________________
ધ્યાન
૬૩૩ ગુણિત અને ઇંદ્રના એ સુખને સેંકડાએ ગુણીએ કે હજાર ગુણીએ તે તે સુખ અણગારના સુખની પાસે અરધું પણ થતું નથી. હિસાબ એ છે કે આમાં ગુણકારની વાત છે. હવે ઇદ્રના આનંદને હજારે ગુણવામાં આવે તે તે સુખ સરખામણીમાં અણુગારના સુખની આગળ કાંઈ જ નથી. આ વાત અનુભવે સમજાય તેવી છે. જેમણે એવા સુખને અનુભવ કર્યો છે તેમણે આ જણાવેલ છે. એટલે આપણે માટે તે પુરુષ વિશ્વાસે વચનવિશ્વાસ છે.
વ્યવહારમાં પણ જણાય છે કે સુંદર મનેયત્ન કરતાં કે ભૂમિતિના પ્રશ્નના નિરાકરણ વખતે જે આનંદ થાય છે તે અનિર્વચનીય છે.
અનગાર=દ્ધિ–સાધુપુરુષ, મુનિની દ્ધિ. જેને ઘર નથી, પિતાનું કોઈ નથી તેની ત્રાદ્ધિ. આ માનસિક આનંદ અથવા ત્યાગને સ્વાત્માનંદ જણાય છે. (૨૫૭) તે સર્વોત્કૃષ્ટ ચારિત્ર પણ મેળવે–
तज्जयमवाप्य जितविघ्नरिपुर्भवशतसहस्रदुष्यापम् ।
चारित्रमथाख्यातं संप्राप्तस्तीर्थकृत्तुल्यम् ॥२५८॥ અર્થ_એવી લઘિમા આદિ ઋદ્ધિને ય કરીને જેણે અંતરાયરૂપ શત્રુઓ ઉપર વિજય મેળવ્યું છે તે ધ્યાતા સંસારના સેંકડે કે હજારે ભવે પણ મળવું દુર્લભ એવું ચારિત્ર પ્રાપ્ત કરે છે જે ચારિત્ર તીર્થકરના ચારિત્ર જોડે સરખાવી શકાય તેવું છે. (૨૫૮)
વિવેચન–આ ગાથામાં પણ ધ્યાયકનું જ વર્ણન ચાલુ છે. - તજજય–તેને વિજય. તે ઋદ્ધિને પણ તુચ્છ ગણનાર છે. પિતાની ભદ્રિતા, નિઃસ્પૃહતા આદિ ગુણોથી એ અદ્ધિને પણ તુચ્છ માનનાર છે. એને દુન્યવી કે દેવતાના વૈભવો પણ આકર્ષણ ન કરે. ઋદ્ધિવિના વિજય દ્વારા અને નિઃસ્પૃહતા દ્વારા એ ઋદ્ધિથી પણ વધારે આનંદ મેળવે છે. બદ્ધિને લાત મારવી એમાં વિજય રહેલો છે.
રિ–આ દુનિયામાં રખડાવનાર દુશ્મને રાગ અને દ્વેષ છે, એ બન્ને પર, અથવા કષાયશત્રુ પર જેમણે વિજય મેળવ્યું છે તે ધ્યાતા છે.
ભવ–સેંકડે ભવ અથવા હજારે ભવે પણ મળવું મુશ્કેલ એવું ચારિત્ર એ પામે છે. ભવને અસલ અર્થ તે સંસાર છે. અહીં ભવને અર્થ એક જન્મથી બીજા જન્મે જવું તે થાય છે.
પ્રાપ––ઘણી મુસીબતે મળે તેવું. એ તે દશ દષ્ટાંતે, જેમને ઉલેખ અગાઉ કરવામાં આવ્યું છે તેમની પેઠે મળવું મુશ્કેલ છે. સેંકડે અને હજારે ભવ પછી પણ મળવું મુશ્કેલ. પ્ર. ૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org