકમાં એકેક પ્રકૃતિ બંધમાંથી જાય છે. પ્રથમ ભાગે બાવીશ પ્રકૃતિને બંધ, બીજે ભાગે પુરુષવેદ એ છે થતાં એકવીશ પ્રકૃતિને બંધ અને તેના ત્રીજા ભાગમાં સંજવલન ક્રોધને બંધ ન થાય એટલે બંધમાં વિશ કર્યપ્રકૃતિ રહી. ચેાથે ભાગે સંજવલન માન જતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org