________________
ધ્યાન
૬૩૧ અગુરુ–ગૌરવરહિત. પિતાની પાસે મોટી ત્રાદ્ધિ હોય કે રસવાળી ચીજે હોય કે પિતે તંદુરસ્ત સેન્ડ જે હોય, આ વાતની મોટપ જે ન માને કે ન મનાવે તે ગૌરવ કે ગારવરહિત કહેવાય છે. આપણે ધ્યાતા આવા કેઈપણ પ્રકારના મારવ વગરને હેય છે.
અસલભા–કેટલીક ચીજો બીજાને મળવી મુશ્કેલ છે. અસુલભ એટલે દુઝાય. બીજા તે માથાં કૂટીને કે અનેક તપ કરી રહે ત્યારે તે ચીજ મળે છે એવી, અન્યને દુધપ્રાપ્ય ચીજ આવા ધ્યાતાને મળે ત્યારે પણ તે તેમાં રાચતે નથી.
સા–એ તે પ્રશમસુખમાં આસક્ત થાય છે. એને અણિમા, લધિમા આદિ મળે કે સરસ અન્યને ધરાવીને ખવરાવી શકે એવી અક્ષણ મહાન લબ્ધિ મળે, પણ તે તે એવી લબ્ધિ સિદ્ધિમાં ફસાઈ જતું નથી કે તેના પર આસક્તિ કરતું નથી. તેને તે પ્રશમસુખમાં જ આસક્તિ હોય છે અને તેમાં જ તે રત થાય છે. કેઈ જાતની ત્રદ્ધિસિદ્ધિ તેને મેહ ઉપજાવતી નથી. ત્રદ્ધિ-સિદ્ધિમાં મેહ પામ તેને તે પ્રમાદ ગણે છે અને પ્રમાદ તે મૃત્યુ છે એમ તે માને છે. એ તે શાંતિના–સમતાના સુખમાં આસક્ત થઈને તેમાં મસ્ત રહે છે.
પ્રશમશાંતિ, સમતા, ચિત્તની સ્થિરતા. એ પ્રશમસુખ કેવું હોય તેનું વર્ણન આપણે અગિયારમા પ્રશમપ્રકરણ (ગાથા ૨૩૫–૨૪૨)માં જોઈ ગયા છીએ. તેમાં આનંદ થાય, તેમાં મજા આવે, તે સુખ હોય ત્યારે સુખ લાગે, એવા સુખમાં એ મસ્ત રહે. એનું આકર્ષણ આ પ્રશમસુખમાં હેય અને તેવા સુખમાં તે આસક્ત રહે.
તસ્યાં અને તે ઋદ્ધિ આદિમાં રસ ધરાવતું નથી. એ ઋદ્ધિ-સિદ્ધિને ઉપાધિ ગણે છે. એને પ્રશમસુખમાં જ મજા આવે છે. જે ઋદ્ધિને સંસારી જીવ બહુ માને છે, તેમાં તેની આસક્તિ હતી નથી, અને તે પ્રશમસુખ મેળવવાની હોંશ હોય છે.
સંગ—રાગ. એને ઋદ્ધિ વગેરેમાં જરાએ આકર્ષણ લાગતું નથી, એને પ્રેમ તે પ્રશમસુખ તરફ જ અને તેને પ્રાપ્ત કરવામાં અને મળ્યું હોય તે તેને રાખવામાં જ હેય છે. આ ધ્યાતા–ધ્યાયક હોય. *
એના વિશેષ વર્ણન માટે જ્ઞાનાર્ણવ અને હેમચંદ્રાચાર્યકૃત રોગશાસ્ત્ર ગ્રંથ જેવા. (૫૬) ધ્યાતા મુનિને સુખ
या सर्वसुरवरद्धिविस्मयनीयाऽपि साऽनगारद्धेः। ..
नार्धति सहस्रभाग कोटिशतसहस्रगुणिताऽपि ॥२५७॥ અથ–મોટા દેવતા એટલે ઈંદ્રોની જે ઋદ્ધિ હોય તે તે આશ્ચર્ય ઉપજાવનાર હોય છે, તે પણ સાધુની દ્ધિ પાસે એક હજારમા ભાગથી અડધી પણ ન થાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org