________________
૩
પ્રશમરતિ વિવેચન સહિત
પર વિચાર કરવાના રિવાજ ચાલુ છે અને તેને અનુસરતા એ શુકલધ્યાનના ભેદે વિચાર્યા છે. તેમાં કોઈ જાતના નિયમસર વાંધા નથી.
શુક્લધ્યાનના ખાકીના એ ભેદા તોગ્ય સ્થળે હવે પછી વિચારવામાં આવશે.
મુદ્દાની વાત એ છે કે ધ્યાનના વિષય જ ઘણા મહત્ત્વના છે અને અભ્યાસ કરીને લખવા ચાગ્ય છે. આખા જૈન શાસનનું રહસ્ય અગાઉ જણાવ્યું તેમ ધ્યાન છે. અને તે ખાતર યાગગ્રથાને અભ્યાસ અતિ આવશ્યક છે.
એક વિદ્વાનનું એવું માનવું હતું કે જૈનામાં યોગ જેવી ચીજ નથી, પણ મને વાંચતાં જણાય છે કે જૈન યાગ તે માર્ગાનુસારીના ગુણાથી શરૂ થાય છે. આખા ગુણસ્થાનક્રમારાહ એમાં વણુવી શકાય અને બન્ને પ્રકારની શ્રેણિને એમાં સ્થાન મળે, તે ઉપરાંત ત્રણે કરા અને યાગનિરોધ પણ એમાં સ્થાન મેળવે. આવી રીતે જૈન ગ્રંથેામાં કહેલ નીતિવિભાગ, દ્રવ્યશ્રાવકનાં લક્ષણ, ભાવશ્રાવકનાં લક્ષણ, દ્રવ્યસાધુનાં લક્ષણ અને ભાવસાધુનાં લક્ષણ, વગેરે અનેક ખાખતા એમાં આવી શકે. જો બનશે તે હું જૈન દૃષ્ટિએ યેાગ”ના ખીજું ભાગ લખવા ઇચ્છા રાખું છું, તે તેમાં આ યાગની અનેક બાબતે જરૂર આવશે. જૈન તત્ત્વજ્ઞાન તા યાગમય જ છે.
અને જૈન યાગના દાખલા જોઈએ તે પણ ઘણા છે. એમાં મેતાર્ય, સ્કંદક કે ખુદ તીર્થંકરાના દાખલાઓ જ યાગના નમૂના પૂરા પાડે છે. અને બીજા અનેક કથાનકો અને જૈન સાહિત્ય જૈન યાગને સારામાં સારા આકારમાં બતાવી શકે તેમ છે. આ દિશાએ પ્રયત્ન કરવાની મારી લેખક પ્રત્યે વિજ્ઞપ્તિ છે.
ચૌદ ગુરુસ્થાનકવાર્તા અને તેમાં પણ મિથ્યાત્વને ગુણસ્થાનક ગણવાની વિશાળતા અને પુગળપરાવ ને અંગે તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ભેદે વિચારતાં અને ગૌતમસ્વામીએ અષ્ટાપદ પર કરેલ કથા ખૂબ સાહિત્ય પૂરું પાડે તેમ છે. તેથી આ ચેગના વિષયમાં પ્રયત્ન કરવા જેવું છે એમ મને લાગે છે,
જે ધર્મનું કથાસાહિત્ય આટલું વિશાળ હોય તેને ચેવિષય બહુલાવવામાં જરાપણુ મુશ્કેલી પડે તેમ નથી અને અનેક દૃષ્ટિબિ‘દુથી એ વિષય ઝળકાવવા જેવે છે.
પણ ખરેખરી વાત તે એ છે કે ધ્યાનના વિષયમાં અથવા યાગમાર્ગમાં લેખનપ્રવૃત્તિ કરતાં એ વાતની પાતા ઉપર કેટલી અસર થઈ છે તે જોવા જેવું છે. પ્રાણી બીજાને માટે લખે ત્યારે તે બહુ પહેાળા થઈ જાય છે, પણુ લખનાર જો તે વાત પેાતાને લાગુ પાડવા પ્રયત્ન કરે તે જીવન ફરી જાય અને એ નમૂનેદાર સમતાના દાખલેો થઈ પડે.
લખવામાં લાભ તા છે જ, કારણ કાંઈ નહિ તે તેટલા સમય તે કાયા અને વચનયેાગની તેમ જ મનાયેાગની શુભ પ્રવૃત્તિ થઈ તે લાભકારક છે, પણ લખવા પ્રમાણે વન થાય તે ઘણું લાભકારક છે, સ્થાયી લાભકારક છે. તેથી લખવાના નિ ય કરનારે સારી રીતે વિચારીને લખેલું જીવવા વિચાર કરવા અને આ જાતના વિચાર તેને સ્થાયી લાભ કરશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org